Connect with us

કચ્છ

કચ્છના પીંગલેશ્ર્વર દરિયામાંથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળ્યા

Published

on


સૌરાષ્ટ્ર-કચ્છના દરીયા કાંઠેથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સીલસીલો ચાલુ છે. જેમાં એક સપ્તાહ પહેલા ગાંધીધામ નજીક દરીયાકાંઠે બાવળની ઝાડીમાંથી કરોડોનું ડ્રગ્સના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસ પછી દ્વારકા નજીક રૂપેણ બંદર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કયાર્ર્ હતા. જયારે આજે સવારે કચ્છના પીંગલેશ્વર દરીયા કાંઠેથી ચરસના વધુ 10 પેકેટ મળી આવતા કોઠાા પોલીસે કબજે લઇ દરીયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


ડ્રગ માફીયા દ્વારા ભરતી ટાણે આંતરરાષ્ટ્રીય દરીયાઇ સીમા પરથી પ્લાસ્ટીકની કોથળીમાં ચરસના પેકેટ તૈયાર કરી દરીયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઇને સૌરાષ્ટ્ર-કચ્છના દરીયા કાંઠે આવતા હોવાનું અને આ સીલસીલો ઘણા સમયથી ચાલી રહ્યો છે.

કચ્છ

મુન્દ્રામાં દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: નવ ઝડપાયા

Published

on

By

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે મુન્દ્રા તાલુકાના નવીનાળની સીમમાં ડેમની પાછળ ધમધતા દેશી દારૂૂના હાટડા પર ઓચિંતો દરોડો પાડી નવ શખ્સને 2.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્ર મુંદરા તેમજ માંડવીમાં પરપ્રાંતીય શ્રમિકવર્ગની સંખ્યામાં વધારો થતાં ખાસ કરીને મુંદરાના વિસ્તારમાં દેશી દારૂૂની બદીએ જોર પકડયું છે. ત્યારે આજે રાજ્ય સ્તરની એસએમસીના પીએસઆઇ એ.વી. પટેલ અન તેમની ટીમે મુન્દ્રા તાલુકાના નવીનાળની સીમમાં ડેમ પાછળ ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી છે. આ દરોડામાં 340 લિટર દેશી દારૂૂ કિં. રૂા. 6800, રોકડા રૂૂા. 20,110, નવ મોબાઇલ કિં. રૂૂા. 50,000 અને ચાર વાહન કિં. રૂા. 1,90,000 અને ત્રણ પ્લાસ્ટિકના બેરલ કિં. રૂા. 250 એમ કુલ રૂૂા. 2,67,160ના મુદ્દામાલ સાથે દારૂૂનો હિસાબ રાખનારા કિશનસિંહ દશરથસિંહ જાડેજા (કુંદરોડી) અને દારૂ વેચનાર મજૂર એવા મહેશ વિજુભા વાઘેલા (વડા- બનાસકાંઠા), જયદીપસિંહ જીલુભા ચૌહાણ (કુંદરોડી), તેજસ નવલદાન બારોટ (ભુજપુર), વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ (બારોઇ), કરણસિંહ કલુભા પરમાર (ગુંદાલા), ભરત પાલુભાઇ વર્મલ (રાવ) તથા મહેન્દ્ર મદનલાલ બારોટ (રહે. બન્ને નવીનાળ) અને દારૂૂના બાચકા નાખનારા નરેશ લાખાભાઇ જોગી (વડાલા)ને ઝડપી પાડયા હતા, જ્યારે દેશી દારૂૂનો ધંધાર્થી અને મુખ્ય આરોપી મુન્દ્રા તાલુકા કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ ગજુભા ભીમજી જાડેજા (નવીનાળ) અને દેશી દારૂૂ પૂરો પાડનાર ગોપાલ લાધાભાઇ ગઢવી અને તેનો ભાગીદાર મોહન પત્રામલભાઇ ગઢવી (રહે. બન્ને વવાર) હાજર મળ્યા ન હતા, પરંતુ પકડાયેલા આરોપીઓ પાસેથી તેઓની સંડોવણી ખૂલી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, દેશી દારૂૂની બદીને લઇને મુંદરા અને માંડવી વિસ્તારમાં મહિલાઓએ રેલી કાઢી આવેદનપત્રો પાઠવી આ દૂષણ પર ધાક બેસાડતી કામગીરી કરવા એક કરતાં વધુ રજૂઆતો કરી છે.એસએમસીની કાર્યવાહીને લઇને સ્થાનિક પોલીસ પર પણ ઉચ્ચ સ્તરેથી પુછાણા સહિતની ખાતાકીય કાર્યવાહીની સંભાવના જોવાઇ રહી છે.

Continue Reading

કચ્છ

કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત!!! જખૌના સીંધોડી બીચ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા

Published

on

By

કચ્છ જિલ્લાના સમુદ્રી કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે આજે અબડાસા તાલુકાના જખૌ દરિયાઇ વિસ્તાર સ્થિત સીંધોળી બીચ ખાતેથી મરીન કમાન્ડો અને પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી હાલતમાં એક પ્લાસ્ટિક પેક કોથળો મળી આવ્યો હતો. આ કોથળામાંથી નાર્કો પ્રોડક્ટ લખેલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેમાં 5 કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મરીન કમાન્ડોને મળી આવ્યા હતાં. મોટા કોથળાની ચકાસણી કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ મળી આવ્યા હતાં જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 પેકેટ લેખે 50 લાખ રૂપિયા છે. તેવા કુલ 5 કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા છે. સુરક્ષા તંત્રએ આ પેકેટને આગળની તપાસ માટે જખૌ મરીન પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે મરીન કમાન્ડોએ જખૌ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ચરસના 10 પેકેટ જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા વધુ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.નોંધનીય છે કે ગત 8 જૂનથી શરૂ થયેલો માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો લગાતાર ચાલુ રહેવા પામ્યો છે.

Continue Reading

કચ્છ

કચ્છના સાગરકાંઠે ‘ડ્રગ્સનો દરિયો’ બે દિવસમાં ચરસ-કોકેનના વધુ 91 પેકેટ મળ્યા

Published

on

By

બીએસએફ, નેવલ આઈ.બી., સ્ટેટ આઈબી, એસ.ઓ.જી., મરીન પોલીસનું સંયુક્ત ઓપરેશન: 10 દિવસમાં ડ્રગ્સના 242 પેકેટ મળ્યા

કચ્છ-સૌરાષ્ટ્રનો સાગરકાંઠો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગસમાન બની ગયો છે ત્યારે છેલ્લા 10 દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી રહ્યા છે. જે સીલસીલો હજુ પણ યથાવત છે ત્યારે ગઈકાલે બીએસએફ, નેવલ આઈબી, સ્ટેટ આઈબી, એસઓજી, મરીન પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં કચ્છના સાગરકાંઠેથી ચરસ અને કોકેઈના વધુ 19 પેકેટ મળી આવતા પોલીસે કબ્જે લીધા છે. આ ચરસના પેકેટ અફઘાનીસ્તાની ડ્રગ માફિયા દ્વારા પાકિસ્તાની માછીમારો મારફત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોવાનું બહાર આવ્યું છે.


સૌરાષ્ટ્ર-કચ્ચના દરિયાકાંઠેથી છેલ્લા 10 દિવસથી ડ્રગ્સના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવતા કેન્દ્ર સરકારના આદેશથી બીએસએફ, લેવલ આઈબી, સ્ટેટ આઈબી દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં કચ્છના જખૌ નજીક ગત તા. 18-6ના રોજ ચરસ અને કોકેઈનના 91 પેકેટ મળી આવ્યા હતાં. જેમાં ગઈકાલે જખૌ નજીકથી બીએસએફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી ચરસના વધુ 19 પેકેટો કબ્જે કર્યા છે.


સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ ઋજક તપાસ થાય છે. ત્યાર બાદ ગઉઙજ એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે. કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા.


અગાઉ પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. આ પેકેટની એટલે કે મરેઝુઆનાની કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે. પોરબંદરના અજઙ ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે.


કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 10 દિવસમાં કુલ 242 પેકેટ ચરસ અને કોકેઈના મળી આવ્યા છે. જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. આ ડ્રગ્સનો જથ્થો અફઘાનીસ્તાન રહેતા કનેધી શેખ ઉર્ફે સલીમ હાજી નામનો ડ્રગમાફિયા બ્લુચીસ્તાનના ગ્વાદર બંદર પરથી સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે. ગ્વાદર બંદરથી મોટી શીપમાં ડ્રગ્સ ગુજરાત તરફ રવાના કર્યા બાદ મધદરિયે માછીમારી બોટોમાં આ ડ્રગ્સ સૌરાષ્ટ્ર-કચ્છના સાગર કિનારા નજીક લઈ જવામાં આવે છે એન દરિયાકાંઠે નજીક જ માછીમારી બોટમાંથી ડ્રગ્સના પેકેટ દરિયામાં રેઢા મુકી દેવામાં આવે છે. ત્યારે તણાઈને દરિયાકાંઠે પહોંચી આવે છે.

Continue Reading

Trending