ગુજરાત
રાજ્યમાં 118 ટકા વરસાદ: 49ની જિંદગી છીનવાઇ
પૂરગ્રસ્તોને રૂા.8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઇ: મકાન સહાય-પશુ મોત માટે રૂા.367 કરોડ ચૂકવાયા
રાજ્યમાં 25થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 118 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, અને તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાયો છે.
ત્યારે આજે રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ) 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે.
રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘર વખરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે, જોકે 2 થી 3 લોકો સહાય ચૂકવવાની બાકી છે જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા. જેના માટે 367 કરોડની સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે.એનડીઆર, એસડીઆર, એરફોર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43 હજર 83 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને 37,050 લોકોને રેસ્ક્યુ તેમજ 42,083 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, 53 વ્યક્તિઓને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાત
વિજયભાઇ રૂપાણીને પંજાબ બાદ યુ.પી.માં મહત્ત્વની જવાબદારી
દસ મહાનગર-જિલ્લાના સંગઠનપર્વનું સુપરવિઝન સોંપાયું
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠનેતા વિજયભાઇ રૂપાણીને ભાજપ હાઇકમાન્ડે પંજાબ બાદ ઉત્તરપ્રદેશમાં પણ મહત્વની જવાબદારી સોંપી છે.
ભાજપ દ્વારા ચાલી રહેલ સંગઠનપર્વ અંતર્ગત દેશભરમાં 80 જેટલા સિનિયર નેતાઓને સંગઠન પર્વના સુપરવિઝનની જવાબદારી સોંપી છે તેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય વિજયભાઇ રૂપાણીને ઉત્તરપ્રદેશના 10 મહાનગર-જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
વિજયભાઇને ઉત્તરપદેશના મૈનપુરી, બરેલી મહાનગર, બરેલી જિલ્લો, પિલિભિત, બદાયુ, શાહજહાંપુર જિલ્લો, શાહજહાંપુર મહાનગર, કાનપુર ઉતર તથા કાનપુર દક્ષિણની જવાબદારી સોંપવામાં આવેલ છે.
ગુજરાત
ભૂપેન્દ્રભાઇને કોઇ ગુસ્સે કરી દયે તો ઇનામ આપીશ
ફરી આવા મુખ્યમંત્રી ગુજરાતને નહીં મળે: નીતિન પટેલ અચાનક વરસ્યા
પૂર્વ ડેપ્યુટી. સીએમ નીતિન પટેલ હંમેશાથી પોતાની બોલવાની છટા અને પોતાના અલગ અંદાજને કારણે જાણીતા છે. તેઓ નીતિનકાકાના હુલામણા નામે પણ જાણીતા છે. એવામાં હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંગે નીતિન કાકાનું એક નિવેદન ખુબ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ નિવેદન જાત જાતના તર્કવિતર્ક ઉભા કરી રહ્યું છે.
મહેસાણામાં યોજાયો ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. નીતિન પટેલે મંચ પરથી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલ અંગે કંઈક એવું કહી દીધુંકે, લોકો હસી પડયા હતા.
નીતિન પટેલે પોતાના અનોખા અંદાજમાં જણાવ્યુંકે, ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરે તો હું ઈનામ આપીશ. નીતિન પટેલે દાદાના વખાણ કરતા કર્યુંકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જેવા માણસ ખુબ ઓછા મળે છે. ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી ગુજરાતને ફરી નહીં મળે. ભૂપેન્દ્ર પટેલ એકદમ શાંત રહીને સારી રીતે સરકાર ચલાવે છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુંકે, ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે ના કરી શકે. આપણને ફરી ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી નહીં મળી શકે. હું આરોગ્યમંત્રી હતો ત્યારે ડોકટર્સની હડતાળથી ચિંતા થતી હતી. ભૂપેન્દ્ર પટેલ ડોકટર્સને મળી હસતા મોઢે બહાર આવ્યા છે. આ એમના માં જાદુ છે. આ વાત તેમની સફળતાની નિશાની છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ વખતે નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ એક સાથે એક મંચ પર હતા.નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેં આજ સુધી ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી નથી જોયા. બધાની સાથે હળીભળી જવાની ભૂપેન્દ્રભાઈની જે પદ્ધતિ છે તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રીમાં પોતે જોઈ છે હતું.
ગુજરાત
ફોરેક્ષ ટ્રેડિંગમાં લાખો હારી ગયેલા રેલવેકર્મીએ ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર પાસે ફિનાઇલ પી લીધી, બે પોલીસમેન, શિક્ષિકા સહિતના ભાગીદારો બળજબરીથી પૈસા પડાવવા ધાક-ધમકી આપતા હોવાનો સ્યૂસાઈટ નોટમાં ઉલ્લેખ
રાજકોટમાં રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ ભાગીદારીમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી ગયા બાદ ભાગીદાર એવા બે પોલીસમેન, શિક્ષિકા સહિત છ શખ્સો અવાર નવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.રાજકોટના રેલવે કર્મીએ વાકાનેર જઈ ફિનાઈલ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં આવેલી અવધ રેસીડેન્સીમાં રહેતા અને રેલવે હોસ્પિટલમાં સીએમએસના પીએ તરીકે ફરજ બજાવતા આનંદકુમાર નવલરામ બાદાણી (ઉ.વ.39) નામના યુવાને મંગળવારે બપોરે વાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર ટોકીઝ પાસે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં રેલવે કર્મચારી આનંદકુમાર મુળ પડધરીના હડમતિયાના વતની છે અને હાલ રાજકોટમાં પત્ની અને એક પુત્ર સાથે રહે છે.તેમણે સવારે પત્નીને અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળી વાંકાનેર જઈ સુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધું હતું.સુસાઈડ નોટમાં તેમણે જણાવ્યા મુજબ તેઓ ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.જેમાં રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે રહેતી અને કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હિરલ સંજીવભાઈ બુધવાણી, પ્રનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિ મોહનભાઈ રાઠોડ, અમદાવાદ રેલવે સુરક્ષબળનો કોન્સ્ટેબલ મનોજ પટેલ, દિપક પ્રજાપતિ અને ડાકોરનો નરેશ દરજી ભાગીદાર હોય.
જેથી ભાગીદારીમાં નાણાનું રોકાણ કરી ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.બાદમાં વર્ષ 2020 થી 2022ના સમયગાળામાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી જતા ઉપરોક્ત તમામ આરોપીઓ નાણાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. જેમાં શિક્ષિકા હિરલ તેના મળતીયાઓને મોકલી મારામારી કરી નાણા કઢાવવા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.
જ્યારે પોલીસમેન રવિ રાઠોડ પણ હું પોલીસ ખાતામાં છું અને મારૂૂ કોઈ કાઈ ઉખાડી નહી લે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હતો.ઉપરોકત તમામ આરોપીઓએ તેમને આત્મહત્યા માટે મજબૂર કરતા તેમણે આપગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ શરૂ કર્યો હતો.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
ગુજરાત24 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત24 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત6 hours ago
સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય