Connect with us

Rajkot

હિન્દુસ્તાનના બે ભાગલા, એક અરબપતિઓનું, બીજું ગરીબોનું: રાહુલ ગાંધી

Published

on

મોરબી દુર્ઘટના ભાજપ સાથે સારા સંબંધોના કારણે દબાઇ ગઇ, જીએસટી, નોટબંધીએ નાના વ્યાપારીઓને બરબાદ કર્યા, રાહુલની સભામાં જનમેદની ઊમટી

વિધાનસભાની ચુંટણી આડે ગણત્રીના દિવસો જ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢ સમાન રાજકોટમાં યોજાયેલ રાહુલગાંધીની સભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. રાહુલે ભાજપના શાસનમાં આર્થિક અસમાનતા અને મોરબી દુર્ઘટના બાબતે ભાજપ સરકારને ચાબખા માર્યા હતા.
રાહુલ ગાંધીએ વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે 2 મિનિટનું મૌન પાળ્યુ હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભારત જોડો યાત્રા શરૂૂ કરી. આ યાત્રા શ્રીનગર સુધી જશે. શ્રીનગરમાં તિરંગે લહેરાવીશુ. આ યાત્રામા બહુ શીખવા મળી રહ્યું છે. યુવાઓ સાથે વાતચીત થઈ રહી છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ સાથે વાત થઈ રહી છે. લોકો પ્રેમ વરસાવી રહ્યાં છે. પરંતુ ટીવીવાળા બહુ બતાવતા નથી. પરંતુ નદી જેવુ છે, રોજ સવારે છ વાગ્યે શરૂૂ થાય, અને રાતે પૂરી થાય. દુખ એટલુ છે કે યાત્રા ગુજરાતમાંથી ન નીકળી. મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, 150 લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત પ્રદેશ સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. હવે જીએસટી લાગુ કરી. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જોવા માંગતો હોય તો તેના માટે લાખો રૂૂપિયા આપવા પડે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે યુવાઓને રોજગાર નથી મળી રહ્યું. પહેલા ગરીબોને પબ્લિક સેક્ટરમાં નોકરી મળતી હતી. પરંતુ આજે પબ્લિક સેક્ટરનું પ્રાઈવેટાઈઝેશન કરાઈ રહ્યું છે. સરકારમાં લાખો નોકરીઓ ખાલી છે. એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારી છે. આજે પેટ્રોલ 100 રૂૂપિયા પર પહોંચી ગયુ છે. આજે બે હિન્દુસ્તાન બની ગયા છે, એક અરબપતિઓનું અને બીજુ હિન્દુસ્તાનની ગરીબ જનતાનું. અમને બે હિન્દુસ્તાન નથી જોઈતા, અમને ન્યાયનુ હિન્દુસ્તાન જોઈએ. ભારત જોડો પાછળના વિચારો મહાત્મા ગાંધીના છે. આ રસ્તો અમને ગુજરાતે બતાવ્યો હતો. તમારી પાસેથી શીખીને અમે આ તપસ્યા કરી રહ્યાં છે. અમે બોલતા નથી, પણ લોકોની વાત સાંભળીએ છીએ. અમે 11 કલાક સુધી સતત ચાલીએ છીએ.

મુજે માફ કરના; મેં ભટક ગયાથા, અટક ગયાથા : ઇન્દ્રનીલ
રાજકોટમાં જાહેર સભા દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માંગી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ પરથી રાહુલ ગાંધીની માફી માંગી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂૂએ જણાવ્યું કે, તમામ લોકોની વચ્ચે હું આપની માફી માંગુ છું તેમણે કહ્યું કે, વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી અને રહીશ તેમણે કહ્યું કે, હું ભૂલથી આપ પાર્ટીમાં જતો રહ્યો હતો અને તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નથી તે કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેમણે કહ્યું કે, મને માફ કરી દો, મારી નસમાં કોંગ્રેસ છે હું ભૂલથી આપમાં ગયો હતો.

Advertisement

Continue Reading
Advertisement

Rajkot

હાઇપ્રોફાઇલ ઇલેકશન; 1621 પૈકી 330નો ગુનાહિત ઇતિહાસ; 456 કરોડપતિ

Published

on

સામાન્ય પ્રજાની સાપેક્ષમાં રાજકીય નેતાઓની ‘જેટ’ ગતિએ વધતી આવકનો મુદ્દો ચર્ચામાં

સતત બીજા વખત ચુંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિમાં 2017ની સરખામણીએ 3 ટકાનો વધારો : 42 ઉમેદવાર નિરક્ષર, 13 ઉમેદવાર ડોકટર પદવીધારક અને 27 ઉમેદવારો 70થી વધુ ઉમર ધરાવતા: સોંગદનામાએ માહિતી ઉજાગર કરી

કોઇ સામાન્ય વ્યક્તિને વર્ષના અંતે માત્ર 6.25 ટકાનું ફિક્સ ડિપોઝિટનું વ્યાજ મળે તો પણ તે અનહદ ખુશી અનુભવે છે. સામાન્ય વ્યક્તિની સરખામણીએ મોટાભાગના નેતાઓની વાત જ કંઇક નિરાળી હોય છે. તેમની આવકનો ગ્રાફ સતત વધતો જ જોવા મળે છે. આવું જ કંઇક ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા રીપિટ ઉમેદવારના કિસ્સામાં છે. કુલ 126 ધારાસભ્યો સતત બીજી વાર ચૂંટણીમાં ઉમેદવાર બન્યા છે. સતત બીજી વખત ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિમાં 2017ની સરખામણીએ 2022માં સરેરાશ 34 ટકાનો વધારો થયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતાં રીપિટ ઉમેદવારોની સંપત્તિ રૃપિયા 10.57 કરોડ જ્યારે બંને તબક્કામાં ચૂંટણી લડતાં 1621 ઉમેદવારોની સરેરાશ આવક રૃપિયા 3.58 કરોડ છે. 126 ધારાસભ્યો જે આ વખતે સતત બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી 107ની સંપત્તિ 2017 કરતાં વધી છે. સૌથી વધુ મિલકત ભાજપના રમણસિંહ પટેલની વધી છે.વર્ષ 2017માં તેમની સંપત્તિ રૃપિયા 56 કરોડ હતી અને તે વધીને 95 કરોડ થઇ ગઇ છે. કોંગ્રેસના રઘુભાઇ મેરજાની મિલકત રૃપિયા 115 કરોડથી વધીને રૃપિયા 140 કરોડ જ્યારે કાંધલ જાડેજાની મિલકત રૃપિયા 15 કરોડથી વધીને રૃપિયા 20 કરોડ થઇ ગઇ છે.
જોકે, 19 ધારાસભ્યો જે આ વખતે ફરી ચૂંટણી લડી રહ્યા છે તેમની આવક ઘટી હોવાનું તેમના સોગંદનામાની વિગતમાંથી જાણવા મળે છે. જેમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોરની મિલકત રૃપિયા 24 કરોડથી ઘટીને રૃપિયા 11 કરોડ થઇ ગઇ છે. આ સિવાય કુબેર ડિંડોરની આવક 79 ટકા, પ્રવિણ ઘોઘારીની સંપત્તિમાં 58 ટકા, રાઘવજી પટેલની સંપત્તિમાં 46 ટકા જ્યારે ગેનીબેન ઠાકોરની સંપત્તિમાં 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દરમિયાન વિધાનસભાની ચૂંટણી લડતા કુલ 1621 ઉમેદવારોમાંથી 300 ગુના અને 192 ગંભીર ગુના ધરાવતા છે. 456 ઉમેદવારો કરોડપતિ છે. 42 ઉમેદવારો નિરક્ષર છે જ્યારે 13 ઉમેદવારો ડોક્ટરેટ છે. 70થી વધુ વયના 27 ઉમેદવારો છે અને 40થી ઓછી વયના ઉમેદવારોની સંખ્યા 561 છે.

Advertisement

પક્ષ પ્રમાણે રીપિટ ઉમેદવારોની સંપત્તિમાં વધારો
પક્ષ ઉમેદવારો સંપત્તિમાં વધારો
ભાજપ 71 39.09%
કોંગ્રેસ 51 26.02%
અપક્ષ 03 31.96%
સપા 01 32.69%
કુલ 126 34.00%

કઇ બેઠકમાં સૌથી વધુ ગુનેગાર?
બેઠક કુલ ઉમેદવાર ગુનાઈત
લિંબડી 15 07
સાણંદ 15 06
જમાલપુર-ખાડિયા 08 06
પાટણ 16 06
લિંબાયત 44 06
ઉમરેઠ 12 05
ભાવનગર પશ્ચિમ 15 05
(* કુલ 44 બેઠકમાં 3થી વધુ ગુનાઈત ઉમેદવાર)

છેલ્લા પાંચ વર્ષમાં કયા રિપીટ ધારાસભ્યોની સંપત્તિમાં વધારો?
ધારાસભ્ય પક્ષ 2017માં સંપત્તિ 2022માં સંપત્તિ વધારો
હર્ષ સંઘવી ભાજપ 2.12 કરોડ 17.42 કરોડ 721%
અર્જુનસિંહ ચૌહાણ ભાજપ 12.57 લાખ 54.58 લાખ 573%
શૈલેષ ભાભોર ભાજપ 19.70 લાખ 1.14 કરોડ 481%
રમણ પાટકર ભાજપ 75.56 લાખ 3.28 કરોડ 335%
મનિષા વકીલ ભાજપ 49.13 લાખ 2.00 કરોડ 308%
કાંતિભાઇ ખરાડી કોંગ્રેસ 32.03 લાખ 1.12 કરોડ 252%
જીજ્ઞોશ મેવાણી કોંગ્રેસ 10.25 લાખ 35.48 લાખ 246%
ઈન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ 26.18 લાખ 86.93 લાખ 232%
ઇમરાન ખેડાવાલા કોંંગ્રેસ 46.86 લાખ 1.51 કરોડ 224%
રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ 1.73 કરોડ 5.19 કરોડ 199%
ભીખાભાઇ બારૈયા ભાજપ 30.37 લાખ 89.72 લાખ 195%
માલતી મહેશ્વરી ભાજપ 17.17 લાખ 50.21 લાખ 192%

Advertisement
Continue Reading

Breaking News

યાદ છે ને…?, કાલે પ્રથમ તબક્કાનું મતદાન છે

Published

on

19 જિલ્લાની 89 બેઠકમાં પ્રથમ તબક્કાના મતદાનની વ્યવસ્થાને અપાતો આખરી ઓપ, 788 ઉમેદવારનું ભાવિ થશે નક્કી
સાંજથી પોલિંગ સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે

પ્રથમ તબક્કાની 89 બેઠકનું મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે. રાજકોટ સહિત 19 જિલ્લાનો ચુંટણી સ્ટાફ આજે સવારથી જ મતદાન મથકો ખાતે રવાના થઈ ગયો હતો. બપોર પછી તમામ સ્ટાફ દ્વારા મતદાન મથકનો કબ્જો લેવાયો છે. દરમિયાન આવતી કાલે સવારના 7 વાગ્યે મોકપોલ બાદ મતદાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. ચુંટણી તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારી આટોપી લેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 48 બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામનાર છે. મતદારોને અંતિમ ઘડી સુધી રિઝવવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. પરંતુ મતદારો આ વખતે મગનું નામ મરી નહીં પાડી કઈ તરફ ઝુકાવ છે તે નહીં જાણવા મળતા ઉમેદવારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા છે.
ગુજરાતમાં ધારાસભાની સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત પ્રથમ તબક્કાની 89 બેઠક માટે આવતીકાલે ગુરૂવારે સવારે 8થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. તે પૂર્વે સરકારી તંત્ર સંપૂર્ણ ઈલેક્શનમોડમાં આવી ગયું છે. અને આજે સાંજથી જ તમામ મતદાન મથકો ઉપર પોલીંગ સ્ટાફ તથા સુરક્ષા સ્ટાફે પોઝીશન સંભાળી લીધી છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત 89 બેઠક ઉપર 788 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે જ્યારે બીજા તબક્કામાં તા. પાંચ ડિસેમ્બરે બાકીની 93 બેઠકની ચુંટણી યોજાનાર છે.
ગુજરાતમાં આ વખતે ચુંટણીમાં 182માંથી 180 બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ છે. ભાજપ તમામ 182 બેઠક ઉપર, કોંગ્રેસ 179 તેમજ આમ આદમી પાર્ટી 180 બેઠક ઉપર તથા એનસીપી બે બેઠક ઉપર ચુંટણી લડે છે. જ્યારે અમુક બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી અને 14 બેઠક ઉપર ઓવૈસીની પાર્ટી ચુંટણી લડી રહી છે.
વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે અને 14 જિલ્લાની 93 બેઠકો માટે તા.5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મથકો અને મતદાન સ્ટાફનું જરૂૂરી તમામ આયોજન થઈ ગયું છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના ઈવીએમ અને વીવીપેટ પણ તૈયાર થઈ ગયા છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરૂૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. એમ બંને તબક્કામાં થઈ 2,53,59,863 પુરૂૂષ, 2,37,74,146 મહિલા અને 1,391 ત્રીજી જાતિના મળી કુલ 4,91,35,400 મતદારો નોંધાયેલા છે.
રાજ્યમાં સર્વિસ વોટરની કુલ સંખ્યા 27,877 છે. પ્રથમ તબક્કામાં 9,371 પુરૂૂષ અને 235 મહિલા મતદારો મળી 9,606 સેવા મતદારો જ્યારે બીજા તબક્કામાં 17,607 પુરૂૂષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બે તબક્કામાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂૂષ અને 70 મહિલા મળી કુલ 788 જ્યારે બીજા તબક્કામાં 764 પુરૂૂષ અને 69 મહિલા મળી કુલ 833 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1,482 પુરૂૂષ અને 139 મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ-અપક્ષના કુલ 1,621 હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં 29,357 મતદાન મથક સ્થળો પર કુલ 51,839 મતદાન મથક આવેલા છે.
રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 વીવીપેટ જ્યારે બીજા તબક્કામાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ 2,20,288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.

પ્રથમ તબક્કામાં 2017માં ક્યા જિલ્લાની કઈ બેઠક, કોણે જીતી હતી?

Advertisement

જિલ્લા કુલ બેઠક ભાજપ કોંગ્રેસ
કચ્છ : કુલ બેઠક-5
કચ્છ 6 4 2
સૌરાષ્ટ્ર: કુલ બેઠક-48
સુરેન્દ્રનગર 5 1 4
મોરબી 3 0 3
રાજકોટ 8 6 2
જામનગર 5 2 3
જૂનાગઢ 5 15 4
દ્વારકા 5 2 3
પોરબંદર 2 1 1(ગઈઙ)
સોમનાથ 4 0 4
અમરેલી 5 0 5
ભાવનગર 7 6 1
બોટાદ 2 1 1
દક્ષિણ ગુજરાત : કુલ બેઠક-35
ભરુચ 5 3 1-1(બીટીપી
સુરત 16 15 1
તાપી 2 0 2
ડાંગ 1 0 1
નવસારી 4 3 1
વલસાડ 5 4 1
કુલ 89 48 40+2 અન્યો

Continue Reading

Breaking News

ચૂંટણી સાહિત્ય-મતપેટી સાથે ચૂંટણી સ્ટાફ બૂથ પર રવાના

Published

on

રાજકોટ શહેરની ચાર સહિત જિલ્લાની 8 વિધાનસભા બેઠક ચૂંટણીનું આવતિકાલે મતદાન થનાર છે તે પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લાના 13000 ચૂંટણી સ્ટાફ આજે વહેલી સવારના રીસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટર ખાતે હાજર થઈ ઈવીએમ-વીવીપેટ સાથે મતદાન મથકો ઉપર જવા રવાના થયો હતો. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થનાર છે. તે પૂર્વે સવારના 6 થી 7 એક કલાક દરમિયાન મોકપોલ કરવામાં આવનાર છે. જેમાં 50-50 મત નાખી મશીનનું ચેકિંગ કરવામાં આવનાર છે. (તસ્વીર : દિવ્યરાજસિંહ સરવૈયા)

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ