rajkot
વાઈબ્રન્ટ રાજકોટમાં 7158 કરોડના MOU થયા : 20 હજારને મળશે રોજગારી

વાઈબ્રન્ટ ગુજરાતને મળેલી જબરજસ્ત સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા જીલ્લા લેવલે રોકાણકારોને આકર્ષવા માટે દરેક જિલ્લામાં વાઈબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ નજીક શાપર-વેરાવળ ખાતે વાઈબ્રન્ટ રાજકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના 500થી વધુ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જ 7158 કરોડની એમઓયુ કરવામાં આવ્યા હતા.
રાજકોટ નજીક શાપર-વેરાવળ ખાતે ગઈકાલે પ્રભારી મંત્રી રાઘવ પટેલના હસ્તે વાઈબ્રન્ટ રાજકોટનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. બે દિવસ ચાલનારા વાઈબ્રન્ટમાં રાજકોટ શહેર અને જિલ્લાના તેમજ બહારના જિલ્લાના પણ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાઈબ્રન્ટ રાજકોટના પ્રથમ દિવસે જ 7158 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઉદ્યોગક્ષેત્રે 81 રોકાણકારોએ 1324.53 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખાણખનીજ વિભાગમાં 105.40 કરોડ, ખેતીમાં 7 રોકાણકારોએ 51.40 કરોડની રોકાણની જાહેરાત કરી હતી. જ્યારે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ક્ષેત્રે 599.47 કરોડ, ઉર્જા ક્ષેત્રે 11 રોકાણકારોએ 892 કરોડની તેમજ શ્રમ અને રોજગાર ક્ષેત્રે પાંચ રોકાણકારોએ 161.50 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. અને રાજ્ય સરકાર સાથે તેના એમઓયુ પણ સાઈન કર્યા હતા.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પ્રાંત અધિકારી ડો. સંદિપ વર્મા અને જિલ્લા ઉદ્યોગકેન્દ્રના મેનેજર કિશોર મોરીના અધ્યક્ષસ્થાને આ વાઈબ્રન્ટ રાજકોટનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 7158 કરોડના એમઓયુ સાઈન થતા રાજકોટ જિલ્લામાં 20 હજાર રોજગારની નવી તક ઉભી થશે તેમ માહિતી આપતા જણાવ્યું હતું.
આ તકે રાજકોટના પાંચ મોટા ઉદ્યોગપતિએ આગામી વાઈબ્રન્ટ ગુજરાતમાં 7250 કરોડના એમઓયુ સાઈન કરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટના મારવાડી ગ્રુપ દ્વારા પ્રિક્સોન ગ્રીન એનર્જી દ્વારા 2450 કરોડ, જીએમ વાલ્વ દ્વારા 1500 કરોડ, ફોર સ્કેવર ગ્રીન એનર્જી દ્વારા 1680 કરોડ, ગોપાલ નમકીન દ્વારા 1000 કરોડ અને બાલાજી વેફર્સ દ્વારા 700 કરોડની રોકાણની જાહેરાત કરવામા આવી છે. આજે વાઈબ્રન્ટ રાજકોટના બીજા દિવસે પણ અમુક ઉદ્યોગપતિઓ દ્વારા રોકાણની જાહેરાત કરવામા આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જ્યારે આજે ઉદ્યોગપતિઓને લોન અંગેની માહિતી આપવા માટે બંકના અધિકારીઓ પણ વાઈબ્રન્ટ રાજકોટમાં ઉપસ્થિત રહ્યા હતા.
rajkot
રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
rajkot
ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
rajkot
સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો