Connect with us

ગુજરાત

લોઠડામાં કારખાનામાં બુકાનીધારી ત્રાટકયા પીકઅપ વાન સહિત 5.72 લાખની ચોરી

Published

on

મજૂરોને અંદર પૂરી લૂંટારું ફરાર, ચારેક શખ્સો સીસીટીવી કેમેરામાં દેખાયા

શહેરની ભાગોળે લોઠડા ગામે આવેલા મહાદેવ ટ્રેડ લિંક નામના કારખાનાના તાળા તોડી તેમજ મજૂરોને રૂૂમમાં પુરી ત્રણ બુકાનીધારી તસ્કરોએ કોપર વાયર તેમજ પીકઅપ વાહન સહિત રૂૂ.5.72 લાખની ચોરી કરી લઈ જતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ,મવડી ચોકડી પાસે ઓમ નગર સર્કલ નજીક ચાલીસ ફૂટ કરોડ રાજદીપ સોસાયટીમાં રહેતા જતીનભાઈ કિશોરભાઈ કપુરીયા(ઉ.વ.25)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમનું લોઠડા ગામે મહાદેવ ટ્રેડલિંક નામે કારખાનું આવેલું છે.ગઈકાલ હું કારખાને ગયો નહોતો અને બુધવારે અમારી કારખાનાની સામે મિત્ર જેનિસનું નૂતન એન્જીનિયરિંગ નામનું કારખાનું આવેલું હોય તેમજ બધા કારીગરો ત્યાં જેનિસભાઈના કારખાનામાં રહે છે.
આજે રાત્રે અઢી વાગ્યે કારખાનામાં કામ કરતા ચંદનભાઈએ કોલ કરી કહ્યું કે અમે રાત્રીના સુઈ ગયા હતા ત્યારે અઢી વાગ્યે આપણા પિકઅપ વાહન ચાલુ થવાનો અવાજ આવ્યો હતો.જેથી પોતે અગાસી પરથી જોતા ત્રણ બુકાનીધારી તસ્કર આપણું પિકઅપ વાહન અને કોપર વાયરનો જથ્થો લઈ ભાગી ગયા હતા.તેમજ આ તસ્કરોએ કારખાનાનો ડેલો આગરિયો મારી બંધ કરી દીધો હતો.ત્યારબાદ આ વાતની ચંદનભાઈએ જાણ કરતા હું અને જેનિસભાઈ રાત્રે કારખાને પહોંચ્યા હતા અને ત્યાં કારખાનાનો આગરિયો ખોલીને જોતા તસ્કરોએ કોપર વાયરનું બંડલ,મશિનમાં ફિટ કરવાના પિતળના મોટા ગ્લાસ અને પિકઅપ વાહન મળી કુલ રૂૂ.5.72 લાખની તસ્કરી કરી હતી.આ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી.સુખાનંદીએ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

ગુજરાત

દરેકને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે: મુખ્યમંત્રી

Published

on

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જે બાદ અમદાવાદ સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપની જીતની ઉજવણીમાં સામેલ થયા હતા.
ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પહોંચ્યા હતા. જેમણે 3 રાજ્યોમાં ભાજપની જીતને વધાવી લીધી હતી. આટલું જ નહીં, તેમણે ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવીને ભાજપની જીતની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 રાજ્યોમાં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને જીત અપાવી છે. હવે દરેકને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે. દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધે તે માટે પ્રયત્ન થશે.

Continue Reading

ગુજરાત

ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી રૂા.50 લાખની જીએસટીની ચોરી ઝડપાઇ

Published

on

અમદાવાદમાં દિવાળી પહેલાથી ઇન્કમટેક્સ અને જીએસટી દ્વારા વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જ જીએસટીના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર મોટી હોટલ પર દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારોમાં કરોડો રૂૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટી ચોરી સામે આવી છે. હજુ તપાસ ચાલી રહી છે.
દિવાળીમાં ડ્રાયફ્રૂટનો કરોડો રૂૂપિયાનો વેપાર થયો છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો વેપલો કર્યો હોવા છતાં મોટા વેપારીઓએ જે જીએસટી ચૂકવવાની થાય તે ચૂકવી નથી. જેને કારણે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરીને અમદાવાદના મોટા ડ્રાયફ્રૂટ્સના વેપારીઓની ઓફિસો અને દુકાનો ધરાવે છે. ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂૂ કરી છે. 50થી વધુ જગ્યાએ ચાલી રહેલી તપાસમાં જીએસટીના અધિકારીઓને 50 લાખ રૂૂપિયાની જીએસટી ચોરીની વિગતો મળી છે.
હજુ આ વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને મીઠાઈની દુકાનોવાળા તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ તેની તપાસનો રેલો પહોંચે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. સ્ટેટ જીએસટી દ્વારા ચાલુ વર્ષે બિલ્ડરો, કોસ્મેટિક સુવિધા પૂરી પાડતી એજન્સીઓ અને દવાખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલનાર હોટલ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ દરોડામાં કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ બોગસ બિલિંગ અને અન્ય પ્રકરણની તપાસ ચાલુ છે. ત્યારે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂૂ કરાઇ છે. વધુ તપાસ જીએસટી ચોરી સામે આવે તેવી સંભાવના છે.

Continue Reading

Trending