Connect with us

ગુજરાત

જમીન અપાવવાના નામે સ્વામિનારાયણના સંતો સાથે 1 કરોડની ઠગાઇ

Published

on

જમીનના માલિકોને મૃતક બતાવી બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો, આઠ શખ્સો સામે ફરીયાદ

વડોદરાના શિનોર તાલુકામાં નોંધાયેલા ગુન્હામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળા બનાવવા માટે કેટલાક દલાલોએ જમીન બતાવ્યા બાદ જમીન માલિક મૃત્યુ પામ્યા છે તેમ કહીને બોગસ વારસદાર ઊભો કરીને દસ્તાવેજ કરી આપીને 1 કરોડ પડાવી લીધાની વિગતો સામે આવી છે. આ અંગે ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના જમીયાત પુરામાં આવેલ સ્વામિનારાયણ મંદિરના વિજયપ્રકાશ સ્વામી તેઓના નજીકના સત્સંગી અમદાવાદના રહેવાસી નીતિન ચંદ્રપ્રકાશ સોનીને લઈને શિનોર પાસે ઝાંઝડ ગામે જમીન જોવા માટે 2019માં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થાનિક જમીન દલાલો સાથે થઈ હતી.જમીન દલાલ ટોળકીએ ઝાંઝર ગામના જયંતીભાઈ પટેલની જમીન બતાવી હતી. જમીન જોઈને સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી અને નીતિનભાઈ સોનીને જમીન ગમી ગઈ હતી. જેથી સોદો કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ કોરોના આવી જતા વર્ષ 2020માં જમીન દલાલ દ્વારા મંદિરના સંતને જણાવવામાં આવ્યું હતું કે, જમીન માલિક જયંતિભાઇ પટેલનું કોરોનામાં અવસાન થયું છે. જેથી હવે તેઓના ભાઈ વલ્લભભાઇ દસ્તાવેજ કરી આપશે, પણ તેઓ અમેરિકા છે એટલે તેઓને ઇન્ડિયા બોલાવવા પડશે અને તેનું ખર્ચ જમીન ખરીદનારને ઉપાડવો પડશે. આ વાત જમીન દલાલોએ ફરિયાદી નીતિનભાઈ સોની અને મંદિરના સ્વામીને કરતા તેઓએ જમીન માલિકને અમેરિકાથી બોલાવવાનો ખર્ચ પણ આપ્યો હતો.

થોડા સમય બાદ જમીન દલાલોએ ફરિયાદીને જણાવ્યું હતું કે, અમેરિકાથી આવેલા વલ્લભભાઈ પટેલનું પણ કોરોનાથી નિધન થયું છે. જેથી હોવી તેઓની પાવર ઓફ એટર્ની ધરાવતા તેઓના વારસદાર કેતન પટેલ દસ્તાવેજ કરી આપશે તેમ કહીને સ્વામિનારાયણ મંદિરના સંત પાસે જમીન દલાલોએ રૂૂપિયા પડાવ્યા હતા.

બંને વૃદ્ધ ખેડૂત મૃત્યુ પામ્યા હોય તેવું દર્શાવીને નવો વારસદાર ઉભો કરીને દસ્તાવેજ કરવાની લાલચે ફરિયાદી સંત અને સત્સંગી પાસે વધુ રૂૂપિયા પડાવ્યા હતા. જેમાં કેતન પ્રવીણભાઈ પટેલ દ્વારા વલ્લભભાઈ પટેલના વારસદાર તરીકેની ઓળખ ઉભી કરવા માટે વલ્લભભાઈ અને જયંતિભાઇના ખોટા મરણના દાખલ અને વારસદારના પુરાવા ઉભા કર્યા હતા. જોકે મૂળ ખેડૂત જયંતીભાઈ તેમજ વલ્લભભાઈ જીવિત છે.

જે બાદ ઠગ મનીષ પટેલ વલ્લભભાઈનો વારસદાર બનીને ઝાંઝર ગામની જમીનનો દસ્તાવેજ સ્વામિનારાયણ મંદિરના સંતને કરી આપીને ચેક તેમજ આંગડિયા સહિત રોકડ મળીને 1 કરોડ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી.
જે બાદ સ્વામિનારાયણ મંદિરના સંતને ખબર પડી કે ઠગ ટોળકીએ બોગસ દસ્તાવેજ કરી આપ્યો છે. જેથી તેઓ શિનોર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રૂૂપિયા 1, 03, 00, 000ની છેતરપિંડી કરનાર કૌશીક ઉર્ફ કૌવો ઉર્ફ ઉમેશ સોમાભાઇ પટેલ, કનુ હરીભાઇ પટેલ, કેતન પ્રવિણભાઇ પટેલ તથા તેના માતા-પિતા, રમેશ વિઠ્ઠલભાઇ, વાસીમ ઉર્ફ મોહસીન છત્રસંગ રાજ અને સુરતના જમીન દલાલ મળી 8 આરોપીઓ સામે છતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત

કોડીનારમાં શોર્ટ સર્કિટથી આગ: મંડપ સર્વિસનો સામાન ખાક

Published

on

By

કોડીનારના છારાઝાંપા વિસ્તારમાં હેલત વાડી, કલ્યાણ સોસાયટીમાં આવેલાં મંડપ સર્વિસના ખાનગી ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગી હતી.આ આગે જોતજોતા માં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા પ્રથમ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.ત્યારબાદ કોડીનાર નગરપાલિકાની ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક આવી અને ફાયર વ્હિકલ દ્વારા પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો.ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો મંડપ સર્વિસનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.ગોડાઉન પાસે પસાર થતી પી.જી.વી.સી.એલની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

આ બનાવમાં મંડપ સર્વિસના માલીક નિલેશભાઈ નાથાભાઈ વાજાએ પી.જી.વિ.સી.એલ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે આજે સવારે 8:45 ના સમય દરમ્યાન અમારા મંડપ સર્વિસનાં ગોડાઉનમાં આગ લાગી હતી.અમારા ગોડાઉનમા રહેલો મંડપ સર્વિસનો તમામ માલ સામાન, પશુઓનો ઘાસ ચારો તથા ફર્નિચરનો સમાન હતો તે આગ લાગવાના કારણે બળી અને રાખ થઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ કોડીનાર ગામે આવેલાં ખેતીની જમીન વિસ્તારમાં આવેલાં પબાળનાથથ ટી.સી.માંથી અમોની ખેતીની જમીનનું ખેતીવાડી વીજ કનેક્શન આપેલું છે.

જેમા એક ટી.સી.બંધ હાલતમાં આવ્યું હતું. અને અમારુ વીજ કનેકશન બીજા બાળનાથ ટી.સી. જે બાજુમા આવેલ છે. જેમાંથી અમોને ખેતીવાડી વીજ કનેકશન આપવામા આવેલ છે.જે ખેતીવાડી વીજ કનેકશન અમારા ગોડાઉનમા ફીટ કરેલ હતુ. અને ચાલુ હાલતમાં આવેલ છે.અને જે થ્રી ફેજ કનેકશન છે.આ થ્રી ફેઝ સર્વિસ કેબલમા શોર્ટ સર્કિટ થવાના કારણે અમારા કનેકશનમા શોર્ટ સકીટ થવાના કારણે અમારા ગોડાઉનમા આગ લાગેલ છે. સાથો સાથ અરજીમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા 4 માસ પૂર્વે તા.10/10/2023 ના રોજ ખેતીવાડી ફીડરનો 11 કે.વિ.કેબલ બળી જવાથી ટી.સી. બંધ છે જે બાબતનો અરજ અહેવાલ રજુ કરેલ હતી.

જેનું આજદીન સુધી નિવારણ આવેલ નથી. ત્યારે આ આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલ મંડપ સર્વિસનો તમામ માલસમાન, પશુઓનો ઘાસ ચારો, ફર્નિચર તમામ બળીને રાખ થયેલ છે જેના કારણે થયેલ આર્થિક નુકશાની આશરે રૂા.38,00,000/- થી 40,00,000/- ની ખુબ મોટી આર્થિક નુકશાની ગયેલ છે.અને અમારા ધંધાનો તમામ માલ બળીને રાખ થઈ જતા અમોની આર્થિક પરિસ્થિતી ખરાબ થયેલ છે.તેવું જણાવી અરજદારે પી.જી.વિ.સી.એલ સમક્ષ પુરેપુરુ વળતર આપવા માંગણી કરી છે.

Continue Reading

ગુજરાત

ભડકાઉ ભાષણ કેસમાં ફરિયાદ રદ કરવા મુફ્તી સલમાન અઝહરી હાઈકોર્ટમાં

Published

on

By

ભડકાઉ ભાષણ આપવાના મામલે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જૂનાગઢ, કચ્છ અને અરવવલ્લીમાં ત્રણ ઋઈંછ નોંધાઇ છે અને એ ફરિયાદ રદ કરાવવાની માંગ સાથે તેણે હાઇકોર્ટમાં ધા કરી હતી. જોકે તેના તરફથી એડવોકેટ લીવ પર હોવાથી કેસની સુનાવણી ટળી હતી. આ કેસની વધુ સુનાવણી 18મી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રારંભમાં ગુજરાતમાં પોલીસે મંગળવારે મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ બીજી FIR નોંધી હતી.

કચ્છ જિલ્લાના સામખિયાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ અગાઉ જૂનાગઢમાં નોંધાયેલા અપ્રિય ભાષણના એક અલગ કેસમાં અઝહરીની રવિવારે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (અઝજ)ની એક ટીમ તેને અમદાવાદ લાવી હતી. આ પછી તેને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો.

કચ્છના સામખિયાળીમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અહીં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુફ્તી સલમાન અઝહરી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ભાષણ જૂનાગઢની ઘટના જેવું જ હતું. અઝહરી પર કચ્છ જિલ્લાની ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153ઇ (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) (જાહેર દુષ્કર્મ માટે અનુકૂળ નિવેદનો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ એફઆઈઆર મુજબ, ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી એમ કહીને મીટિંગ માટે પરવાનગી લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે. જોકે તેના બદલે તેણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોવાનો આક્ષેપ છે.

Continue Reading

ગુજરાત

આમાં કેમ ભણશે ગુજરાત, નથી પૂરતા ઓરડા કે નથી શિક્ષકો

Published

on

By

  • ગુજરાતની શાળાઓમાં 9153 ઓરડાની ઘટ, ભારતનું ભાવિ ખુલ્લામાં ભણવા મજબૂર

ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો ગુંજવી સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે તેવુ ચિત્ર ઉભુ કરી રહી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ક્યાં ભણવું એ સવાલ ઉભો થયો છે. ખુદ શિક્ષણ વિભાગે જ વિધાનસભામાં એકરાર કર્યો છે કે, ગુજરાતમાં હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે.

ગુજરાતની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને ગુજરાતની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ અંગે સવાલ કર્યો હતો. જેમાં સરકારે પ્રાથમિક શાળામાં 9 હજારથી વધુ ઓરડાની ઘટ હોવાનું સ્વીકાર્યું છે. ઓરડાની ઘટના લીધે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે.

ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળેલી હાલતમાં છે જ તેવામાં હવે ઓરડાની ઘટ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે. તો ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાણે શિક્ષણ તંત્ર ખાડે ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડા સહિતની માળખાકીય સુવિધા જ નથી. સરકારને પણ સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં રસ રહ્યો નથી. આ પરિસ્થિતીને કારણે ખાનગી શાળાઓને ફાવતુ ફાવ્યુ છે. વાલીઓને નાછૂટકે વધુ ફી ચૂકવી બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે.

Continue Reading

Trending