Connect with us

ગુજરાત

રાજકોટના સરકારી કોન્ટ્રાકટર સાથે ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા 21 લાખની ઠગાઈ

Published

on


રાજકોટનાં રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર શ્યામજી ટાઉનશીપમાં રહેતા અને સરકારી કોન્ટ્રાકટ રાખતાં દંપતિ સાથે અમદાવાદના ફિલ્મ પ્રોડયુસરે સરકારમાં ફુડ પેકેટ મોકલવાના કોન્ટ્રાકટમાં રૂપિયા મળશે તેવી લાલચ આપી રૂા.21.42 લાખની નુકસાની કરાવતાં અને કોન્ટ્રાકટ ચાલુ નહીં થતાં આ મામલે સરકારી કોન્ટ્રાકટર મહિલાએ રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફિલ્મ પ્રોડયુસર સામે ફરિયાદ નોંધાવી છે. આ ફિલ્મ પ્રોડયુસર હાલ છેતરપીંડી કેસમાં ભૂજ જેલમાં હોય તેનો રાજકોટ પોલીસ આગામી દિવસોમાં જેલમાંથી કબજો લેશે.


મળતી વિગતો મુજબ, રાજકોટના રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા અને અલગ અલગ સરકારી કોન્ટ્રાકટનું કામ કરતાં ભદંત મનોહરભાઈ બુચ અને તેમના પત્ની શિતલબેન ભદંતભાઈ બુચ બન્ને છેલ્લા ઘણા વખતથી રાજકોટ તેમજ ગુજરાતમાં અલગ અલગ સરકારી કામોના કોન્ટ્રાકટ રાખે છેે. તેમનો પરિચય અમદાવાદના ફિલ્મ પ્રોડયુસર અમદાવાદમાં વાસણામાં જયદીપ ટાવર ધરણીધરમાં રહેતા હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈદ સાથે થયો હતો અમદાવાદ મહાનગરપાલિકા તેમજ અલગ અલગ શહેરના પોલીસ મથકમાં તેમજ સરકારી લેબોરેટરીમાં ફુડ પેકેટ મોકલવા માટેનો ઓર્ડર અપાવવાના લાલચ ફિલ્મ પ્રોડયુસર હિરેને રાજકોટના આ દંપતિનો સંપર્ક કર્યો હતો. વર્ષ 2019માં શિતલબેને પી.ડી.યુ.મેડીકલ કોલેજ ખાતે કેન્ટીન રાખી હોય તે સમયે રાજકોટનાં એમ.જે.સોલંકીમાં એચ.આર.તરીકે નોકરી કરતાં રેખાબેન પટેલ મારફતે હિરેન વૈદનો સંપર્ક થયા બાદ કોન્ટ્રાકટ માટે વાતચીત કરી હતી.


હિરેને રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને ચોટીલા સહિતના અલગ અલગ શહેરોમાં બે વર્ષ માટે ફુડ પેકેટ મોકલવાનો કોન્ટ્રાકટની લાલચ આપી એક ડીસના રૂા.90 લેખે કોન્ટ્રાકટ નક્કી કર્યો હતો અને અમદાવાદ સ્થિત તેની ઓફિસે શિતલબેન સાથે લખાણ કરી કોન્ટ્રાકટ શરૂ કરવાની વાત કરી હતી. જેમાં કંપનીના ખાતામાં હિરેનના કહેવાથી અલગ અલગ ખાતામાં રૂા.14.21 લાખ ડીપોઝીટ ચુકવી હતી. તેમજ આ કોન્ટ્રાકટ શરૂ કરતાં પહેલા એડવાન્સ પેટે રૂા.10.50 લાખના ચેક ‘ધ રીલ એન્ટરટેઈનમેન્ટ અને હિપસ્ટર મીડિયા’ના નામે આપ્યા હતાં.


શિતલબેન અને તેમના પતિ ભદંતભાઈ બુચે આ કોન્ટ્રાકટ શરૂ થાય તે પૂર્વે જ આઠ અલગ અલગ સેન્ટરો ભાડે રાખી ફુડ પેકેટ તૈયાર કરવા માટે માણસોને પણ નોકરીએ રાખી લીધી હતાં અને કરિયાણુ પણ ખરીદી લીધું હતું. આમ કુલ 21.42 લાખનો ખર્ચ થયો હતો. આ કોન્ટ્રાકટ શરૂ કરવા માટે દંપતિએ હિરેનનો સંપર્ક કર્યો પરંતુ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને ઓફિસ જઈને તપાસ કરતાં આ ફિલ્મ પ્રોડયુસર હિરેન વૈદ તેના મિત્ર સાથે કરેલી છેતરપીંડીના ગુનામાં હાલ ભુજ જેલમાં હોવાનું માલુમ પડતાં આ મામલે હિરેનના મામાનો સંપર્ક કર્યો હતો અને આ સરકારી કોન્ટ્રાકટર દંપતિને રકમ ચુકવી દેવાનો વાયદો કર્યો હતો પરંતુ આ રકમ તેમને પરત નહીં મળતાં અંતે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ફિલ્મ પ્રોડયુસર હિરેન વૈદનો હવે ભુજ જેલમાંથી કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

Published

on

By

શહેરમાં જાહેરમાં મારા મારી અને મકાન પર પથ્થરમારો કે સોડા-બોટલના ઘા કરવા અંગે વિડીયો અગાઉ સોશ્યલ મિડીયામાં થયા હતા. ત્યારે રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા રામેશ્ર્વર પાર્કમાં મોડી રાત્રે સવા બારેક વાગ્યે બે બાઇકમાં ડબ્લ સવારીમાં નીકળેલા ચાર શખ્સોેએ રામેશ્ર્વર પાર્કમાં આતંક મચાવ્યો હતો અને સુમસામ ગલીઓમાં પૂર ઝડપે વહાનો ચલાવી એક મકાન પર સોડા-બોટલના ઘા કરી નુકશાન ર્ક્યુ હતું.
સોડા-બોટલના ઘાનો અવાજ આવતા મકાન માલીક તુરંત જાગી ગયા હતા.

જો કે, તેવામાં ટોળકીના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ થતા ભક્તિનગર પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે. તેમજ લુખ્ખા તત્વોએ મોડી રાત્રે મકાન પર સોડા-બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેક્યો હતો.

Continue Reading

ગુજરાત

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

Published

on

By

નવાગામ વિસ્તારમાં આવેલા દેવનગરના ઢોરે રહેતા ભારતીબેન ઉર્ફે બબીબેન દિલીપભાઈ બાહુકીયા નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘર પાસે તળાવના કાંઠે કપડાં ધોતા હતા ત્યારે અકસ્માતે તળાવમાં પટકાયા હતા. પ્રોઢાને તાત્કાલિક બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મતગકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાના પતિ દિલીપભાઈ બાહુકીયાનું પણ દસ વર્ષ પહેલા ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

Published

on

By

શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે રહેતો પરપ્રાંતિય શ્રમિક યુવાન કારખાનામાં બુધવારની રજા હોવાથી આંટો મારવા નીકળ્યો હતો અને બાબરીયા કોલોની પાસે ચાલીને ચા પીવા હોટલે જતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.


જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારનો વતની અને હાલ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો સુરજીત રામલખન પંડીત (ઉ.39) નામનો યુવાન આજે બુધવાર હોવાથી કારખાનામાં રજા હોય જેથી આંટો મારવા માટે ગામમાં નીકળ્યો હતો. દરમિયાન બાબરીયા કોલોની શેરી નં.1માંથી ચાલીને હોટલે ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુરજીત બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


જ્યારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.24માં રહેતા શૈલેષભાઈ ગીગાભાઈ વાડોદરા (ઉ.45) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શૈલેષભાઈ બે ભાઈ બે બહેનમાં નાના અને છુટક મજુરી કામ કરતાં હોવાનું તથા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading
ક્રાઇમ17 seconds ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત3 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત6 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત8 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત11 mins ago

બોટાદના જનડા ગામે ડિમોલિશન દરમિયાન મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ

ગુજરાત13 mins ago

રેવન્યુ ટ્રિબ્યૂનલના ચેરમેનને દૂર કરવા હાઇકોર્ટનો હુકમ

ગુજરાત15 mins ago

હોર્ડિંગ્સ સાઈટમાં ગોટાળાની આશંકા: દરખાસ્ત પેન્ડિંગ

મનોરંજન49 mins ago

TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી

રાષ્ટ્રીય1 hour ago

VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ

રાષ્ટ્રીય2 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

Trending