Connect with us

અમરેલી

સાવરકુંડલા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતાં 24 ગાયોનાં મોત

Published

on

બનાવનાં પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોતની અરેરાટીજનક ઘટના નીપજી છે. મહત્વનું છે કે વનવિભાગ દ્વારા ગાયોના મૃતદેહ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઘટના સાવરકુંડલાના બાઢડા નજીક બનવા પામી હતી. જેમાં મહુવા-સુરતની પેસેન્જર ટ્રેનના અડફેટે આવતા 24 ગાયો કપાઈ મરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમો આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂૂ કરી દીધી હતી. બનાવની વિગતો પ્રમાણે આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સુરતથી સાવરકુંડલા આવતી વેળાએ મહુવા – સુરત પેસેન્જર ટ્રેનના ટ્રેક પર ગાયો અડફેટે આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ મામલે વનવિભાગની ટીમોએ આવીને કામગીરીને સંભાળી લીધી હતી અને રેલવે ટ્રેક પરથી ગાયોના મૃતદેહોને દૂર કરી રેલવે વ્યવહારને પુનર્વત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જીવદયાપ્રેમીઓમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેના ડ્રાઈવર દ્વારા આ ઘટનામાં ઈમરજન્સી બ્રેક પણ મારવામાં આવી હતી તેમ છતાં આ અકસ્માત સર્જાયો હતો.માહિતી પ્રમાણે આખો રેલવે ટ્રેક ગાયોના લોહીથી લથપથ હતો. નોંધનીય છે કે આ અગાઉ પણ આ ટ્રેક પર અડફેટે આવી જવાથી સિંહોના કપાઈ જવાની ઘટના બની હતી, અને આ વખતે ગાયો કપાઈ ગઈ છે. આ ઘટનાને લઈ જીવદયાપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપ્ત થઈ ગઈ છે.

અમરેલી

જેનીબેન ઠુંમર ટે્રક્ટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા

Published

on

By

અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શક્તિ પ્રદશન માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યાં હતા. જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા જાહેર સભા યોજી હતી. ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પાલ આંબલીયા, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, પુંજા ભાઈ વંશ, વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રાજમાર્ગો ઉપર જેની ઠુમ્મર ટ્રેકટર ચલાવીને વિશાળ રેલી સાથે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ટ્રેકટરની આગળ પરેશ ધાનાણી ગોઠવાઇ ગયા હતા.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

અમરેલી

લીલિયાના કુતાણા ગામે પતિના હાથે પત્નીની હત્યા: ચકચાર

Published

on

By

અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે ભાગ્યું રાખી મજૂરી કરતા જેસરના કાનજીભાઈ સોલંકી અને તેમના પત્ની તથા બાળકો રહેતા હતા ગત રાત્રે પતિ કાનજી તથા પત્ની મંજુલા વચ્ચે આગલા ઘરના છોકરાને પૈસા આપવા બાબતે ઝઘડો થતાં જે હત્યા સુધી પહોંચી ગયો હતો અને બોથળ પદાર્થ વડે કાનજીએ તેની પત્ની મંજુલાની હત્યા કરી નાખી હતી. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવવાનું સર સાવરકુંડલાના જેસર ગામના પરિવાર કુટાણા ખાતે વાડીએ ભાગ્યું રાખી મજૂરી કરતો હતો આ કેસની તપાસ લીલીયા પીએસઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.બેકારી બેરોજગારી જેવા પ્રશ્નોના કારણે અમરેલી જિલ્લામાં તકરાર તથા આત્મહત્યના કેસ વધી રહ્યા છે.

Continue Reading

Trending