Connect with us

rajkot

ઉપલેટા પંથકના પોક્સોના આરોપીને 20 વર્ષની જેલ

Published

on

ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ અલી હુસેન મોહી બુલ્લા શેખએ આજરોજ ચુકાદો આપી અને આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથા સોલંકીને 20 વર્ષની સજા ફટકારેલ છે તથા દંડનો હુકમ કરેલ છે. જ્યારે અન્ય તોહમતદાર મુસ્તફા ઉંમરને શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે.
બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર તરફથી એવી ફરિયાદ કરવામાં આવેલી હતી કે તેમના સગા મુસ્તફા ઉંમર તેમની સગીર અવસ્થાનો લાભ લઇ અને શરીર સંબંધ બાંધતા હતા તથા આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથા સોલંકીએ ભોગ બનનારના ઘરના વડીલો તા. 27/4/2021 ના કામે ગયેલા હતા પાછળથી ભોગ બનનારને અપહરણ કરી અને જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા હતા. અગાઉ આ મહેશ ઉર્ફે વિશાલએ ભોગ બનનારને એક મોબાઈલ ફોન પણ આપેલો હતો જે બાબતે તે ફોન પકડાઈ જતા ભોગ બનનારના પરિવારજનોએ ઠપકો આપેલો હતો અને આ સંજોગો હોવા છતાં ભોગ બનનારને બદકામના ઇરાદે આરોપી મહેશ ભગાડી ગયો હતો. આ વખતે ભોગ બનનારની ઉંમર 17 વર્ષ ત્રણ માસ 24 દિવસ હતી. અને ભોગ બનનારના પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ ચાર મહિના સુધી ભોગ બનનાર ન મળી આવતા પોલીસમાં ફરિયાદ આપેલી. ત્યારબાદ આ ગુનાની તપાસ તત્કાલીન સીપીઆઈ કે. કે. જાડેજા કરતા હતા. અને ભોગ બનનારને શોધી કાઢેલ ત્યારબાદ ભોગ બનનારની શારીરિક તપાસણી કરાવતા તે ગર્ભવતી હોવાનું ધ્યાનમાં આવેલું. જે ગર્ભના નમુનાઓ લેવામાં આવેલા અને આ નમૂના ઉપરથી ડીએનએ રિપોર્ટ પ્રમાણે જન્મનાર બાળકના કુદરતી માતા ભોગ બનનાર હતા અને કુદરતી પિતા મહેશ ઉર્ફે વિશાલ હતા.
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. જાડેજાએ આ અંગે તપાસ કરી ચાર્જશીટ કરેલું હતું અને પુરાવો નોંધાયો હતો. જુબાની દરમિયાન ભોગ બનનારએ તેમની સાથે કોઈ અજુગતું થયેલ ન હોવા બાબતે જણાવેલું હતું અને સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરએ ભોગ બનનારને ફરી ગયેલા જાહેર કરવા માંગણી કરેલી હતી. ત્યારબાદ ભોગ બનનારને પૂછવામાં આવતા તેમણે બંને આરોપી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવો આપેલ હતો નહીં પરંતુ ભોગ બનનારને પૂછવામાં આવેલું હતું કે જન્મ થનાર બાળકના કુદરતી પિતા કોણ છે ત્યારે ભોગ બનનારએ જણાવેલ કે તે વિશાલ ઉર્ફે મહેશ છે. ત્યારબાદ સાયન્ટિફિક ઓફિસરની જુબાનીથી ડીએનએ મુજબ ગર્ભના કુદરતી પિતા પણ વિશાલ ઉર્ફે મહેશ હોવાનું ફલિત થયેલું હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપી તરફથી જુદી જુદી અદાલતોના ચુકાદા મૂકી અને દલીલ કરવામાં આવેલી હતી કે ડીએનએનો અહેવાલ આખરી અને નિર્ણાયક ન ગણી શકાય તે એક્સપર્ટ એવિડન્સ છે તેના આધારે આરોપીને તોહમતદાર કરાવી શકાય નહીં. આ તમામ દલીલો સામે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી નાની છે પછી તે કેટલી નાની છે તે જોવાની કાયદામાં જોગવાઈ નથી. ભોગ બનનારની જન્મ તારીખ પુરવાર થયેલી છે અને ડીએનએ રિપોર્ટમાં કુદરતી પિતા આરોપી મહેશ ઉર્ફે વિશાલ હોવાનું પુરવાર થયેલું છે. આવા સંજોગોમાં આરોપીઓ સામે ગુનો પુરવાર છે. કલમ 164 નું નિવેદન પણ વંચાણે લેવું જ જોઈએ.
આ તમામ દલીલો અને પુરાવાને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથા સોલંકીને વીસ વર્ષની સજા તથા દંડનો હુકમ કરેલો છે.
આરોપી મહેશ ઉર્ફે વિશાલ અદાલત સમક્ષ હાજર થયા બાદ ચુકાદો જાહેર થાય તે પહેલા અદાલતમાંથી નાસી જતા અદાલતે આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથા સોલંકીનું ઘરપકડ વોરંટ ઇસ્યુ કરેલું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending