જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ કેશવજીભાઈ ચોટલીયા ની 23 વર્ષ ની અપરણિત યુવતિ રુચિતાબેન ચોટલીયા કે જે ગત નવમી તારીખે પોતાના ઘેરથી કપડાનું ફીટીંગ કરવા માટે ધ્રોળ જવું છું, તેમ કહીને ઘેરથી નીકળી હતી, અને ધ્રોલ પહોંચી હતી.
ત્યારબાદ તેણી એકાએક લાપતા બની ગઈ હતી, અને પોતાના ઘેર પરત ફરી ન હતી. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેણીના તમામ સગા સબંધીઓ વગેરેને ત્યાં શોધખોળ કરી લેવામાં આવી હતી, પરંતુ રુચિતાબેનનો કોઈ પત્તો સાંપડ્યો નહતો.
આથી પિતા દિનેશભાઈ ચોટલીયા દ્વારા ધ્રોળ પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને પોતાની પુત્રી ગુમ થઈ ગઈ હોવાની જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.પી. વઘોરા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

