Connect with us

jamnagar

સૈનિક ભવન પાસે રેલવે ફાટક પર ઓવરબ્રિજ માટે 39.64 કરોડ મંજૂર

Published

on

જામનગર સૈનિક ભવન પાસેના રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા માટે રૃા. 39 કરોડ 64 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. આજની બેઠકમાં કુલ રૃા. 43 કરોડ 37 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 11 સભ્ય, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ઈન્ચાર્જ આસી. કમિશનર ઉપસ્થિત રહ્યા હતાં.
કેબલ ટીવી/ મનોરંજનકર/ વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નંબર 8, 1પ અને 16)માં વોટર વકર્સ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્સમાં સીસી પેચવર્ક (સીસી ચરેડા)ના કામ માટે રૃા. 3ર.79 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
અને વોર્ડ નંબર ર,3 અને 3 માટે રૃા. 30.03 લાખ અને વોર્ડ નંબર પ,9,13 અને 14 માટે રૃા. 31.પ0 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નંબર 10,11 અને 1ર)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અન્વયે રૃા. 1પ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. વોર્ડ નંબર 1પ માં લાલપુર રોડ રાજપૂત ક્ધયા છાત્રાલયથી બાયપાસને જોડતા સીસી રોડ બનાવવાના કામ માટે રૃા. 39.06 લાખનું સિવિલ ઈસ્ટ ઝોન ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. (વોર્ડ નંબર 10, 11 અને 1ર) સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટેની દરખાસ્ત પેન્ડીંગ રાખવામં આવી હતી.
પ્રોવાઈડીંગ, સપ્લાઈંગ, લોવરીંગ, લેઈંગ ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ 406 એમએમ ડાયા, એમ એસ પાઈપલાઈન 420 મીટર ફોમ પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટથી આર્મી એરિયા કેમ્પસ સામે કનેકશન વીથ એક્ઝીસ્ટીંગ પાઈપલાઈન એન્ડ પમ્પીંગ મશીનરી વીથ ઈલેકટ્રો- મિકેનિકલ વર્કસ, પમ્પ રૃમ રોડ, પેનલ રૃમ વીથ વેલાઈડ વર્કસ ફોર વોટર સપ્લાય 3 એરફોર્સ એરીયાના કામ અંગેની કમિશનરની દરખાસ્ત અન્વયે રૃા. 124 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
શહેરમાં મુખ્ય તથા આંતરીક રસ્તાઓ ઉપર આસ્ફાલ્ટ પેચવર્ક કરવા માટે રૃા. 30 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
સમર્પણ સર્કલથી વિજય નગર, જકાતનાકા રોડ પર સૈનિક ભવન પાસેના એલસી 201 ઉપર રેલવે ઓવરબ્રીજ બનાવવાના કામ માટે રૃા. 3964 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
રણમલ તળાવમાં ફૂડઝોનની શોપને પાંચ વર્ષ માટે ઓપરેટીંગ લીઝથી ભાડે આપવાના કામે અપસેટ પ્રાઈઝ નક્કી કરવાની કમિશનરની દરખાસ્ત અન્વયે અપસેટ પ્રાઈઝ દોઢ લાખના બદલે 1 લાખ કરવામાં આવી હતી. જુદી-જુદી જગ્યાએ ટેમ્પરરી ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થાના કામ માટે રૃા. પ લાખ 90 હજારનું ખર્ચ મંજુર કરાયું હતું.
મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનમાં એકસ આર્મીમેન ગાર્ડ, મહિલા ગાર્ડની સેવાની મુદ્દત તા. 1-9-ર3 થી 31-3-ર4 સુધી લંબાવવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી અને રૃા. 11 લાખ 68 હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.
સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂકની દરખાસ્ત અન્વયે ચાર કર્મચારીની મુદ્દત 11 માસ માટે લંબાવવામાં આવી હતી. સ્ટેઈજ-મંડપ માટે વાર્ષિક રૃા. 7.3પ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. રમાં આવડ પ્રો. સ્ટોર્સ, કે.પી.શાહ વાડીથી નંદનપાર્કને જોડતા મેઈન રોડ સુધી મુખ્ય રસ્તામાં હૈયાત નાના ડાયા મીટરની ગટરની લાઈન કાઢીને તેના સ્થળે મોટા ડાયા મીટરની ભૂગર્ભ ગટર પાઈપલાઈનના કામ માટે રૃા. 3પ લાખ 3પ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો. સ્ટોર્સ શાખા દ્વારા મહાનગરપાલિકાની જુદી જુદી શાખા માટે કોમ્પ્યુટર સ્ટેશનરી તથા ક્ધઝયુમેલ આઈટમ ખરીદવા માટે રૃા. 10 લાખનો ખર્ચને મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત લાખો રૃપિયાના ખર્ચાઓ ફકત જાણ માટે રજુ થયા હતાં.
આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજુ થઈ હતી. જેમાં ન્યુસન્સ અંગે વહીવટી ચાર્જ કોમર્શિયલ માટે રૃા. પ00 છે તેના બદલે 100 અને રહેણાંક વિસ્તારમાં રૃા. ર00 છે. તેના બદલે 100 એક માસ માટે વસુલવા અંગે સૂચના આપવામાં આવી હતી. જો એક માસમાં સ્વચ્છતા અંગેની અમલવારી કરવામાં નહીં આવે તો અગાઉ મંજુર કરેલ ચાર્જ વસુલવાનો રહેશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

Published

on

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

jamnagar

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

Published

on

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

jamnagar

ધો.11ના છાત્ર પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતાર્યો

Published

on

જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી નું ગઈકાલે અપહરણ થયું હતું આ અંગે તરૂૂણ નાં પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો હતો.દરમ્યાન આજે આ તરૂૂણ નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગળેટૂંપો આપી હત્યા નીપજાવાયા પછી મૃતદેહ ને સળગાવી નાખવામાં આવ્યો હતો. આખરે સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટી જવા પામ્યો છે. અને મૃતક નાં જ બે અંગત મિત્રોએ આ કૃત્ય આચર્યું હોવાથી પોલીસે બંને ની ધરપકડ કરી છે.
આ સનસનીખેજ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15 માં બ્લોક નંબર 302 માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના 17 વર્ષના પુત્ર હાર્દિક નું ગઇકાલે અપહરણ થયું હતું. 11 માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈ નો પુત્ર હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે પોલીસ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને માતા ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા ની ફરિયાદ નાં આધારે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.
બીજી તરફ આજે સવારે હાર્દિક નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ સુવરડા અને બે ભાઈ ડુંગર વિસ્તાર માથી મળી આવ્યો હતો. આથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી.અને તપાસ ને વેગ આપ્યો હતો.પોલીસ તપાસ મા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આકર્ષણ નાં કારણે તેના જ બે મિત્રો સુભમ નિલેશભાઈ પરમાર (24) અને ખુશાલ મનીષભાઈ બારડ (22) એ પ્રથમ અપહરણ કર્યું હતું.અને તેની ગળા ટુંપો આપી હત્યા નિપજાવી હતી.
ઉપરાંત તેને કોઈ પ્રવાહી વાળું ઇન્જેક્શન આપી તેના મૃતદેહ ને પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી છે. અને બંને આરોપીઓ ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી પોલીસે તે દિશા મા તપાસ નો ધમધમાટ શરૂૂ કરી બાઈક ઉપર હાર્દિક ને સાથે લઈ જનાર બંને ની પોલીસે ઓળખ મેળવી તેની શોધી કાઢ્યા હતા.અને બંને ને ઝડપી લેવાયા પછી પુછપરછમાં સમગ્ર બનાવ નો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.મૃતક હાર્દિક સાથે તેના બંને મિત્રો આકર્ષણ ધરાવતા હતા અને સૃષ્ટિ વિરૂૂદ્ધ નું કૃત્ય કરતા હોવાનું પણ અનુમાન લગાવાયું છે. ગઇકાલે પણ આ માટે જ હાર્દિક ને પોતાના બાઈક મા ઉપાડી ગયા હતા.જયાં આનાકાની થતા બંને મિત્રો એ જ હાર્દિક ને કોઈ ઈન્જેકશન આપ્યા પછી ગળાટુંપો આપી હત્યા નિપજાવી, પુરાવા નો નાશ કરવા માટે મૃતદેહ ને પેટ્રોલ છાંટી ને સળગાવી નાખ્યો હતો.
આખરે પોલીસે સમગ્ર બનાવ ઉપર થી પડદો ઊંચકી નાખી બંને આરોપીઓ ની ધરપકડ કરી છે.

Continue Reading

Trending