Connect with us

Rajkot

25મીએ રાહુલનો રાજકોટમાં રોડ-શો

Published

on

26-27મીએ પ્રિયંકા ગાંધીનો જૂનાગઢ અને સોમનાથમાં રોડ-શો, જાહેરસભા ગજવશે

પ્રથમ તબકકાના ચૂંટણી પ્રચારનો ફુંકશે શંખનાદ: અચાનક રાજકીય ગરમાવો

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ ઉમેદવારોને જીતાડવા માટે એક્શન મોડમાં આવી છે. આગામી તા.25ના રોજ રાહુલ ગાંધી રાજકોટમાં તો તા.26 અને 27ના રોજ પ્રિયંકા ગાંધી જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં રોડ-શો અને જનસભાને સંબોધીને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ ફુંકશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરશે.
કોંગ્રેસે અત્યાર સુધીમાં 89 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને આજે બપોરે પક્ષની સૌરાષ્ટ્રની બાકી રહેલી બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરશે અને કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને સોમવારે ઉમેદવારીના અંતિમ દિવસે પણ કોંગ્રેસના બાકી રહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 89 બેઠકોના ઉમેદવારી પૂર્ણ કરશે અને તા. 18ના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ કોંગ્રેસ પક્ષના પ્રચારનો પ્રારંભ થશે તેવા સંકેત છે અને એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
જેમાં હાલ ભારત જોડો યાત્રા અંતર્ગત મહારાષ્ટ્રના પ્રવાસે છે અને તેઓ આ યાત્રા કાશ્મીર સુધી ચાલશે પરંતુ રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી રાજ્યથી દૂર રહ્યા છે હવે તેઓ પ્રચારના મહત્વના તબક્કે ગુજરાતમાં આવશે તેવા સંકેત છે અને તા. 25ના રોજ રાજકોટમાં તેમનો રોડ-શો અને અન્ય આયોજનો થઇ રહ્યા છે તો તા. 26 અને 27ના રોજ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પ્રચાર કરશે. અને આ રીતે કોંગ્રેસના પ્રચારમાં વેગ આવશે.

Advertisement

Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ