Connect with us

રાજકોટ

માતાના અવસાનની વિધિમાં ગયેલા મહિલાના મકાનમાંથી 3.12 લાખની ચોરી

Published

on

શહેરના ગોકુલધામ મેઇન રોડ પર આવેલી જલજીત સોસાયટીના બંધ મકાનને તસ્કરોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂૂ.3.12 લાખની ચોરી થયાની માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ, જલજીત સોસાયટી શેરી નંબર 5 માં રહેતા ભાવનાબેન ધનજીભાઈ સરવૈયા (ઉ.વ.45) નામના મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે પોતાના ઘરેથી જ ડેનીલ સિલેક્શન નામની લેડીસ તેમજ ચિલ્ડ્રન વેરની વસ્તુનું વેચાણ કરે છે તેમના પતિ પ્રદીપભાઈ ઝાલા સુરત તેમના માતાને ત્યાં રહે છે.તા.11 ના રોજ માતા રસીલાબેન (ઉ.વ.69) ની તબિયત બરાબર રહેતી ન હોય જેથી નાના ભાઈ અમૃતભાઈ તેમજ ભાભી રૂૂપલબેન કે જેઓ કોઠારીયા સોલ્વન્ટ રહે છે તેઓ બંનેને મદદ માટે મારા ઘરે બોલાવ્યા હતા.
જેથી તેઓ દાગીના લઈ ઘરે આવ્યા હતા અને આ ઘરેણાં ફાયનાન્સમાં મૂકી માતાની સારવાર કરાવી હોય જેથી મારા ઘરે ઘરેણાં મુક્યા હતા.
બાદમાં તા.13ના રોજ માતાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. જેથી અમે માતાની અંતિમ વિધિ માટે કોઠારીયા સોલ્વટ રહેતા મારા ભાઈ અમૃત ના ઘરે ગયા હતા ત્યારબાદ ત્યાંથી તારીખ 18 ના બપોરે હું તેમજ દીકરી પરત કામ સબબ આવ્યા હતા ત્યારબાદ ઘરે તાળું મારી પરત ભાઈના ઘરે જતા રહ્યા હતા.
બાદમાં તા.20ના રોજ રાત્રીના ઘરે આવ્યા ત્યારે તાળું જોવામાં આવ્યું નહીં અને અંદર જોતા અંદર કબાટમાં રહેલ ભાઈના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂૂ.30 હજાર જોવામાં આવ્યા નહીં જેથી કુલ રૂૂ.3.12 લાખની ચોરી થયાનું માલુમ પડ્યું હતું.આ મામલે ભાઈને જાણ કરી માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી..ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

Published

on

By

 

રાજ્યમાં દિવસે એન દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટમાં પૈસા પડાવવાની સાથે વ્યાજખોરોએ દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરોએ 17 વર્ષની બાળકીની છેડતી કરી હતી અને પરિવારના સભ્યોનું પણ અપહરણ કર્યું હતું.

મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 14 વર્ષની બાળકી પર વ્યાજખોરોએ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના કઈક આવી છે કે રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવાર પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં, આ પરિવારના ચાર સભ્યોનું વ્યાજખોરોએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 14 વર્ષની બાળકી પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ વ્યાજખોરોએ ખોટી રીતે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર તેના પરિવારની સામે જ બે વખત દુષ્કર્મની આચર્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી હકુભા ઘીયા, તેની પત્ની ખાતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખીયાણી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. આઈપીસીની કલમ 376(2) અને (3), 363, 365, 504, 506, 323, 114, પોક્સો એક્ટની કલમ-6, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણની ધરપકડ કરી છે.

 

Continue Reading

ક્રાઇમ

શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

Published

on

By

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

Continue Reading

ગુજરાત

રતનપર ગામે રહેતી સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવાનું કહી નીકળ્યા બાદ લાપતા

Published

on

By

શહેરીન ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતી 15 વર્ષિય સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સગીરાના પિતાને ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રતનપર ગામે જાળીયા રોડ પર રહેતી 15 વર્ષિય સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે તેની પુત્રી ઘરની બાજુમાં આવેલી દુકાને ફેર એન્ડ લવલી લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પરત નહીં આવતાં ફરિયાદીએ તેની પુત્રીને ફોન કર્યો હતો ત્યારે તેણે દુકાન વાળાના દિકરાને રમાડું છું તેમ કહેતા ફરિયાદી ઘર પાસે આવેલી દુકાને જોવા જતાં તેની દિકરી ત્યાં હતી નહીં જેથી તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હોય જેથી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધવાની હાઈકોર્ટની જોગવાઈ મુજબ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

Trending