Connect with us

જુનાગઢ

જૂનાગઢમાં 1200 કરોડનું નવું રોકાણ આવશે: રાઘવજી પટેલ

Published

on

જૂનાગઢ વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ જૂનાગઢ અંતર્ગત આજે જૂનાગઢમાં ઉદ્યોગકારોને રોકાણ માટે પૂરતું વાતાવરણ મળી રહે તે હેતુથી તેમજ રાજ્યની યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2024ની સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટ નો કાર્યક્રમ રાજય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્રારા યોજાયો હતો. કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં વિકાસનો પાયો નખાયો છે. અને તેના મૂળમાં તેઓએ 20 વર્ષ પહેલાં શરૂૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ અને શાંતિ અને સલામતીનું આયોજન છે. શાંતિ અને સલામતી ઉદ્યોગિક વિકાસની પ્રાથમિકતા છે અને એ કાર્ય ગુજરાતમાં થયું છે . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે વિવિધ યોજનાઓની અમલવારી સાથે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024 ના સંદર્ભમાં તેઓએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં કૃષિ, બાગાયત, પ્રવાસન અને ફીસરીઝ ક્ષેત્રે વિકાસની તકો રહેલી છે. ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં વિવિધ સુવિધા મળી રહે અને નવી ઇન્ડસ્ટ્રીઝ અને વિકાસને લીધે યુવાઓને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જુનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જરૂૂરી માળખાગત સવલતો પણ વધારવામાં આવશે.
આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જિલ્લાઓમાં રોકાણ અને તકો સાથે રાજ્યકક્ષાની સમિટ ની જાગૃતિ સહિતના હેતુએ આજે સફળતાપૂર્વક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે અંગે હર્ષ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 1200 કરોડના એમ.ઓ.યુ થયા છે. જિલ્લામાં કૃષિ અને બાગાયત આધારિત વિવિધ ખેત પેદાશો આધારિત ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તક વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ માળખાગત વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વાઇબ્રન્ટ સેમીટ અંગેના કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. જૂનાગઢ થનાર ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે આ રોકાણ થી અંદાજે 2000 જેટલા લોકોને રોજગારી મળવાની સંભાવના છે. વાઇબ્રન્ટ અંગેના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગ ચર્ચા વિમર્શ અને તેમના સૂચનો અને પ્રશ્નોત્તરી સાથે ઉદ્યોગ સાહસિકોએ ટેકનીકલ બાબતોનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું
આ પ્રસંગે કલેક્ટર અનિલ રાણાવસીયા એ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન એ વાઇબ્રન્ટ સમિટ ના વિચારનો વર્ષ 2003 માં અમલ કર્યો હતો. ભૂકંપ પછીના એ સમયમાં ગુજરાતને ઉભુ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. વર્ષ 2003માં જે બીજ વાવ્યું હતું તે આજે વટ વૃક્ષ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનની પણ વિપુલ તકો રહેલી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે તેમજ માળખાગત વિકાસ માટે જિલ્લા ની ટીમ તૈયાર છે. જુદી જુદી યોજનાઓનો લાભ આપીને ગૃહ ઉદ્યોગ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ને અનુકૂળતા રહે તેમજ વિવિધ સુવિધા મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં રોકાણ માટે બહોળો પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા તે અંગે તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે કાર્યક્રમની રૂૂપરેખા અને સ્વાગત પ્રવચન કર્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢના સેક્રેટરી સંજય પુરોહિતે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસની ખૂબ તકો રહેલી છે. જૂનાગઢમાં રહેલી આ વિકાસની સંભાવના અને ક્ષમતા-તાકાતને બહાર લાવવાની જરૂૂર છે. તે માટે સૌએ જાગૃત થઈ વધુને વધુ જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસ થાય ખાસ કરીને કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકારી આ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ તમામ પ્રકારનો સહયોગ અપાશે તેમ જણાવ્યું હતું. તેઓએ જૂનાગઢમાં રહેલી તક અને સંભાવનાઓના વિવિધ દ્રષ્ટાંતો આપીને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કર્યા હતા. ગયા વર્ષે જૂનાગઢમાં નિકાસ 4000 કરોડની થઈ હતી જે આગામી એકાદ વર્ષમાં 5,000 કરોડની થશે. આ માટે સરકાર દ્વારા સફળતાપૂર્વક પ્રયાસ કરી નવા ઉદ્યોગ કારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુનાગઢ

જૂનાગઢમાં મંત્રી પરસોત્તમ સોલંકીના ઝડપાયેલા નકલી પીએ સામે વધુ એક ગુનો

Published

on

જૂનાગઢ તાજેતરમાં સાબલપુર ચોકડી નજીક પોતાને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રીનો પીએ તરીકે ઓળખાવતો બોગસ શખ્સ ઝડપાયા બાદ તેની સામે એક પછી એક ફરિયાદ પ્રકાશમાં આવી રહી છે આ શખ્સ સામે વધુ એક ભોગ બંનનાર દ્વારા પ્રકાશમાં આવેલી ફરિયાદમાં જૂનાગઢ ખાતે રહેતા એક યુવકને સરકારી શિક્ષકની નોકરી અપાવવાના નામે તેની પાસેથી 4.75 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ના મધુરમ વિસ્તારમાં રહેતા નિરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના પિતા જ્યારે લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા ત્યારે નકલી પીએ રાજેશ જાદવ તેના પિતાને મળ્યો હતો પોતે જૂનાગઢ વાડલા ફાટક ગાર્ડન સિટીમાં રહે છે. રાજેશ જાદવે પોતાના નામ વાળું પરસોતમ સોલંકીના પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ વૈષ્ણવના પિતાને આપેલ હતું. સમય જતા નીરજ વૈષ્ણવના પિતાએ પોતાના દીકરા નીરજને સરકારી નોકરી માટે રાજેશ જાદવને વાત કરી હતી. ત્યારે રાજેશ જાદવે નીરજને સરકારી શિક્ષકમાં ગોઠવી આપવાની વાત કરતા નોકરી માટે રૂપિયા ખર્ચવા પડશે તેવું જણાવ્યું હતું અને બાદમાં આ નકલી પીએ રાજેશ જાદવે અલગ અલગ બેગ એકાઉન્ટ મારફતે અને રોકડ રૂપિયા એમ મળી કુલ 4,75, લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં આ નકલી પીએ રાજેશ જાદવે ઘણો સમય વીત્યા બાદ નીરજ વૈષ્ણવના પિતાએ નોકરી બાબતે પૂછતા તેમને કહ્યું હતું.કે હું ગાંધીનગરથી તમારી નોકરીનો હુકમ લઈને આવ્યો છું.એકાદ મહિનામાં સહી સિક્કા થયા બાદ આ ઓર્ડર તમને મળી જશે. અને ત્યારબાદ કેશોદમાં શિક્ષક તરીકેની નોકરીનો હુકમ નીરજ વૈષ્ણવને બતાવેલ પરંતુ સહી વિનાનો આ ઓર્ડર જોયા બાદ આ નકલી પીએની પોલ છતી થઈ હતી.જ્યારે હાલ આ સમગ્ર મામલે નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનેલા નીરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ શહેરની સી ડિવિઝન પોલીસ દ્વારા આ નકલી પીએ બાબતે વધુ તપાસ હાથ ધરી છે દ્વારા વધુ એક યુવાનને નોકરીની લાલચ આપી લાખો રૂૂપિયા પડાવવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. તાજેતરમ જૂનાગઢની સાબલપુર ચોકડી પાસેથી રાજેશ જાદવને એમ એલ એ ગુજરાત લખેલ કારમાંથી પોલીસે દબોચ્યો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ પોલીસને મળ્યા હતા જૂનાગઢમાં આ મામલે ગુનો પાસેથી રાજેશ જાદવ ન એમએલએ ગુજરાત લખેલા બોર્ડ સાથેની કારમાંથી પોલીસે ઝડપી લીધો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા હતા. જૂનાગઢમાં આ મામલે ગુનો નોંધાયા બાદ ગઈકાલે પણ ધોરાજીમાં લગ્નની લાલચ આપી એક યુવક સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આજે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. નકલી પીએ દ્વારા અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આગામી દિવસોમાં હજી વધુ ભોગ બનનાર સામે આવે તેવી શક્યતા ઓ પોલીસ સુત્રોમાં સેવાઈ રહી છે.

Continue Reading

જુનાગઢ

એક વર્ષ સતત લોકોની વચ્ચે રહી જૂનાગઢમાં કરોડોના વિકાસકામો કરાવ્યા : કોરડિયા

Published

on

ધારાસભાની ચૂંટણી જીત્યા પછી પ્રજા-મતદારોથી દૂર જવાને બદલે સતત પ્રજાના સંપર્કમાં રહેતા જૂનાગઢનાં ઉત્સાહી ધારાસભ્ય સંજયભાઇ કોટડીયા આજે ગુજરાત મિરર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. તેઓએ તંત્રી સંજયભાઇ પટેલ સમક્ષ અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લા માટે કરેલા અનેકવિધ વિકાસના કામો પર પ્રકાશ ફેંકી જિલ્લાને પ્રજાભિમુખ બનાવવાની તત્પરતા બતાવી હતી.
ચૂંટાયા પછી માત્ર એકજ વર્ષમાં ખાસ તો સાંપ્રત સમાજના જન માનસ પર અંકિત થયેલી માન્યતાને હટાવતા ધારાસભ્ય કોટડીયાએ જાણાવ્યુ હતું કે, વર્ષોથી પ્રજામાં એવી લોકમાન્યતાના ચાલી આવે છે કે એકવાર ચૂંટણીમાં જીતી ગયા પછી જે-તે-ઉમેદવાર-પાંચ-પાંચ વર્ષે સુધી પોતપોતાના મત વિસ્તારોમાં ડોકાતા નથી!
આવી લોક માન્યતાને ખોટી કરવી જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઇએ શહેરીજનો માટે પોતાના કાર્યાલય પર, દર શુક્રવારે સવારે 10 થી 1 એમ ત્રણ કલાક ફાળવે છે તેમજ જિલ્લાનાં 17 ગામડાઓમાં દર ત્રણ મહિને રામજીમંદિરે કે ગ્રામપંચાયતે ખાસ મુલાકાત ગોઠવી પ્રજાના પ્રશ્ર્નો જાણે છે અને મહતમ પ્રશ્ર્નો લ કરાવવા પ્રયત્નો કરે છે. પોતાની સતા દરમિયાન ધારાસભ્ય તરીકેની ફરજ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાથ ધેલા પૂર્ણ કરેલા અને આગામી ટૂંક દિવસોમાં પૂર્ણ થનારા કામ બાબતે ધારાસભ્ય કોટડીયાએ જણાવ્યું હતું કે, દેશ આઝદ થયો ત્યારથી ગીરનાર ઉપર અંબાજી માતાજીનાં મંદિર સુધીની વિજળીનો પ્રશ્ર્ન યાત્રાળુઓને સતાવતો હતો.
એક વખત ગિરનાર વિસ્તારમાં ગૂલ થયેલી વીજળી કલાકો પછી પૂર્વવત થાય ત્યાં સુધીમાં છવાયેલા રહેતા અંધારપટને તેઓએ કાયમી દૂર કરાવ્યા છે. આ માટે છે ક અંબાજી મંદિર સુધી રૂા.8 કરોડના ખર્ચે કેબલ પાથરી, 6 નવા વીજ ટ્રાન્સફોર્મર ઉભા કરી ગીરનાંમાં ચોવીસેય કલાક વીજળી ઝબૂકતી કરાઇ છે.
શહેરનાં મોટીબાગ વિસ્તારમાં વર્ષો જૂનો વીજળીની આવન જાવનની સમસ્યાનો પ્રશ્ર્ન હવે ટૂંક દિવસો માંજ ભૂતકાળ થઇ જશે. આ માટે નવું 66 કેવી સબસ્ટેશન ઊંભુ કરવા માટે રૂા.16 કરોડનું ટેન્ડટીંગ પ્રક્રિયા આટોપી દેવાઇ છે. વર્ક ઓર્ડર પણ આપી દેવાની કવાયત ચાલું જ છે.
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલના જર્જરીત બાંધકામને રૂા.4 કરોડના ખર્ચે હેરિટેજ સમુ રીનોવેશન કરાવી નવા વાઘા પહેરાવાયા છે. નરશી મહેતા યુનિવર્સિટીમાં રૂા.18 કરોડના ખર્ચે અઘતન લાયબ્રેરી ઊભી કરવાની ગતિવિધિઓ હવે અંતિમ ચરણોમાં હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.

17 ગામોમાં ડોર ટુ ડોર કચરો લેવા જતી ટીપરવાન : અનન્ય સેવા

ગુજરાત મિરર સાથેની ખાસ મુલાકાતમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના ચૂંટાયાના એક વર્ષમાં જ શરૂ કરેલી સેવાઓ, વિકાસના કામો બાબતે ઉમેર્યુ હતું કે, રાજકોટ-જૂનાગઢ વચ્ચે દર 30 મિનિટે બસ, માત્ર 13 રૂપિયામાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની બસ શરૂ કરાઈ છે. પોતાના મતક્ષેત્રના 17 ગામોમાં ઘરે ઘરે નળ કનેકશનથી નર્મદાના નીર પહોંચાડયા એ ઉપરાંત 17 ગામોમાં રોજ દિવસ દરમિયાન ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની ગુજરાતમાં એકમાત્ર તેઓની સેવા હાલમાં પણ શરૂ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય એક ગામથી બીજા ગામને જોડતા ગામડાઓનાં રોડ રસ્તાની હાલત સુધારવા પણ તેઓ જાગૃત હોવાનું જણાવ્યું હતું.

Continue Reading

જુનાગઢ

કેશોદ પાલિકાનાં બહુમાળી બિલ્ડિંગમાં રિનોવેશનનાં બહાને થતાં દબાણ વિરુદ્ધ ફરિયાદ

Published

on

કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં પાંચેક સ્થળોએ બહુમાળી બિલ્ડીંગ આવેલ છે જેમાં વાણિજ્ય હેતુ માટે દુકાનો ઓફિસો આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકત ભાડા કરારથી આપેલ છે ત્યારે તાજેતરમાં જુનાગઢ બહુમાળી બિલ્ડીંગ ઢસી પડતાં થયેલી જાનમાલની નુકસાની થતાં કેશોદ નગરપાલિકા સફાળી જાગી હતી અને શહેરમાં પચાસેક મિલ્કત ધારકોને નોટિસ આપી જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગનો ઈમલો ઉતારવા જાણ કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા હસ્તકની શરદચોક વિસ્તારમાં આવેલી બે બિલ્ડિંગોનાં ભાડુઆત કબજેદાર દ્વારા સ્વખર્ચે જુનું બાંધકામ દુર કરી નવું બાંધકામ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં આદેશ કર્યા વગર મૌખિક હયાત બાંધકામ મુજબ કરવા સહમતિ આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં ન આવતાં દલા તરવાડીની વાર્તા જેવી સ્થિતિ થતાં ભાડુઆત કબજેદાર દ્વારા લાગું પડતી ખુલ્લી જગ્યા ભેળવી મનફાવે તેમ દબાણ કરી લેતાં કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી આમ છતાં જવાબદાર સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલી જે આપવામાં આવી નથી જે બાબતે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી છે. ારાધોરણ મુજબ કાર્યવાહી કર્યા વગર ભેળવી લીધી છે અને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદ નગરપાલિકાને ઈરાદાપૂર્વક આર્થિક નુકસાન થયું હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં ભરવા ઉપલી કચેરીને ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગોમાં નગર પંચાયતના સમયમાં પોસ્ટ ઓફિસ, આર્યુવેદિક દવાખાનું ઉપરાંત શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ને જ્ઞાતિ મંડળોને પણ જગ્યાઓ ફાળવવામાં આવેલ હતી જે વર્તમાન સમયમાં ખાલી જગ્યાઓ પર બેઠાથાળે કબજો કરવા લાગતાં વળગતા ની નજરમાં છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

Continue Reading

Trending