Connect with us

ગુજરાત

મનપાની વાર્ષિક ટેક્સ આવકની સામે પગાર ખર્ચ 15 કરોડ વધુ

Published

on

  • મિલકતવેરા પેટે રૂા. 365 કરોડની આવક થઈ જેની સામે કર્મચારીનું પેન્શન અને પગાર સહિતનો ખર્ચ 380 કરોડે પહોંચી ગયો

મનપાની મુખ્ય આવક મિલ્કતવેરામાંથી થાય છે જેમાં આ વખતે રેકર્ડબ્રેક રૂા. 365 કરોડની આવક થઈ છે. પરંતુ તીજોરી દર વર્ષનીમાફક તળિયાજાટક રહેવા પામી છે. કારણ કે, મનપાના તમામ કર્મચારીનો પગાર ખર્ચ દર વર્ષે 8% વધતો હોવાથી આ વર્ષે મિલ્કતવેરાની 365 કરોડની આવક સામે વાર્ષિક પગાર ખર્ચ 380 કરોડે પહોંચી ગયો છે. તેમજ અલગ અલગ વિભાગમાંથી પણ આવક નોંધાઈ છે. છતાં મોટા પ્રોજેક્ટ તેમજ અન્ય કામો માટે મનપાને આ વખતે પણ ગ્રાન્ટ આધારિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

શહેરની 5.30 લાખ મિલ્કતો પૈકી 60%થી વધુ મિલ્કત ધારકોએ વેરો ભરપાઈ કરતા મહાનગરપાલિકાને આ વર્ષે રેકર્ડબ્રેક 365 કરોડની આવક થઈ છે. પરંતુ આ પૈસા ફક્ત કર્મચારીઓના પગારમાં જ પુરા થઈ જતાં હોવાનું જાણવા મળેલ છે. સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષ પૂર્ણ થતાં મહાનગરપાલિકાના તમામ વિભાગની આવક અને થનાર ખર્ચની વિગત ધ્યાને લેતા જાણવા મળેલ છે કે, મહાનગરપાલિકામાં ફરજ બજાવતા નિવૃત થયેલા કર્મચારી-અધિકારીઓ અને હાલમાં ત્રણેય ઝોનલ ઓફિસ તેમજ અન્ય ઓફિસોમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો પગારનો આંકડો 380 કરોડને પાર થઈ ગયો છે. જે જોતાં મિલ્કતવેરાની આવક પુરે પુરી પગાર ખર્ચમાં વપરાઈ જતાં છતાં 15 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. જેની સામે એફએસઆઈની આવક તેમજ વાહનવેરા સહિતની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છતાં રૂટીન આવક પગાર ખર્ચમાં જ વપરાઈ જતી હોવાની આ વર્ષે પણ નોંધાયું છે. આથી બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ થયા છે. અને ટુંક સમયમાં બાકીદારોની મિલ્કતસીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સર્કલ ડેવલોપમેન્ટની આવકમાં નોંધાયો વધારો
મહાનગરપાલિકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં દર વર્ષે કર્મચારીઓના પગાર વધારા સહિતનો ખર્ચ વધતા તીજોરી તળિયાજાટક જોવા મળી રહી છે. જેમાં આ વર્ષે શહેરના મહાનગરપાલિકાએ આપેલા તમામ સર્કલ ડેવલોપ કરવાના પ્રીમીયમની આવકમાં વધારો જોવા મળ્યો છે. બજેટમાં વર્ષ 2023-24 માટે સર્કલ પ્રીમીયમના 35 લાખ અંદાજવામાં આવ્યા હતાં. જેની સામે વર્ષ પૂર્ણ થતાં ત્રણ લાખના વધારા સાથે આ વર્ષે સર્કલ ડોવલોપ પ્રમીયમની રૂા. 38 લાખની આવક નોંધાઈ છે.

કોર્પોરેટરોએ 100% ગ્રાન્ટ વાપરી નાખી
મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોને તેમના વિસ્તારોમાં નિયત કરેલા કામો માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. છતાં વર્ષ 2023-24 દરમિયાન તમામ કોર્પોેટરોને વાર્ષિક રૂા. 10.8 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જે વર્ષ પૂર્ણ થતાં 10.4 કરોડની ગ્રાન્ટ વપરાઈ ચુકી છે. ફક્ત 32 લાખની ગ્રાન્ટ વપરાયા વગર પડી રહી છે. જેનું મુખ્ય કારણ કોંગ્રેસના બે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવામાં આવેલ પરિણામે સતત ચાર માસ સુધીની ગ્રાન્ટ આ કોર્પોરેટરોની ન વપરાતા તે પરત થયેલ છે. આમ મનપાના તમામ કોર્પોરેટરોને આપવામાં આવેલ ગ્રાન્ટ પુરે પુરી વપરાઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ લોકસભાનીચૂંટણી હોવાના કારણે તમામ કોર્પોરેટરોએ પ્રજાલક્ષી કામમાં ધ્યાન આપી પોતાની પુરે પુરી ગ્રાન્ટ પેવીંગ બ્લોક સહિતના કામોમાં વાપરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending