ગુજરાત

જૂનાગઢ ઇતિહાસમાં પ્રથમવાર સોરઠ પબ્લિક સ્કૂલને 22.78 કરોડની નોટિસ

Published

on


જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં દબાણ મુદ્દે પ્રથમ વાર કરોડો રૂૂપિયા વસુલવા નોટિસ અપાઇ છે.આ નોટિસ સોરઠ પબ્લીક સ્કૂલને અપાઇ છે.મનપાની માલિકીની જગ્યામાં દબાણ કરતા નોટીસ ફટકારાઇ છે.આમાં 40 ટકા માર્જીન છોડવાની જગ્યામાં બસ પાર્કિંગ બનાવી દીધું હોય સોરઠ પબ્લીક સ્કૂલને મનપાએ 22.78 કરોડ રૂૂપિયા ભરવા નોટિસ આપી છે. ટીપી રિઝર્વેશન પ્લોટમાં બાંધકામ કરી દબાણ કરવા બદલ 22.78 કરોડની ભરપાઇ કરવા નોટિસ અપાઇ છે.


જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ઝાંઝરડા ગામમાં સર્વે નંબર 87 પૈકીની જમીનનું બિનખેતી થયેલ હતું.
જેથી આ જમીન મનપાને ટીપી રિઝર્વેશન પ્લોટ તથા જાહેર રસ્તો સર્વે નંબર 87 પૈકીમાં મળેલ છે. દરમિયાન સ્થળ પર ચકાસણી કરતાં જાણવા મળ્યું કે, મનપાની પૂર્વ મંજૂરી વગર સુચિત ટીપી રિઝર્વેશન પ્લોટમાં સોરઠ પબ્લિક સ્કૂલ દ્વારા બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે.આ દબાણ અન્વયે મનપાના બજેટમાં કરેલ જોગવાઈ આધીન ભાડું વસુલવા નક્કી કરાયું હતું.


આમાં પ્રતિદિનના રૂૂા. 3,40,236 લેખે 1 એપ્રિલ 2023થી 20 ઓકટોબર 2024 સુધીના કુલ રૂૂા.19,30,83,930 થતા હતા. જ્યારે સરકારના જીએસટીના રૂૂા. 3,47,55,108 થતા હતા.આમ કુલ મળી 22,78,39,038 ભરપાઇ કરવા નોટિસ ઇશ્યુ કરાઇ છે.જો આ રકમ મુદત પૂર્ણ થયા સુધીમાં ભરપાઇ નહિ કરે તો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ તળે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી મનપા દ્વારા આ ગેર-કાયદેસર દબાણ દૂર કરાશે. એટલું જ નહિ તેનો તમામ ખર્ચ સોરઠ પબ્લિક સ્કૂલ પાસેથી વસુલવામાં આવશે. આ નોટિસ કમિશનર ડો.ઓમ પ્રકાશના આદેશ અન્વયે ડીએમસી એ.એસ. ઝાપડાની સુચનાથી આસિસ્ટન્ટ કમિશનર(ટેક્સ) કે.જી.ટોલીયા દ્વારા ફટકારવામાં આવેલ છે. આસિસ્ટન્સ ટેક્ષ કમિશનર કલ્પેશભાઇ ટોલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત દબાણ મામલે 22.78 કરોડ વસુલવા નોટિસ ઇશ્યુ કરાઇ છે. આ રકમ નિયત સમય મર્યાદામાં નહિ ભરે તો હાઉસ ટેક્ષની રકમમાં એડ કરીને બીલ મોકલવામાં આવશે.

સાત દિવસમાં રક્મ નહીં ભરે તો બિલ્ડિંગ સીલ કરાશે: કમિશનર
જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, 22.78 કરોડનું લેણું વસુલવા માટે 7 દિવસની મુદ્દત સાથેની નોટિસ ઇશ્યુ કરાઇ છે.જો રકમની ભરપાઇ નહિ કરે તો બિલ્ડીંગ સીલ સુધીની કાર્યવાહી થઇ શકે છે, રેવન્યુ રિકવર થઇ શકે છે, પરમેનેન્ટ લેણું ઉભું થઇ શકે છે. આમ, જીપીએમસી એક્ટ મુજબ તેમજ સરકારના કાયદા મુજબ કાર્યવાહી કરવા માટેના અનેક ઓપ્શન છે.જો મનપા મંજૂરી આપે તો પ્રતિ સ્ક્વેર ફૂટનો પ્રતિદિનના ભાડાનો ભાવ 12 રૂૂપિયા છે. જ્યારે સોરઠ પબ્લીક સ્કૂલ દ્વારા તો મનપાની મંજૂરી વિના બાંધકામ કરી દબાણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version