ક્રાઇમ
ફાર્મહાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના ઉદ્યોગકાર સાથે 17 લાખની છેતરપિંડી
રાજકોટના જ બિલ્ડરે 2016માં ફાર્મહાઉસ બનાવી આપવા રકમ મેળવી લઇ હાથ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ફાર્મ હાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના એક ઉદ્યોગકાર પાસેથી રાજકોટના જે બિલ્ડરે કટકે કટકે સતર લાખ રૂૂપિયા મેળવી લીધા પછી ફાર્મ હાઉસ બનાવી નહીં આપી રકમ પણ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે બિલ્ડર આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેની શોધી રહી છે. જેની સામે સિટીના એક થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેક્ટરી ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડ્યા નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાની સાથે રૂૂપિયા 17 લાખની છેતરપિંડી કરવા અંગે રાજકોટમાં જ સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હરેશ ભાઈ પંડ્યા કે જે પોતાની રબરની ફેક્ટરી બંધ કરી હતી, અને અન્ય પાર્ટીને વહેચી નાખી હતી, જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસ માં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ મારુ સાથે સંપર્ક કર્યો હતો, અને 2016ની સાલમાં 24,50,000 માં ફાર્મ હાઉસ ઉભું કરવા માટેનો શોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે ફૂલ સતર લાખ રૂૂપિયા ચૂકવ્યા હતા.
જેને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્રભાઈ મારુ એ કોઈ પણ પ્રકારનું બાંધકામ કે ફાર્મ હાઉસ તૈયાર કરીને આપ્યુંન હતું, કે કોઈપણ પ્રકારની રકમ પણ પરત કરીન હતી.
આખરે હરીશભાઈએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને જીતેન્દ્ર મારુ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.પી.ગોહિલે આઈપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હોલીડે સિટીમાં ફાર્મ હાઉસ અને ક્લાસિકા રેસીડેન્સી બનાવવાના બહાને આરોપી જીતેન્દ્રભાઈ મારુ કે જેણે અન્ય કેટલાક વ્યક્તિઓ પાસેથી પણ ફાર્મ હાઉસ અથવા તો ફ્લેટ બનાવી આપવાના બહાને નાણા પડાવી લીધા હતા. જે અંગેની રાજકોટ સહિત અન્ય સ્થળોએ પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, અને કેટલીક ફરિયાદના પ્રકરણમાં જેલવાસ ભોગવવાનો પણ વારો આવ્યો છે.તાજેતરમમાં જેલમાંથી જામીન મળ્યા હતા, પરંતુ હાલ તે ફરાર છે, અને પોલીસ શોધી રહી છે. જેણે રાજકોટ સહિતના અનેક લોકોનું મોટી રકમનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આરોપીએ અગાઉ જેલવાસ પણ ભોગવ્યો છે
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હોલીડે સિટીમાં ફાર્મ હાઉસ અને ક્લાસિકા રેસીડેન્સી બનાવવાના બહાને આરોપી જીતેન્દ્રભાઈ મારુ કે જેણે અન્ય કેટલાક વ્યક્તિઓ પાસેથી પણ ફાર્મ હાઉસ અથવા તો ફ્લેટ બનાવી આપવાના બહાને નાણા પડાવી લીધા હતા. જે અંગેની રાજકોટ સહિત અન્ય સ્થળોએ પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, અને કેટલીક ફરિયાદના પ્રકરણમાં જેલવાસ ભોગવવાનો પણ વારો આવ્યો છે.તાજેતરમમાં જેલમાંથી જામીન મળ્યા હતા, પરંતુ હાલ તે ફરાર છે, અને પોલીસ શોધી રહી છે. જેણે રાજકોટ સહિતના અનેક લોકોનું મોટી રકમનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.
ક્રાઇમ
નામચીન ઈભલાની પત્ની અને બહેન વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
શહેરના જૂના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા નામચીન ઈભલાની પત્ની અને બહેન વચ્ચે મારામારી થઈ હતી. ઈભલા વિરુદ્ધ થયેલી એટ્રોસીટીની ફરિયાદમાં તેની પત્ની ફરિયાદી સાથે સમાધાન કરવા જતાં ડખ્ખો થયો હતો. જેમાં બન્ને પક્ષોની સામસામી ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મલતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર લાતી પ્લોટ પાસે ગણેશનગર શેરી નં. 10માં રહેતા નુરીબેન ઈબ્રાહીમભાઈ કાથરોટિયા (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રહેતા તેના સગા મોટાભાઈ યુસુબ ગફારભાઈ કટારિયા, યાસ્મિન યુસુબભાઈ કટારિયા, સલીમ ઉર્ફે દોલિયો અને સગીર વયના પુત્રનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પતિ ઈબ્રાહીમ ઉર્ફે ઈભલા સામે પાડોશમાં રહેતા યોગેશ મકવાણાએ એટ્રોસીટી ફરિયાદ કરી હોય જે ગુનામાં પતિ જેલમાંથી પેરોલ મેળવી ઘરે આવ્યો હતો. દરમિયાન ગઈ કાલે એટ્રોસીટીની ફરિયાદ કરનાર યોગેશના માતા લીલાબેન ફરિયાદમાં સમાધાન કરવા ઘરે બોલાવતા તેઓ તેના ઘરેથી પરત આવતા હતા ત્યારે આરોપીઓએ શેરીમાં રોકી તુ કેમ આ લોકો સાથે સમાધાન કરવા આવી છો, તમારે સમાધાન કરવાનું થતુ નથી તેમ કહી ઢીકાપાટુનો માર મારી છૂટા પથ્થરના ઘા કરી માર માર્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે સામાપક્ષે યાસ્મીનબેન યુસુફભાઈ કટારિયા (ઉ.વ.34)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી તરીકે તેની સગી નણંદ અને ભાભી થતી નુરી ઈબ્રાહીમ ભાઈ કાથરોટિયાનું નામ આપ્યું છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીને આરોપી નુરીબેન તુ કેમ આ લોકો સાથે મારા પતિનું સમાધાન થવા દેતી નથી તેમ કહી માર માર્યો હતો.
આ અંગે બીડીવીઝન પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી પીએસઆઈ ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
પારડીમાં દારૂ પીવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર મિત્રોએ કર્યો હુમલો
શહેરની ભાગોળ આવેલા લોધિકાના પારડી ગામે રહેતા યુવાન સાથે દારૂૂ પીવા મુદે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી મિત્રોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના પારડી ગામે રહેતા સમીર શંકરભાઈ ગોસ્વામી નામનો 36 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે કૈલાસ, ભુદીયો અને દર્શન સહિત શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત અને હુમલાખોરો મિત્ર થાય છે અને અગાઉ બધા દારૂૂ પીવા માટે બેઠા હતા ત્યારે ભૂદીયા સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બનાવમાં ગંજીવાડામાં રહેતા જગદીશ નારાયણભાઈ પરમાર નામના 23 વર્ષના યુવકે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. જ્યારે હુડકો ચોકડી નજીક રહેતી ભૂમિબેન રોહિતભાઈ ચુડાસમા નામની 19 વર્ષની પરિણીતાએ અકળ કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર યુવાન અને પરિણીતાને સારવાર માટે ખસેડાયા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.