Connect with us

મોરબી

માળિયા મિયાણાના જૂના ઘાટીલામાં ગમાણમાં જુગાર રમતા 15ની અટકાયત

Published

on

માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આર.ડી.સી. બેંક સામે ઢોર બાંધવાના વંરડામાં જુગાર રમતા 15 આરોપીઓને રોકડા રૂૂપીયા – 2,36,500/- તથા મો.ફોન નંગ-16 મળી કુલ રૂૂ.3,07,500 ના મુદામાલ સાથે પંદર ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, જુના ઘાંટીલા ગામના વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા એમ બધા ભેગા મળી ભાગીદારીમાં જુના ઘાટીલા ગામે આર.ડી.સી. બેંક સામે આવેલ જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજાના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના વરંડામાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.જે બાતમીના આધારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે જુગાર રેઇડ કરતા કુલ-15 આરોપીઓ નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ, સુનિલભાઈ નંદલાલભાઇ પટેલ, કાસમભાઇ અબ્દુલભાઇ સંધી, પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા, નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા, જયંતિભાઇ ત્રિભોવનભાઈ, જાકાસણીયા, અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી, દિનેશભાઇ પોલજીભાઈ જશાપરા, વિનોદભાઇ જેશંગભાઇ કોળી, વિમલભાઇ શાંતિલાલ પટેલ, દલસુખભાઇ ધનજીભાઇ પટેલ, કરશનભાઇ હેમુભાઇ કોળી, રમેશભાઈ ગોવિંદભાઇ પટેલ, હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા, દિનેશભાઇ રમેશભાઈ પટેલ રહે .જુના ઘાટીલા તા.માળીયા મિ.જી. મોરબીવાળાને રોકડ રૂૂ.2,36,500/- તથા મોબાઇલ ફોન નંગ-16 કિ.રૂૂ. 71,000/- મળી કુલ રૂૂ. 3,07,500/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂૂધ્ધ જુગાર ધારા કલમ-4,5 મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. તેમજ અન્ય પાંચ ઈસમો વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા, જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા રહે. બધા જુના ઘાંટીલા તા.માળીયા મીં. જી.મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

ગુજરાત

મોરબીમાં પરસોત્તમ રૂપાલાની સભામાં સેંકડો ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત: 4 કિમીની રેલી

Published

on

By

મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના પ્રવાસ દરમિયાન 4 કિં.મી. રેલી યોજી હતી. રેલીમાં બહોળી સંખ્યામાં સિરામિક ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. અને મોરબી સિરામિક પરિવાર દ્વારા રૂૂપાલાનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ એક મંચ પર મોટા ગજાના નેતા જોવા મળ્યા હતા.
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં રાજપૂત સમાજની બહેન બેટી વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજપૂત સમાજની લાગણી દુભાતા રૂૂપાલાનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈ કાલના રોજ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજ મોરબીમાં રૂૂપાલાનો આજે સાંજના પ્રવાસ હતો પરંતુ તે પહેલાં મોરબીના કેટલાક વિસ્તારોમાં રૂૂપાલાના પોસ્ટર ફાડી નાખ્યાં હતાં તો કેટલીક જગ્યાએ રૂૂપાલાના પોસ્ટર પર કાળી શાહી લાગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોને ભાજપના ઇશારે પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 6 ડીવાયએસપી, 12 પીઆઇ, 30 પીએસઆઇ અને 400 પોલીસ જવાનો આ રેલીમાં ખડેપગે રહ્યા હતા. આ માટે રાજકોટ રૂૂરલ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ પોલીસ સ્ટાફ બોલવાયો હતો.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂૂપાલાએ ભવ્ય પ્રચાર હાથ ધર્યો છે. જેમાં આજે તેઓએ શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં રૂૂપાલા આગળ બંધ કારમાં બેઠા હતા. જ્યારે પાછળ ખુલ્લી જીપમાં ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર ઉપર કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીમાં 32 સ્થળો ઉપર પરસોત્તમ રૂૂપાલાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોતમ રૂૂપાલા, સુરેન્દ્રનગર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, રાજ્ય સભા સાંસદ રામ મોકરિયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહન કુંડારિયા સહિતના મોરબી જિલ્લાના ધારાસભ્યો જોડાયા હતા. તેમજ મોરબી સિરામિક પરિવાર દ્વારા મોરબીના ક્લાસિક પાર્ટી પ્લોટમાં રૂૂપાલાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સિરામિક ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં પરસોતમ રૂૂપાલાએ સભા ગજાવતા જણાવ્યું હતું કે ચાઈનાના કોઈ દેશ પડકારી શકતુ નથી અત્યારે ચાઈનાની હરીફાઈ ભારત તો કરે છે પણ મોરબી પણ હરીફાઈ કરે છે. અને સરકાર દ્વારા સિરામિક માટે કરેલ કામો વર્ણાવ્યા હતા. તેમજ વધુમા જણાવ્યુ હતુ કે 2014માં 50 બેન્ક આઈ.બી. આઇના ઓબજવરમા હતી અને બે લાખ કરોડના માઈન્સમા દેશની બેન્કો ચાલતી હતી અને જો 2014 મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આ જે દેશની પરિસ્થિતિ પાકિસ્તાન કરતા ખરાબ હોત.

Continue Reading

ગુજરાત

મોરબીમાંથી પરિણીત બહેન સહિત સગીરા ભેદી સંજોગોમાં ગુમ: અપહરણ

Published

on

By

 

મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાની મોટી બહેન સાથે કુદરતી હાજતે જવા ઘર નજીકના ખેતરમાં ગઈ હતી અને ઘરે પરત નહિ ફરતા સગીરાના પિતાએ સગીર વયની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે જે સગીરા સાથે તેની પરિણીત મોટી બહેન પણ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મોરબી શહેરમાં રહેતા શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તા. 13 એપ્રિલના રોજ સાંજે મજુરી કરી પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું હતું કે બપોરે ત્રણેક વાગ્યે સગીર વયની દીકરી (ઉ.વ.14) વાળી મોટી બહેન 19 વર્ષની જે પરિણીત હોય તેની સાથે ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પરત આવી નથી જેથી ખેતરમાં જઈને તપાસ કરતા ક્યાય મળી આવી ના હતી.

આમ ફરિયાદીની 14 વર્ષની દીકરી તેની 19 વર્ષની મોટી બહેન સાથે બપોરના સમયે કુદરતી હાજતે જવા ઘરેથી નીકળ્યા બાદ બંને દીકરીઓ ઘરે પરત આવી ના હતી આમ સગીર વયની દીકરીને કોઈ અજાણ્યો ઇસમ લાલચ આપી લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે તેમજ સાથે મોટી દીકરી (ઉ.વ.19)વાળી સાથે હોવાનું જણાવ્યું છે મોરબી એ ડીવીઝન પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબી પંથકમાંથી પકડાયેલા શખ્સે રાજકોટમાંથી બાઇક ચોર્યાની કરી કબૂલાત

Published

on

By

રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારેક માસ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી, કરતા એક ઇસમને મોટરસાયકલ તથા કોપર વાયર મળી કુલ રૂ.46,900/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફ મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ સત્યમ વે-બ્રિજ પાસે આવતા એક ઇસમ મોટર સાયકલની ટાંકી ઉપર બાચકુ લઇને પસાર થતા જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં- ૠઉં-03- કઉં-6450 વાળુ હોય તેમજ તેની પાસે રહેલ બાચકામાં જોતા કોપર વાયર ભરેલ હોય જેના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. રાજકોટ સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાતા, તેમજ કોપર વાયર પકડાયેલ ઇસમે ગઇકાલ પાવડીયારી કેનાલ પાસે આવેલ લેમલ કારખાનામાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી કરી તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે કિ.રૂ.30,000/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર આશરે 26 કિલો કિ.રૂૂ.16900/- સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી ઇસમ નવઘણભાઇ મફાભાઇ કમાભાઇ મંદુરીયા ઉ.વ. 24 રહે. મુળ ગામ ભગુપુર તા. ચુડા જી. સુરેન્દ્રનગરવાળાને સી.આર.પી. સી. કલમ 41(1) ડી. મુજબ પકડી પાડેલ છે.

મોટરસાયકલ બાબતે ઇસમને પુછપરછ કરતા મોટરસાયકલ પોતે આજથી આશરે ચારેક માસ પહેલા રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ, ઉપર એક ચાની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે જે ઇસમને ઉપરોકત મુદામાલ સાથે મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપી આપેલ છે.

Continue Reading

Trending