Connect with us

Rajkot

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

Published

on

સાક્લિલિસ્ટોને જોમ ચડાવવા મ્યુઝિકલ ડીજે સાથેના ચીયરિંગ પોઇન્ટ ઊભા કરાશે: સ્વનિર્ભર શાળાનાં વિદ્યાર્થીઓ ઊમટી પડશે: રજિસ્ટ્રેશન શરૂ

ગુજરાત મિરર, રાજકોટ, તા.28
સાયકલીંગ કરવું વ્યક્તિની તંદુરસ્તી માટે આશીર્વાદરૂૂપ ગણાય છે. તેમાંય કડકડતી ઠંડીમાં શરીરને તંદુરસ્ત રાખવા કસરત ખુબ જરૂૂરી છે જેમાં સાયકલીંગ ને સર્વશ્રેષ્ઠ કસરત ગણાય છે. તંદુરસ્ત રાજકોટ – સ્વસ્થ રાજકોટના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સાયકલ ક્લબની સાથે રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન મળીને આગામી પાંચ ફેબ્રુઆરી ને રવિવારે રાજકોટમાં અત્યાર સુધીની મોટામાં મોટી સાયક્લોફન કાર્નિવાલ યોજવામાં આવી રહી છે જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
સાયક્લોફનના આયોજકોના જણાવ્યા પ્રમાણે આ ઇવેન્ટમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને નાસ્તો તેમજ એનર્જી ડ્રીન્ક, હોટ ટી આપવામાં આવશે. સાયકલીંગના આખા રૂૂટ પર સંપૂર્ણ સપોર્ટ અપાશે. અલગ – અલગ જગ્યાએ સાયકલિસ્ટો ને જોમ ચડાવવા મ્યુઝીકલ ડીજે સાથે ના ચિયરીંગ પોઇન્ટ પણ રખાયા છે. એટલુંજ નહીં સાયકલને પેડલ મારનાર દરેક સાયકલિસ્ટ ને મેડલ પણ આપવામાં આવશે. સાયકલીંગ કાર્નિવાલનાં માહોલે સાયકલિસ્ટ ને ઠંડીમા ગરમાટો લાવી દીધો છે. આ માટે આ વર્ષની સાયક્લોફનમાં પાંચ કિલોમીટર અને વીસ કિલોમીટરની એમ બે સાયકલરાઈડ યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે પ્રથમવખત સ્વનિર્ભર શાળા એસોસિએશન પણ જોડાયું છે જે અંતર્ગત શહેરની 500 થી વધુ શાળાઓ તેમાં જોડાઈ છે જેમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લેશે. આમાં સહભાગી થવા માંગતી સંસ્થાઓ રોટરી મીડટાઉન લાયબ્રેરી અથવા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો સંપર્ક કરી શકે છે.
આ ભવ્ય ઇવેન્ટમાં આ વખતે દરેક સાયકલિસ્ટ વિજેતા બની શકે છે. આયોજકોએ જણાવ્યું હતું કે, સાઇક્લોફન ઇવેન્ટ પુરી થયા પછી એક લક્કી ડ્રો કરવામાં આવશે જેનો લાભ ભાગ લેનાર દરેક સાયકલિસ્ટને મળશે. જેમાં સાઇકલો, તેને લગતી અનેક વસ્તુઓ અને અસંખ્ય ઇનામો ડ્રોમાં નસીબદાર સાયકલિસ્ટ ને મળશે. આ વખતની સાયક્લોફનનું આયોજન ખાસ કરીને પહેલીવાર સાયકલિંગ કરનારા સાયકલીસ્ટ તેમજ બાળકોને સાયકલ પ્રત્યે વધુમાં વધુ કેમ વાળી શકાય તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને કરવામાં આવ્યું છે.
બે વર્ષના લાંબા સમયગાળા બાદ આ વખતે વર્ચ્યુઅલીથની જગ્યાએ નફિઝિકલ સાયક્લોફન યોજાવા જઇ રહી છે. જેમાં રજીસ્ટ્રેશન સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓએ ફકત ને ફકત શાળામાં જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેની દરેકે નોંધ લેવા વિનંતી. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે વઘુ માહિતી માટે 99250 11305 નંબર પરથી મેળવી શકાશે. શાળાના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટેની લીંક દરેક શાળા સંચાલકોને મોકલી આપેલ છે. જેમાં દરેક શાળા પોતાની શાળાના બાળકોનું રજિસ્ટ્રેશન કરી શકશે. જ્યારે પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયકલોફનમાં ભાગ લેવા માંગતાં (18 વર્ષથી ઊપરના) સાયકલીસ્ટો, લોકો માટે ૂૂૂ.ભુભહજ્ઞરીક્ષ.જ્ઞલિ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત આ વખતે રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન માર્ગ ખાતે ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ શરૂૂ કર્યું છે. આ ઉપરાંત વધુ વિગતો માટે 74055 13468 ઉપર ટેલિફોનિક સંપર્ક પણ કરી શકાશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂૂરી છે કે છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન, રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાપાલિકા દ્વારા ફિટ રાજકોટ અંતર્ગત સાયક્લોફનનું બેનમુન આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા સાત વર્ષ થી રાજકોટ પોલીસનો પૂરો સહયોગ મળેલ છે જે આ વર્ષે પણ પૂરો સહયોગ મળશે. છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ માત્ર વર્ચ્યુઅલી મતલબ કે સાયકલીસ્ટો પોતપોતાની રીતે સાયકલ ચલાવી શકે તે પ્રકારે કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે તમામ સાયકલીસ્ટોને એકઠા કરીને રસ્તાઓ પર સાયકલ રાઈડિંગનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં સૌને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Gujarat

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર

Published

on

By

ગુજરાત રાજ્ય સરકારે વધુ એક વખત IAS અધિકારીઓની બદલી કરી છે. સાગમટે 109 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. અધિકારીઓની બદલી કરતા રાજ્ય સરકારે મોટો લીથો બહાર પાડ્યો છે.

 

રાજકોટ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે,કલેક્ટર રાજકોટ મહેશ બાબુની પેટ્રો કેમિકલ્સ વિભાગમાં બદલી કરાઈ છે.સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર તરીકે નિમાયા છે. રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી થઈ ,પ્રભોવ જોશી રાજકોટના નવા કલેકટર બન્યા છે.

Advertisement

Continue Reading

Rajkot

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

Published

on

By

30 મિનિટમાં એકસાથે 16 બોટલ લોહીના ઘટકોને છૂટા પાડતું જર્મન બનાવટનું મશીન

ગુજરાત મિરર, રાજકોટ તા.31
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
જર્મન બનાવટનું થર્મો ફિશર સાઇન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે, સિંગલ ફેજ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી મહિને 2200 જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂૂરિયાતને પહોંચી શકાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. ગૌરવી ધ્રુવા, બ્લડ બેન્કના ડો. પાયલ, ડો. દીપા, ડો. અમલાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement
Continue Reading

Rajkot

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો

Published

on

By

ગુજરાત મિરર,
રાજકોટ તા.31
માર્ચના અંતિમ દિવસે રૂા.340 કરોડના લક્ષ્યાંકને પાર પાડવા માટે મનપાના વેરા વિભાગ દ્વારા ઠેર ઠેર મિલકત જપ્તી-સિલીંગ અને રિકવરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે અંતિમ દિવસે બાકી રહેલા રૂા.20 કરોડ ભેગા કરવા મનપાના વેરા વસુલાત વિભાગ દ્વારા બપોર સુધીમાં 26 મિલકતોને સીલ કરી, 57 મિલકતોને જપ્તીની નોટીસ આપી રૂા.2.89 કરોડની રિકવરી કરવામાં આવી છે.
મનપાના વેરા વસુલાત વિભાગ દ્વારા આજે એરપોર્ટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, જામનગર રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, મારૂૂતિનગરમાં 4-યુનિટને નોટીસ આપેલ, પરસાણાનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.01 લાખ, રેલનગરમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.60000, જંકશન મેઇન રોડ પર આવેલ 1-યુનિટ સીલ કર્યું હતું.
પારેવડી ચોકમાં 3-યુનિટને નોટીસ આપેલ, પારેવડી ચોકમાં 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, પારેવડી ચોકમાં 3-યુનિટ સીલ કરેલ, શિવપરા પાસે આવેલ 1-યુનિટ સીલ કરેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50000, સંતકબીર રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ તેમજ કનક રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપવામાં આવી હતી.
રણછોડનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.13 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, ગોંડલ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, યુનિ.રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, રૈયા રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, કાલાવાડ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, મવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.65000, નાનામોવા રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલી હતી.
50 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, મવડી રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, ગુંદાવાડીમાં 5-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા બાય પાસ રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ આપેલ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ અને કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટ સીલ કર્યા હતા.
આજે વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 26 -મિલ્કતોને સીલ કરેલ તથા 57-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.2.89 કરોડ રીકવરી કરેલ છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ