Connect with us

ગુજરાત

અમૃતકાળમાં ગુજરાતમાં છાત્રોના આપઘાતમાં 21 ટકાનો વધારો

Published

on

  • જાને કોન સી એસી વજાહ હૈ જો જિંદગી ઉજ્જાડ રહી હૈ? મોત તો કભી ઇતની સસ્તી નહીં થી !
  • ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9 લાખ લોકોએ જિંદગી ટૂંકાવી : રાજ્યમાં ત્રણ વર્ષમાં 25,478માંથી 6879 વિદ્યાર્થીઓની આત્મહત્યા : રાજકોટમાં 1287 છાત્રોનો આપઘાત

વર્તમાન સમયમાં જીંદગીની કિંમત સાવ ઘટી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે લોકો પોતાની સહનશક્તિ ગુમાવી રહ્યા છે અને ધીરજ તૂટી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં આપઘાતની ઘટનાઓ છાશવારે બની રહી છે અને તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ત્યારબાદ બેરોજગરો, ગૃહિણીઓ અને વેપારીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ જ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં 21 ટકા જેટલો ચિંતાજનક વધારો થયો છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9 લાખથી વધારે લોકોએ જીંદગી ટૂંકાવી છે. રાજકોટમાં 1200થી વધરે છાત્રોએ આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. હાલ દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે આ અમૃતકાળમાં આત્મદાર સૌથી ભયંકર મુદ્દો ઉભરીને સામે આવ્યો છે. અચ્છે દિન, ખેડૂતોની આવક બમણી, દર વર્ષે બે કરોડ રોજગાર, મોંઘવારીના મારથી મુક્તિ મળશે, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ અમૃતકાળ છે?
તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે.

વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ 407 થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.

ગુજરાતાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 6879 વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યામાંની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાઓ ચિંતાજનક છે.

ભાજપ સરકાર જરૂૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. વર્ષ 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર 2017માં 1,29,887, વર્ષ 2018માં 1,34,516, વર્ષ 2019માં 1,39, 123, વર્ષ 2020માં 1,53,052, વર્ષ 2021માં 1,64,033, વર્ષ 2022માં 1,71,924 લોકોએ એમ કુલ 9,92,535 લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે.

વર્ષ – આત્મહત્યાની સંખ્યા
2017-  1,29,887
2018 – 1,34,516
2019-  1,39, 123
2020-  1,53,052
2021 – 1,64,033
2022-  1,71,924
કુલ 9,92,535

ગુજરાત

શક્તિ પ્રદર્શન સાથે ભાજપના મનસુખ માંડવિયા સહિત છ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Published

on

By

  • અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વલસાડ ધવલ પટેલ અને ભરૂચમાં મનસુખ વસાવાએ લોકસભા માટે તથા પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા માટે ફોર્મ ભર્યા

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને પેટા ચૂંટણી હેઠળની વિધાનસભા બેઠકો પર સત્તાવાર ઉમેદવારો સામેના વાંધા, વિરોધો, નારાજગીને હાલ પૂરતી કોરાણે મૂકી સોમવારથી અલગ અલગ બેઠકો પર સભાઓ, રોડ શોના માધ્યમથી વિશાળ શક્તિપ્રદર્શનનો ચાર દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શક્તિપ્રદર્શનની સાથે જુદા જુદા ઉમેદવારો બુધવારને બાદ કરતાં સોમવારથી શુક્રવાર વચ્ચેના ચાર દિવસમાં ઉમેદવારી પત્રો ભરનાર છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનુ છે. ભાજપે આ તમામ બેઠકો પર બુથ અને પેજ કમિટીના સ્તરથી લઇને મંડલ સ્તરની સભાઓ થકી પ્રચારની શરૂૂઆત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુદી જુદી 26 લોકસભા બેઠકોના બુથ પ્રમુખોના સંમેલનો, મતદાર સંપર્ક અભિયાનોમાં હાજરી આપી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. હવે સોમવારથી આ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે અને એની સાથે રોડ શો તથા જાહેરસભાઓ યોજનાર છે. એમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 18મીએ ગ્રાન્ડ રોડ શો યોજી પ્રથમ વખત પોતાનો પ્રચાર કરશે. એમની સાથે મુખ્યમંત્રી સામેલ થશે. જ્યારે 19મીએ ફોર્મ ભરશે ત્યારે મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ પણ જોડાશે. 18મીએ નવસારીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સભા યોજી ફોર્મ ભરશે. જામનગરના ઉમેદવાર પૂનમ માડમ 18મીએ રોડ શો યોજી 19મીએ ફોર્મ ભરવાના છે. રામનવમીની જાહેર રજાને બાદ કરતાં સોમવારથી શુક્રવારના ચાર દિવસમાં મુખ્યમંત્રી ગાંધીનગર ઉપરાંત આણંદ, નવસારી ખાતે ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ગાંધીનગર ઉપરાંત કચ્છ, પોરબંદર, સુરત ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભાવનગર ખાતે હાજર રહેશે.

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા છોટાઉદેપુર તથા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બનાસકાંઠા ખાતે હાજર રહેશે તેમ ભાજપે જાહેર કર્યું છે. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધને લીધે અન્ય કોઇ લોકસભા કે વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઇ નથી.આજે લોકસભા: અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ રોડ શો યોજી ફોર્મ ભરવા જશે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, પોરબંદર મનસુખ માંડવિયા, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વલસાડ ધવલ પટેલ, ભરૂૂચ મનસુખ વસાવા જયારે વિધાનસભામાં પોરબંદર ખાતે અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભર્યા હતા.18મીએ લોકસભા: નવસારી સી.આર. પાટીલ, અમરેલી ભરત સુતરીયા વિધાનસભામાં ખંભાત ચિરાગ પટેલ, માણાવદર અરવિંદ લાડાણી ફોર્મ ભરશે.

કાલે કોણ ભરશે

લોકસભામાં કચ્છ વિનોદ ચાવડા, બનાસકાંઠા ડો. રેખા ચૌધરી, પાટણ ભરતસિંહ ડાભી, મહેસાણા હરિભાઇ પટેલ, સાબરકાંઠા શોભના બારૈયા, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પરશોત્તમ રૂૂપાલા, જૂનાગઢ રાજેશ ચૂડાસમા, ભાવનગર નીમુબેન બંભાણીયા, આણંદ મિતેશ પટેલ, ખેડા દેઉસિંહ ચૌહાણા, દાહોદ જશવંતસિંહ ભાભોર, વડોદરા હેમાંગ જોશી, છોટાઉદેપુર જશુ રાઠવા, બારડોલી પ્રભુ વસાવા, સુરત મુકેશ દલાલ વિધાનસભા: વિજાપુર સી.જે. ચાવડા કાલે ફોર્મ ભરશે.

Continue Reading

ગુજરાત

રાજકોટને જોડતા હાઈવે પર અનેક સ્થળે ક્ષત્રિયો માટે ભોજન વ્યવસ્થા કરાઈ

Published

on

By

  • અનેક ટોલનાકા પર વાહનોને ટોલમાંથી મુક્તિ આપી

રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જન સૈલાબ ઉમટી પડયો હતો. લોકસભાના ઉમેદવારને હટાવવાની માંગ સાથે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં લાખો લોકો ઉમટી પડયા હોવા છતાં કોઈ જાતની અવ્યવસ્થા કે અંધાધુંધી સર્જાઈ નહોતી એટલું જ નહીં પરંતુ રાજ્યના ધોરીમાર્ગ પર આવેલા અડધો ડઝનથી વધુ હોટલોમાં મહારેલીમાં ઉપસ્થિત લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય સમાજનાં અસ્મિતા મહાસંમેલનમાં ખરા બપોરે ધોમધખતા તાપમાં રાજ્યના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં લોકો ઉમટી પડયા હતાં ત્યારે રાજપૂત સમાજનાં આ આંદોલનમાં અસંખ્ય લોકોએ પોતાની યથા શક્તિ પ્રમાણે મદદ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર હાઈ-વે, ભાવનગર હાઈ-વે, ખેરવી હાઈવે, માળીયા મીયાણા, જામનગર હાઈ-વે પર અનેક સ્થળોએ ક્ષત્રિય સમાજની મહારેલીમાં ઉપસ્થિત રહેલા લોકોની ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ ટોલનાકાનો કોન્ટ્રાકટ ધરાવતાં અનેક ક્ષત્રિય આગેવાનોએ પોતાની શકિાત મુજબ મહારેલીમાં આવતી જતી લકઝરી બસ, ફોર વ્હીલ વાહનોના ટોલ પણ માફ કરી દીધા હતાં.

Continue Reading

ગુજરાત

ચૂંટણી માહોલ વચ્ચે હવામાન પલટો: ગુજરાતમાં આંધી સાથે માવઠું

Published

on

By

  • ઉત્તર ગુજરાત, કચ્છ, ભાવનગર, દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષો ઉખડી પડયા

દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે મતદારોનો મિજાજ જોવા મોદી-ભાજપ તરફી હવામાનમાં પલ્ટો આવે તેવી શક્યતા નથી પણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અને હજુ આગામી 48 કલાક સુધી માવઠાનું વાતાવરણ રહે તેવી આગાહી છે.
ગઈકાલે ગુજરાતના અમદાવાદ, અરવલ્લી, બોટાદ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, અહીં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજાર અને ભૂજ તાલુકામાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે પવન ફૂંકાવાના પગલે અંજારમાં વીડી ચાર રસ્તા નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતુ.

આવી જ રીતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પણ ભારે પવન સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. અવારનવાર માવઠાના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ભિલોડા અને શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે જીરું, વરિયાળી અને પપૈયાના પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ, આંબલા, અમરગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠુ પડતાં ઉનાળું પાકમાં નુક્સાનની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના એસજી હાઈવે, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા શરૂૂ થઈ ગયા હતા. અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને તોફાની પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ ફરિયાદો મળી છે.

દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. ભાણવડ પંથકમાં મીની વાવાઝોડો ફૂંકાયું હતુ. પંથકના ગુંદા, ખોખરી અને ભાણ ખોખરી તેમજ રોજીવાદા ગામમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જ્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથક તેમજ મોરબી પંથકમાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ ધીમી ધારે વરસાદ શરૂૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજીતરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેમા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકામાં વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં વરસાદ પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પણ આગામી કલાકોમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ અનેક રાજ્યોમાં 15મી સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 15 એપ્રિલે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. દેશની હવામાન પ્રવૃત્તિઓ હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં અને ઈરાનની નજીકમાં દરિયાઈ સપાટીથી 3.1 થી 12.6 કિલોમીટર ઉપર સ્થિત છે. તે જ સમયે, ભારતીય લો પ્રેશર એરિયા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો અને સંબંધિત ચક્રવાત પરિભ્રમણ પર સ્થિત છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ ઉપરાંત, પૂર્વ-પશ્ચિમ ઘાટ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પરના નીચા દબાણના ક્ષેત્ર સાથે સંકળાયેલા ચક્રવાતથી લઈને પૂર્વી ઝારખંડથી દક્ષિણ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહાર સુધી, સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. કોમોરિન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તે જ સમયે, કોમોરિન વિસ્તાર પર ઉપરોક્ત ચક્રવાત પરિભ્રમણથી કોંકણ અને ગોવા થઈને કેરળ અને આંતરિક કર્ણાટક સુધી એક ચાટ/વિક્ષેપ વિસ્તરી રહ્યો છે. આસામ ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.

Continue Reading

Trending