Connect with us

ગુજરાત

રાજકોટમાં 350 ક્ષત્રિય યુવાનોના ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના સોગંદ

Published

on

  • જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અઢારેય વરણને ભેગા રાખી દરેક યુવક પાંચ પાંચ મત ભાજપ વિરૂધ્ધ નખાવશે

રાજકોટ લોકસબાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલ આંદોલનમાં ગઈકાલે પ્રથમ તબક્કાની મંત્રણા પડી ભાંગ્યા બાદ સાંજે રાજકોટનાં આશાપુરા મંદિર ખાતે 350 જેટલા ક્ષત્રિય યુવાનોએ એકઠા થઈ જો રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરૂધ્ધ કચકચાવીને મતદાન કરાવવાનામાં આશાપુરાની હાજરીમાં સોગંદ ખાધા છે.
હું પ્રતિજ્ઞા લઉં છું કે, મા આશાપુરાના સાંનિધ્યમાં મા આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે, તેમના સ્વમાન માટે મારા સમાજે જે માગણી મૂકી છે, જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરૂૂદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે અઢારેય વરણના એવા પાંચ-પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરૂૂદ્ધ મતદાન આપવાના મા આશાપુરાના સમ ખાઉં છું, જય જય રાજપૂતાના…જય માતાજી…. આ શબ્દો છે રાજકોટમાં મા આશાપુરાના મંદિરે 350થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ શપથ લીધા તેના.

રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના ભાજપ પક્ષ માટે ખૂબ જ મોંઘુ સાબિત થયું છે. રૂૂપાલાના નિવેદન મામલે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી. ત્યારે ગત રાત્રે રાજકોટના આશાપુરા મંદિર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા. અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ 100 ટકા મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા.

રાજકોટના આશાપુરા મંદિર ખાતે આજે 350થી વધુ ક્ષત્રીય સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા હતા અને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરના ઉમેદવાર પુરુષોત્તમ રૂૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરી હતી. આ સાથે જ જો રૂૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરૂૂધ્ધ મતદાન કરવામા આવશે તેવા શપથ લેવામા આવ્યા હતા. રૂૂપાલાના નિવેદન અંગે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ અને સર્વાનુમતે રૂૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ચાલુ રખાઈ છે. ત્યારે ભાજપ સામેનો ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહ્યો છે.

રાજકોટ રાજપૂત કરણી સેનાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે શહેરના આશાપુરા મંદિર ખાતે આજે વોર્ડ નં 17 અને 18ના 350થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ વોર્ડ નં 18માં આવેલ મૉં આશાપુરાના મંદિર ખાતે એકત્ર થઈ જો પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ કચકચાવીને 100% મતદાન કરશે તેવા શપથ લીધા હતા અને ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામેનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ટાટા-ટેસ્લાએ હાથ મિલાવ્યા: ધાલેરામાં સેમિક્ધડક્ટર બનાવાશે

Published

on

By

  • એલન મસ્કની ભારત મુલાકાત પહેલાં અગત્યની જાહેરાત,ગુજરાતમાંથી ચિપ બનાવી સમગ્ર વિશ્ર્વમાં મોકલશે

એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાએ સેમિક્ધડક્ટર ચિપ્સ માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદા પર હસ્તાક્ષર કર્યા: અહેવાલએલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લાએ તેની વૈશ્વિક કામગીરી માટે સેમિક્ધડક્ટર ચિપ્સ મેળવવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદો કર્યો હોવાનું કહેવાય છે. આ પગલું સ્થાનિક આવક જનરેશન ઉપરાંત ભારતમાં ટેસ્લાના વધતા રસને દર્શાવે છે.

ETએ વિશિષ્ટપણે અહેવાલ આપ્યો હતો કે થોડા મહિનાઓ પહેલાં સમજદારીપૂર્વક અમલમાં મૂકાયેલો કરાર, ભારતમાં તેમની સેમિક્ધડક્ટર મૂલ્ય સાંકળના નિર્ણાયક સેગમેન્ટની સ્થાપના કરવા માંગતા ટોચના-સ્તરના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે ટાટા ઇલેક્ટ્રોનિક્સનું સ્થાન ધરાવે છે.

ટેસ્લા, એક અગ્રણી યુએસ-આધારિત ઇલેક્ટ્રિક વાહન કંપની, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ માર્કેટ, ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. ઇલોન મસ્ક આ મહિને તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. મસ્ક ભારતમાં સંભવિત રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેમાં ઊટ ઉત્પાદન સુવિધાઓ માટેની યોજનાઓ સામેલ છે. ટેસ્લા હાલમાં બજાર મૂલ્ય દ્વારા વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ કંપનીનું બિરુદ ધરાવે છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિક્ધડક્ટર એસોસિએશન  ના પ્રમુખ અશોક ચાંડકે નોંધ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને સબસિસ્ટમ્સ માટે સ્થાનિક સપ્લાયર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાના ટેસ્લાના પ્રયાસો તેની સપ્લાય ચેઈનને વૈવિધ્યીકરણ કરવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો કે, તેમણે ઓટોમોટિવ જેવા ઉદ્યોગોને ટેકો આપવા માટે સ્થાનિક સેમિક્ધડક્ટર સોર્સિંગ ઇકોસિસ્ટમમાં સુધારાની જરૂૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, જેને તેમની સપ્લાય ચેઇન્સમાં ઉચ્ચ મૂલ્ય વધારાની જરૂૂર છે.

ટેસ્લા ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે ભારતમાં અંદાજે 2-3 બિલિયનનું રોકાણ કરે તેવી ધારણા છે, જે દેશના પર્સનલ મોબિલિટી માર્કેટમાં ઊટતમાં વધી રહેલા રસને પ્રતિબિંબિત કરે છે.તાજેતરના પોલિસી એડજસ્ટમેન્ટે ઓટોમેકર્સને 35,000 ડોલર થી વધુ કિંમતની ઊટત આયાત કરવા માટે 15% ના ઘટાડેલા આયાત ડ્યુટી દરે સક્ષમ બનાવ્યા છે. જો કે, આ વિશેષાધિકાર ઓટોમેકર્સ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે ત્રણ વર્ષમાં 500 મિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. ટેસ્લા શરૂૂઆતમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોડલ્સને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે, જ્યારે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિક ઉત્પાદન પર પણ વિચારણા કરશે.
ટાટા ઈલેક્ટ્રોનિકસે તાજેતરના મહિનાઓમાં 50-60 ઉચ્ચ-સ્તરના પ્રવાસીઓની ભરતી કરીને તેના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેનો ઉદ્દેશ સેમિક્ધડક્ટર ટેક્નોલોજી, વ્યૂહાત્મક આયોજન અને તેના વ્યવસાયિક કામગીરીને વધારવા માટે ડિઝાઇનમાં તેમની કુશળતાનો લાભ લેવાનો છે.

કોવિડ-19 રોગચાળાને પગલે, ટેસ્લાએ નિર્ણાયક ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ ભાગો માટે ચીનની બહાર તેના ઘટકોના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કર્યું છે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં સારી રીતે સંકલિત સપ્લાય ચેઇન બનાવવા માટે વધુ વિસ્તરણની યોજના સાથે હોસુર (તામિલનાડુ), ધોલેરા (ગુજરાત) અને આસામમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં તેના બિઝનેસ ઓપરેશન્સમાં 14 બિલિયનનું રોકાણ કર્યું છે.

Continue Reading

Trending