Connect with us

Uncategorized

નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાંથી 7 સાઈકલની ચોરી : બેલડી પકડાઈ

Published

on

શહેરના 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન આવાસ યોજના કવાર્ટરમાંથી 7 સાઈકલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે અંગે પોલીસે ગણતરીની કલાકોમાં તસ્કર બેલડીને ઝડપી લઈ ચોરાઉ સાઈકલો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, નાણાવટી ચોક પાસે આવેલા નંદનવન આર.એમ.સી.આવાસ યોજનાના કમ્પાઉન્ડમાંથી ગત તા.12-10ના રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો પાર્કીંગમાં પાર્ક કરેલી સાત સાઈકલ કિ.રૂા.14000ની ચોરી કરી ગયા હતાં. જે અંગે આવાસ યોજનામાં રહેતા બહાદુરભાઈ છોટુભાઈ સાંગાણીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ બી.એમ.ભરવાડ, હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ શેખ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હનુમાન મઢી પાસે રહેતા સદામ અને પંડીત નામના બે શખ્સોને ઝડપી લઈ ચોરી કરેલી તમામ સાઈકલો કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો આરોપી પંડીત અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સાઈકલ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

Published

on

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.

Continue Reading

Uncategorized

રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

Published

on

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.

Continue Reading

Uncategorized

ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયરથી ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

Published

on

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનીસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી પાસે આવેલી નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો યુવાન લટકતો હોય જે અંગે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.મોરવાડીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 25થી 30) હોવાનું અને પરપ્રાંત્તય જેવો લાગતો હોવાનું જણાવ્યું છે. મૃતકના જમણા હાથ ઉપર અંગે્રજીમાં અશોક ત્રોફાવેલું છે.
108ના ઇએમટી ભાવસંગભાઇએ મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતોે આ અંગે તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વાવડી અને કાઠરીયા વિસ્તારમાં તપાસ કરાવી હતી પરંતુ મૃતકની કોઇ ઓળખ ન મળતા વધુ તપાસ યથાવત રાખી છે.

Continue Reading

Trending