Site icon Gujarat Mirror

કેરળમાં મુસાફર બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, અનેકને ઈજા

કેરળના ઈડુક્કી જિલ્લાના મુંડક્કયમમાં KSRTCની એક બસની સાથે દુર્ઘટના ઘટી. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી જવાથી ચાર મુસાફરોના મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટનાનો શિકાર થયેલી બસમાં 34 મુસાફર અને ત્રણ કર્મચારી સવાર હતા. તમામ મુસાફર મવેલિક્કારા વિસ્તારના રહેવાસી હતા. KSRTCની બસ તમિલનાડુના તંજાવુરમાં ટૂર લઈને મવેલિકરા પરત ફરી રહી હતી.

આ દુર્ઘટના આજે એટલે કે સોમવારે સવારે લગભગ 06.15 વાગે થઈ. જાણકારી અનુસાર બસે એક વળાંક પર નિયંત્રણ ગુમાવી દીધું અને 30 ફૂટ ઊંડી ખીણમાં જઈ પડી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

પોલીસે જણાવ્યું, પસોમવારે સવારે પહાડી જિલ્લામાં પુલ્લુપારા નજીક એક સરકારી બસ ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. બસ 34 મુસાફરોને લઈને તમિલનાડુના તંજાવુરની યાત્રા બાદ અલપ્પુઝા જિલ્લાના માવેલિકરા ફરી રહી હતી.
ત્યારે સવારે લગભગ છ વાગે આ દુર્ઘટના થઈ.

Exit mobile version