Site icon Gujarat Mirror

રાજસ્થાનથી જામનગર આવતી બસ ટેન્કર સાથે અથડાતાં 3નાં મોત

 

બનાસકાંઠાના સુઈ ગામ નજીક સર્જાયેલો ગોઝારો અકસ્માત : 20 મુસાફરો ઘાયલ

રાજસ્થાનથી જામનગર આવતી ખાનગી ટ્રાવેલ્સની બસને બનાસકાંઠાના સુઈ ગામ નજીક સોનેથ ગામ પાસે અકસ્માત નડ્યો હતો ખાનગી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ડ્રાયવર-કંડક્ટર અને એક મુસાફરના મોત થયા હતાં જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થતાં તેમને 108 મારફતે ભાભર,થરાદ અને સુઈ ગામની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રોંગ સાઈડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ ટેન્કરના ટક્કરના કારણે પલ્ટી મારી ગઈ હતી. જેમાં ત્રણ મુસાફરોના મોત થયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેઈનની મદદથી ટેન્કર અને બસને રોડ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતાં. આ અકસ્માત બાદ બનાસકાંઠા નજીક રાજસ્થાન હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ રાજસ્થાનથી જામનગર તરફ આવતી ખાનગી લક્ઝરી બસ રાજસ્થાન તરફ જતી હતી ત્યારે સુઈ ગામના સોનેથ ગામ નજીક ભારતમાલા પાસે ટેન્કર નં. જીજે 39 ટી 4486નો ચાલક પુરપાટ ઝડપે રોંગ સાઈડથી આવતો હોય જેણે લક્ઝરી બસને ટક્કર મારતા આ ટક્કરમાં લક્ઝરીબસ રોડ ઉપર પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં ડ્રયવર-કંડક્ટર અને એક મુસાફરનું મોત થયું હતું જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થતાં તમામને 108 મારફતે સારવાર માટે ભાભર અને થરાદ તેમજ સુઈ ગામની સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ટેન્કરની ટક્કરથી લક્ઝરી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે રાજસ્થાન અને ગુજરાત વચ્ચેના હાઈવે પરનો ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ તેમજ હાઈવે પોલીસ અને સુઈ ગામના પીએસઆઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતાં. ક્રેઈનની મદદથી લક્ઝરી બસ અને ટેન્કરને દૂર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાયો હતો.

Exit mobile version