Connect with us

rajkot

સાયબર ક્રાઈમે 17 લોકોને 15 લાખ પાછા અપાવ્યા

Published

on

શહેરમાં સાઈબર ક્રાઈમના બનાવો પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે પોલીસે પણ સજાક થઈ કાર્યવાહી હાથ ધરી હોય તેમ સાઈબર ક્રાઈમ પોલીસે 17 લોકોએ ગુમાવેલી 15 લાખની રોકડ પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રહેતા શૈલેષભાઈ સોમાભાઈ વાઘેલાએ ઓનલાઈન લોન મેળવવાન બહાને અજાણ્યા વોટસએપ પરથી ફોન આવેલો અને ડોકયુમેન્ટ મોકલ્યા બાદ સામેની વ્યક્તિએ મોર્ફ કરેલા ન્યુડ વિડિયો મોકલી બાદમાં ડીસીપી તરીકે ઓળખ આપી આવા વિડિયો યુ-ટયુબમાં વાયરલ થયેલ છે જે દૂર કરવા પડશે નહીંતર ધરપકડ વોરંટ નિકળશે તેમ કહી રૂા.1.17 લાખ પડાવી લઈ ઓનલાઈન છેતરપીંડી આચરી હતી. જે અંગે સાઈબર ક્રાઈમ પોલીસમાં અરજી કરાતાં પોલીસે તમામ રકમ પરત અપાવી હતી.
બીજા બનાવમાં શહેરની પ્રખ્યાત બુક સ્ટોલ પેઢી સાથે આરોપી પેઢીએ બુક ખરીદી બાદમાં તેનું રૂા.દોઢ લાખનું પેમેન્ટ નહીં આપી છેતરપીંડી આચરી હતી. ત્રીજા બનાવમાં અરજદાર નિતીનભાઈ વસોયાએ પોતાની કંપનીને લગતા કુરીયર આપવામાં મોડુ થતાં કુરીયર કંપનીના કર્મચારીની ઓળખાણ આપી રૂા.99 હજારની છેતરપીંડી થઈ હતી. ચોથા બનાવમાં અરદારે પત્નીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ક્રીપ્ટો કરન્સી ઈન્વેસ્ટ કરવાના નામે તેની સાથે રૂા.20 હજારની છેતરપીંડી થઈ હતી. પાંચમાં બનાવમાં ટેલીગ્રામ એપ્લીકેશનના માધ્યમથી મુવી રેટીંગનો ટાસ્ક પુરો કરવાના નામે અરજદાર સાથે રૂા.35 હજારની ઠગાઈ થઈ હતી. છઠ્ઠા બનાવમાં ઓનલાઈન સોપીંગમાં નાણાંકીય છેતરપીંડીનું ભોગ બનતા રૂા.57,400 ગુમાવ્યા હતાં, કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીની ઓળખાણ આપી અરજદારને લીંક મોકલી તેના ખાતામાંથી રૂા.70,994 ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી, તાંત્રિક વિધીના નામે અરજદારને વિશ્ર્વાસમાં લઈ રૂા.1,03,200 રૂા.પડાવી લીધા હતાં. ટીસ્યુ પેપરના મેન્યુફેચરરે રો મટીરીયલ્સ મંગાવવામાં રૂા.81,757 ગુમાવ્યા હતાં.
આ ઉપરાંત યુ.એસ.ડી.ટી.ટ્રેડીંગમાં અરજદારે રૂા.50 હજારની રકમ ગુમાવી હતી. જ્યારે નોકરી મેળવવાની લાલચે યુવતી સાથે રૂા.61,000નો ફોર્ડ થયું હતું. ઓનલાઈન ટેલીગ્રામ દ્વારા સંપર્ક કરી ઓનલાઈન રોકાણ કરવાના બહાને રૂા.4.31 લાખ ભરાવડાવી છેતરપીંડી આચરી હતી. પતંજલી આયુર્વેદિક સારવાર માટે ગુગલપરથી નંબર મેળવી કોન્ટેક કરતાં સાઈબર ગઠિયાએ હોટેલ બુકીંગના બહાને અરજદાર પાસેથી રૂા.70,890 પડાવી લીધા હતાં. આ ઉપરાંત ઓનલાઈન સસ્તા ભાવે ડ્રાફુટની જાહેરાત જોઈ લેવાની લાલચમાં અરજદારે રૂા.98 હજારની રકમ ગુમાવી હતી. આ ઉપરાંત ઓછા રોકાણમાં વધુ વળતર મેળવવાની લાલચમાં અરજદારે રૂા.1.12 લાખ ગુમાવ્યા હતાં.
ઉપરોકત તમામ અરજીઓના આધારે સાઈબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફે યોગ્ય તપાસ કરી ટેકનીકલ એનાલીસીસના આધારે અરજદારોએ ગુમાવેલી રકમ જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોય તે એકાઉન્ટો ફ્રીઝ કરાવી બેંકના નોડલ અધિકારીનો સંપર્ક કર્યા બાદ 17 અરજદારોને તેમણે ગુમાવેલી રૂા.15 લાખની રકમ પરત અપાવી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending