Health
8 વર્ષમાં દવાની નિકાસમાં 138 ટકાનો વધારો, આરોગ્ય મંત્રીએ કહ્યું ‘વન અર્થ, વન હેલ્થ’ વિઝન પર કામ ચાલુ
Published
2 months agoon
By
Minal
વર્ષ 2013-14ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-ઓક્ટોબર 2022-23માં ભારતની ફાર્મા નિકાસમાં 138 ટકાનો વધારો થયો છે, જે દરમિયાન ભારત વિશ્વ માટે ફાર્મસી તરીકે વિકસ્યું હતું. ભારતની ફાર્મા નિકાસમાં એપ્રિલ-ઓક્ટોબર 2013-14માં 138 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે 2013-14માં 37,987.68 કરોડ રૂપિયા હતો, જે 2021-22માં 90,324.23 કરોડ રૂપિયા હતો. વર્ષોથી ભારતની દવાની નિકાસની ઇન્ફોગ્રાફિક શેર કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ વિશ્વમાં અગ્રેસર છે.
ભારત વિશ્વને આવશ્યક દવાઓ પ્રદાન કરી રહ્યું છે. આને કારણે ભારતમાં ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ વધી છે.
માંડવિયાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “એપ્રિલ-ઓક્ટોબર 2022 માં, 2013 ની તુલનામાં ફાર્મા ઉત્પાદનોની નિકાસમાં 138 ટકાની જબરદસ્ત વૃદ્ધિ થઈ છે.” પીએમ નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વને કારણે આ શક્ય બન્યું છે. ”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં દાવોસ સમિટને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ફાર્મસી છે અને વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ફાર્મા ઉત્પાદક કંપની છે. ‘વન અર્થ, વન હેલ્થ’ વિઝન હેઠળ, કોવિડ -19 રોગચાળા દરમિયાન ઘણા દેશોમાં રસી અને આવશ્યક દવાઓનો પુરવઠો પૂરો પાડીને લાખો લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું, ‘કોરોનાના આ સમયમાં, આપણે જોયું છે કે ભારત કેવી રીતે’વન અર્થ, વન હેલ્થ’ ના વિઝનને અનુસરીને ઘણા દેશોને આવશ્યક દવાઓ અને રસી આપીને કરોડોના જીવ બચાવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં વર્ચ્યુઅલી વિશ્વને સંબોધન કર્યું હતું.
You may like
Health
જાણો વાઈરલ ફીવરના લક્ષણો, કારણો અને ઉપાય
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
જેમ શિયાળામાં ઠંડી વધતી જાય છે તેમ વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે શરદી, ઉધરસ, શરદી, નાક વહેવું અને તાવ સામાન્ય છે. ખાસ કરીને વાયરલ ફીવરને કારણે આપણું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન 101 થી 104 સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે.
વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂૂરી છે. તે સિવાય થોડા ઉપચારો ઘરે પણ કરી શકાય છે.
4ફુદીનો અને અજમાનો શેક
વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો. સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે.
4હળદરયુક્ત દૂધ
શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.
4મધ અને કાળા મરી
કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે.
4ચ્યવનપ્રાશ
ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે.
4વરાળનો શેક લેવો
વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે.
4 મસાલેદાર ચા
આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.
4પ્રોટીન સમૃદ્ધ આહાર
વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આનાથી માત્ર શરીર મજબૂત નથી થતું, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમ તો ઈંડા અને માંસ ખાવાથી આ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે શાકાહારી છો તો તમે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.
4ફળો-શાકભાજી
તાજા ફળો અને શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમારે પાલક, બ્રોકોલી, ગાજર, નારંગી, લીંબુ, કાલે અને કોબી જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ.
4પાણી
જો તમે ઇચ્છો છો કે શરીરમાં સંક્રમણની અસર ઓછી થાય, તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂૂરી છે, તેથી સમયાંતરે એકવાર પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહી હોય તો વાયરલ ફીવર જેવી બીમારીઓ જલ્દી મટી જાય છે.
Health
જાણો વાઈરલ ફીવરના લક્ષણો, કારણો અને ઉપાય
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
જેમ શિયાળામાં ઠંડી વધતી જાય છે તેમ વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે શરદી, ઉધરસ, શરદી, નાક વહેવું અને તાવ સામાન્ય છે. ખાસ કરીને વાયરલ ફીવરને કારણે આપણું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન 101 થી 104 સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે
.
વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂૂરી છે. તે સિવાય થોડા ઉપચારો ઘરે પણ કરી શકાય છે.
ફુદીનો અને અજમાનો શેક
વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો. સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે.
હળદરયુક્ત દૂધ
શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.
મધ અને કાળા મરી
કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે.
ચ્યવનપ્રાશ
ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે.
વરાળનો શેક લેવો
વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે.
મસાલેદાર ચા
આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.
પ્રોટીન સમૃદ્ધ આહાર
વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આનાથી માત્ર શરીર મજબૂત નથી થતું, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમ તો ઈંડા અને માંસ ખાવાથી આ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે શાકાહારી છો તો તમે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.
ફળો-શાકભાજી
તાજા ફળો અને શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમારે પાલક, બ્રોકોલી, ગાજર, નારંગી, લીંબુ, કાલે અને કોબી જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ.
પાણી
જો તમે ઇચ્છો છો કે શરીરમાં સંક્રમણની અસર ઓછી થાય, તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂૂરી છે, તેથી સમયાંતરે એકવાર પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહી હોય તો વાયરલ ફીવર જેવી બીમારીઓ જલ્દી મટી જાય છે.
Health
અનેક ગુણ ધરાવતા આમળા એક ચમત્કારી ઔષધી છે
Published
1 week agoon
January 21, 2023By
ગુજરાત મિરર
શિયાળો શરુ થતા માર્કેટમાં ઠેર ઠેર આમળા જોવા મળે છે. આંગળીએ વાળને મજબૂત બનાવે છે , સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવે છે સાથે સાથે શરીરને વિવિધ રોગો સામે પણ રક્ષણ આપે છે. આમળા એક ઔષધિય ફળ કહેવામાં આવે છે. આમળા શરીરમાં થતા તમામ પ્રકારના રોગો સામે લડવા માટે સક્ષમ છે. આમળા મા વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, કેરોટીન અને વિટામિન બી જેવા તત્ત્વોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે લોકો આમળાનું અથાણું અથવા મુરબ્બો ખાવાનું પસંદ કરતા હોય છે. આમળાને વાળ માટે વરદાન સમાન માનવામાં આવે છે. આમળા વાળનો વિકાસ અને વાળનો રંગ બનાવી રાખવામાં મદદ કરે છે. તાજા આમળા ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ વાળને મળી રહે છે.
આજનું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .આજ નું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .ચ્યવનપ્રાશ ના નિયમીત સેવન થી ઇમ્યુનીટી પણ વધે છે માટે જલદી થી ઇન્ફેક્શન લાગે નહી .એનુ નિયમીત સેવન થી ચામડી મા જલ્દી થી કરચલી પડતી નથી .જેથી ઘડપણ પાછળ ઠેલાય છે .આમળા શ્વાસ ખાંસી ની અકસીર ઔષધ છે .તેનાથી ઉર્જા-તાકાત નો સંચાર થાય છે.
100 ગ્રામ આમળા ના રસ માં 620 મિલી ગ્રામ વિટામીન સી હોય છે .જ્યારે નારંગી માં 30મિલી ગ્રામ હોય છે .આમળા માં સૌથી વધુ પ્રમાણ માં વિટામિન સી હોય છે.વિટામિન સી નુ સૌથી શ્રેષ્ઠ વાનસ્પતિક સ્ત્રોત છે .આમળા રસ માં નારંગી ના રસ કરતા 20 ગણું વધુ વિટામીન સી હોય છે .માંદા પડીએ ત્યારે આપણને નારંગી જયુસ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે વિટામીન સી હોય છે એમા અને વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.-જરા પણ તીખુ ખાતા છાતી માં બળતરા ઉપડી જાય છે એટલે કે ભયંકર એસીડીટી ની તકલીફ હોય તે સવાર સાંજ એક એક ચમચો જેટલો સાકર સાથે પી જાય તો એસીડીટી માં ખુબજ લાભ થશે આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણકે આમળા નો વિપાક મધુર છે એટલે કે આમળા પચી જતા તેનો રસ મધુર થઈ જાય છે .એટલે આમળા એસીડીટી મા ફાયદેમંદ છે .-આંખ મા દાહ- બળતરા ,પિત્ત થી થતા માથા ના દુખાવા માં કપાળ પર લેપ કરવાથી લાભ થાય .
આજકાલના સમયમાં પોતાની ખાણીપીણીના કારણે લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા હોય છે. નાની ઉંમરમાં જ લોકોને કમજોરી ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને લોકોના શરીરમાં વિટામિન તથા પ્રોટીનની ઉણપ સર્જાતી હોય છે અને આથી જ તેને અનેક પ્રકારના રોગ અને બીમારીઓ લાગુ પડી જતી હોય છે.
શરીરને જરૂૂરી એવા વિટામીન અને પ્રોટીન બધી જ વસ્તુઓ મળી રહે છે, અને આથી જ શરીરની કમજોરી પણ દૂર થઈ જાય છે, અને તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળા નું સેવન કરવામાં આવે તો તમારી નાળમાં પણ રોગ રહેતો નથી.
આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂૂપ છે.
શરદી તાવમાં રાહત મળે છે.આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી.
ગેસની સમસ્યા રાહત મળે છે.આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટોક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
આજકાલના જમાનામાં ઘણા લોકો એવા હોય છે કે જે નાની ઉંમરે જ હૃદયને લગતી સમસ્યાઓથી પરેશાન હોય છે. પરંતુ જો આવા લોકો દરરોજ સવારમાં ખાલી પેટે આમળાના જ્યૂસનું સેવન કરે તો તેને હદયથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.
કેન્સરથી રોકથામ
આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (શળળીક્ષજ્ઞળજ્ઞમીહફજ્ઞિિું) ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે. હાડકાના રોગો માં પણ રાહત મળે છે.
આમળાના જ્યુસ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જેમને હાડકાંને લગતી કોઈપણ જાતની સમસ્યા હોય અથવા તો તેના શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને તેના હાડકા મજબૂત બનાવવા હોય, તો તેવા લોકો માટે સવાર સવારમાં આમળા નું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તો સવારમાં 11 વાગે ખાલી પેટે આમળાનું સેવન કરવામાં આવે તો તેનાથી તમારા હાડકા મજબૂત બની જાય છે, અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
ઘણા લોકો ખૂબ નાની ઉંમરે કિડનીના રોગોથી પીડાતા હોય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળાનું સેવન કરવામાં આવે તો કોઈ પણ લોકોની કિડનીમાં રહેલા કોઈપણ જાતની સમસ્યા દૂર થઈ જાય છે, અને તેની કિડની વધુ કાર્યક્ષમ બની જાય છે. આથી સવાર સવારમાં 11 વાગે ભૂખ્યા પેટે આમળાના જ્યૂસનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ