Connect with us

ક્રાઇમ

સલાયા બંદરમાં યુવાન પર 4 શખ્સનો હુમલો

Published

on

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા સાદિક સુલતાનભાઈ સુંભણીયા નામના 22 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન તેમના પિતા સુલતાનભાઈ સાથે સલાયા બંદર ખાતે લાંગરવામાં આવેલા વહાણ પાસે આવ્યા હતા. ત્યાં આરોપી એવા સલાયા ગામના રહીશ હુસેન ઓસમાણ ભાયા નામના શખ્સએ ફરિયાદી સાદીકને તેઓના લાંગરેલા વહાણમાંથી છેડા આપવાનું કહેતા તેમણે વરસાદના કારણે છેડા આપવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાયેલા હુસેન ઓસમાણ સાથે મહેબુબ હુસેન ભાયા, આમીન હુસેન ભાયા અને ઈમરાન હુસેન ભાયા નામના ચાર શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


પરણીતાને ત્રાસ
ઓખાના પોશીત્રા ખાતે હાલ રહેતી અને હઠિયાભા ભીયાભા માણેકની 30 વર્ષની પરિણીત પુત્રી હીરાબેન ભરતભા સુમણીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ ભરતભા થોર્યાભા સુમણીયા અને સાસુ ગોરીબેન થોર્યાભા સુમણીયા દ્વારા શારીરિક અને માનસિક દુ:ખ, ત્રાસ આપવામાં આવતા બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં માતા-પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


યુવાન ઉપર પાઇપ વડે હુમલો
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે રહેતા મુકેશભાઈ કેશુભાઈ સોલંકી નામના 29 વર્ષના યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી, ઇજાઓ કરી અને તેમજ ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આ જ ગામના જેન્તી હરદાસ સોલંકી સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આરોપી જેન્તીના મકાનમાં તેના કુટુંબી ભાઈ રોહિત હરદાસ સોલંકી રહેતા હોય અને તેના ઘરેથી પોલીસે દેશી દારૂૂ પકડ્યો હોવાથી આરોપીએ ફરિયાદી મુકેશભાઈને આ દેશી દારૂૂ તે પકડાવેલ છે- તેમ કહી, હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે જેન્તી હરદાસ સોલંકી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

Published

on

By

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી ટોળકીએ અલગ અલગ એકાઉન્ટમાં મરણમૂડી ટ્રાન્સફર કરાવી લીધી

રાજકોટના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતા બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી ડરાવી રૂૂ.1 કરોડથી વધુ રકમ પડાવી લેતા આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.


બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારી અશ્વીનભાઈ માનસિંહ તલાટીયા (ઉ.વ.-65)ફરિયાદમાં જણાવ્યું છે કે,તેમને ગઈ તા-09/07/2024 ના વોટ્સએપ ઉપરથી વોટસએપ કોલ આવ્યો હતો અને ફોન કરનાર હીન્દીમા પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચથી પોલીસ ઇન્સપેકટર અજય પાટીલ બોલતો હોવાનું જણાવ્યું હતું. અને તમારા વિરુધ્ધમા મુંબઇ ક્રાઇમ બ્રાંચમા એફઆઈઆર દાખલ થયેલ છે જેમા નરેશ ગોયેલ નામના શખ્સની મની લોડરીંગ ના ગુનામાં ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કેનરા બેંકનું એકાઉન્ટ તથા એ.ટી.એમ. કાર્ડ મળ્યું છે.

તેવી વિગત મને જણાવેલ હતી. ત્યારબાદ અજય પાટીલે અશ્વિનભાઈને તેના સીનીયર ઓફીસર વિનયકુમાર ચોબે સાથે વાત કરાવી હતી જેણે અશ્વિનભાઈને ધરપકડ વોરંટ નીકળેલ છે અને તમને 2 કલાકમાં સી.બી.આઇના સ્ટાફ એરેસ્ટ કરી લેશે પછી આ વિનયકુમાર કહેલ કે તમે કેસ બાબતે ચેક કરૂૂ પછી તેને કને કહેલ કે તમારા વિરૂૂધ્ધ એરેસ્ટ વોરંટ નીકળી ગયેલ છે હવે આ કેસ મારા હાથમાં નથી હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો આ કેસ આ તમને કોઇ રાહત થાય તો તેમ કહીને આ આકાશ કુલહરી સાથે ફોનમાં વાત કરાવેલ હતી. ત્યારબાફ અશ્વિનભાઈને સ્કાયપી એપ્લીકેસમાં સુપ્રિમ કોર્ટની નોટીસ મોકલી હતી અને બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી જવા વાત કરી હતી.અશ્વિનભાઈએ બે કલાકમાં સુપ્રીમ કોર્ટ કઈ રીતે પહચી શકું તેમ કહેતા,તમારૂૂ ફાઇનાન્સ આર.બી.આઇ ઓડીટર પાસે ચેક કરાવુ પડશે તેમ કહી ફરી કોલ કરવા જણાવ્યું હતું.


ત્યાર બાદ ફરી ફરીથી ફોન આવ્યો હતો અને સામે વાળાએ એકાઉન્ટમાં રૂૂપિયા ટ્રાન્સફર કરો ત્યાં સુધીમાં તમારૂૂ વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવેલ છે અને ત્યાં સુધીમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરો તેમ કહ્યું હતું. અશ્વિનભાઈએ જે એકાઉન્ટ નંબરો આપ્યા તે અલગ અલગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આ દરમ્યાન આકાશ કુલહરીએ દર અડધી કલાક – કલાકે વોટસએપમાં મેસેજ કરવાનો તથા રીપોર્ટ કરવાનો છે તેમ કહી નહી કરો તો તમારી પાછળ સી.બી.આઈ તથા મની લોન્ડ્રીંગવાળા છે. તમારી જાનનુ જોખમ છે. તેમ કહી ડરાવ્યા હતા. આ ટોળકીએ અશ્વિનભાઈને આ કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે જમા કરાવેલ રમક પરત આપી દેવામાં આવશે તેમ કહેલ હતુ.


અશ્વિનભાઈ પાસે તેમનું તમામ સેવિંગ આ ટોળકીએ જણાવેલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધું હતું. છતાં આકાશ કુલહરીએ કેસના ઈન્સ્પેક્શન માટે વધુ 30,00,000 જમા કરાવવાનું કહેતા અશ્વિનભાઈએ મીત્ર હર્ષદભાઈ વિનોદરાઈ આસ2 પાસે હાથ ઉછીના રૂૂપિયા લેવા માટે ગયા અને પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના અંગે વાત કરતા હર્ષદભાઈએ આ ફ્રોડ હોવાનું કહી ફરિયાદ કરવાની સલાહ આપી હતી.જેથી અશ્વિનભાઈએ ગત તા -26/07/2024 ના 1930માં ફોન કરી ફરિયાદ નોંધવી હતી જેના આઘારે સાયબર ક્રાઈમ પોલીસે અશ્વિનભાઈ સાથે થયેલ રૂૂ.1.1,03,67,000ની છેતરપિંડી અંગે ગુનો નોંધી આ ટોળકીને પકડી લેવા તપાસ શરુ કરી છે.

Continue Reading

ક્રાઇમ

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

Published

on

By

શહેરમાં ત્રણેક મહિના પહેલા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થામાં નાસતો ફરતો બુટલેગરને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લીધો હતો. તેમને પકડી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા? એ અંગે પુછપરછ શરૂ કરી છે. ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની એલસીબી ટીમના પીએસઆઈ બી.વી. બોરી સાગર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઈ અને ટીમે બાતમીના આધારે કુવાડવા વિસ્તારના દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા ફેનીલ મુકેશ દાફડા (રહે. આંબેડકર નગર, યુ-ફ્રેશ ડેરી વાળી શેરી, કાલાવડ રોડ)ને પકડી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

Published

on

By

શહેરમાં જાહેરમાં મારા મારી અને મકાન પર પથ્થરમારો કે સોડા-બોટલના ઘા કરવા અંગે વિડીયો અગાઉ સોશ્યલ મિડીયામાં થયા હતા. ત્યારે રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા રામેશ્ર્વર પાર્કમાં મોડી રાત્રે સવા બારેક વાગ્યે બે બાઇકમાં ડબ્લ સવારીમાં નીકળેલા ચાર શખ્સોેએ રામેશ્ર્વર પાર્કમાં આતંક મચાવ્યો હતો અને સુમસામ ગલીઓમાં પૂર ઝડપે વહાનો ચલાવી એક મકાન પર સોડા-બોટલના ઘા કરી નુકશાન ર્ક્યુ હતું.
સોડા-બોટલના ઘાનો અવાજ આવતા મકાન માલીક તુરંત જાગી ગયા હતા.

જો કે, તેવામાં ટોળકીના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ થતા ભક્તિનગર પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે. તેમજ લુખ્ખા તત્વોએ મોડી રાત્રે મકાન પર સોડા-બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેક્યો હતો.

Continue Reading
ક્રાઇમ3 mins ago

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

ક્રાઇમ6 mins ago

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

ક્રાઇમ12 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત15 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત17 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત19 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત22 mins ago

બોટાદના જનડા ગામે ડિમોલિશન દરમિયાન મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ

ગુજરાત25 mins ago

રેવન્યુ ટ્રિબ્યૂનલના ચેરમેનને દૂર કરવા હાઇકોર્ટનો હુકમ

ગુજરાત27 mins ago

હોર્ડિંગ્સ સાઈટમાં ગોટાળાની આશંકા: દરખાસ્ત પેન્ડિંગ

મનોરંજન1 hour ago

TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

Trending