સુત્રાપાડા બંદર નજીકથી 250 કિલો અનાજનો જથ્થો ઝડપાયો

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

જેમાં ચોખા 150 કિલોગ્રામ, ઘઉં 100 કિલોગ્રામ તથા બાલભોગના પેકેટ નંગ-20 મળી આવતાં છકડો તથા અનાજનો જથ્થો જેની કુલ કિંમત રૂૂપિયા 56,850/- નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથને રિપોર્ટ કરવામાં આવેલ છે.