Site icon Gujarat Mirror

ધોરાજીમાં લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

 

ધોરાજીનાં લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા અત્રેના જેતપુર રોડ જૂના બસ સ્ટેન્ડ ખાતે 25 મોં સમુહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેઉઆ પટેલ સમાજના 13 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં અને અને લેઉઆ પટેલ સમાજના દાતાશ્રીઓ અને અપાર સહયોગ થી આ સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં નિશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને લેઉઆ પટેલ સમાજને મહાનુભાવો આગેવાનો અને કાર્યકરો તથા ધોરાજી લેઉઆ પટેલ જાગૃતિ મંડળ ના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ પટેલ દાતાઓ ઓ અને નવ દંપતીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું .

નરેશ ભાઈ પટેલ (ખોડલધામ ટ્રસ્ટ કાગવડ) અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથાં લેઉઆ પટેલ સમાજ નાં મોભીશ્રી ઓ એ આ નવ દંપતીઓ ને આર્શીવાદ પાઠવીને દાંપત્ય લગ્નજીવનની શુભકામના પાઠવેલ હતી.
આ તકે ખોડલધામ ના ચેરમેન શભાઈ પટેલ એ સમૂહલગ્ન સમિતિ ને ભગીરથ કાર્ય કરવા બદલ સમ્રગ ટીમ ને શુભકામના પાઠવેલ હતી.

આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા પ્રવીણભાઈ સુદાણિ જેન્તીભાઈ વઘાસીયા, નરશીભાઈ પાઘડાર, વિઠ્ઠલભાઈ બાબરીયાડ કે અંટાળા, મનસુખભાઈ વઘાસીયા, રસિકભાઈ વૈષ્ણવ, અરજણભાઈ જાગાણિ, રાજેશભાઈ હિરપરા, જેસુખભાઈ કોયાણિ, ખીમજીભાઈ પાદરીયા દ્વારા જહેમત ઉઠાવી હતી.

Exit mobile version