Connect with us

International

હિંદુફોબિયાનો નિંદા ઠરાવ પસાર કરતું અમેરિકાનું જ્યોર્જિયા રાજ્ય

Published

on

ગુજરાત મિરર, નવી દિલ્હી તા.1
જ્યોર્જિયા એસેમ્બલીએ હિન્દુફોબિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો છે, જે આ પ્રકારનું કાયદાકીય પગલું લેનાર પ્રથમ અમેરિકન રાજ્ય બન્યું છે. હિંદુફોબિયા અને હિંદુ વિરોધી ધર્માંધતાની નિંદા કરતા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, હિંદુ ધર્મએ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે જેમાં 100થી વધુ દેશોમાં 1.2 બિલિયનથી વધુ અનુયાયીઓ છે અને સ્વીકૃતિ, પરસ્પર આદર અને શાંતિના મૂલ્યો સાથે વિવિધ પરંપરાઓ અને માન્યતા પ્રણાલીઓનો સમાવેશ કરે છે.
એટલાન્ટાના ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જોન્સ દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જ્યોર્જિયામાં સૌથી મોટા હિંદુ અને ભારતીય-અમેરિકન ડાયસ્પોરા સમુદાયોના ઘરો છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન-હિન્દુ સમુદાય વિવિધ ક્ષેત્રો જેમ કે દવા, ઈનફોર્મેશન ટેકનોલોજી, હોસ્પિટાલિટી, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, એકેડેમિયા, ઉત્પાદન, ઉર્જા, છૂટક વેપાર વગેરેમાં મુખ્ય યોગદાન પ્રદાન કરે છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે, યોગ, આયુર્વેદ, ધ્યાન, ખોરાક, સંગીત, કળાના સમુદાયના યોગદાનથી સાંસ્કૃતિક ફેબ્રિકને સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે અને અમેરિકન સમાજમાં વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે અને લાખો લોકોના જીવનને ઉન્નત બનાવ્યું છે.
આ સંદર્ભે જ્યોર્જિયા સ્ટેટ કેપિટોલમાં 22 માર્ચે એટલાન્ટા ચેપ્ટર ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (ઈજ્ઞઇંગઅ) દ્વારા પ્રથમવાર હિંદુ વકીલાત દિવસનું આયોજન કર્યું હતું. જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંનેના લગભગ 25 વકીલો રાજ્યમાં હિંદુ સમુદાયની ચિંતાઓને સમજવા માટે, સમુદાયને ભેદભાવ સામે રક્ષણ આપવાના માર્ગો બનાવવા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હિંદુ અવાજોને સામેલ કરવાની સુવિધા આપવા માટે જોડાયા હતા.

Continue Reading
Advertisement

International

અક્સાઇ ચીનમાં ડ્રેગનનું મોટાપાયે બાંધકામ: બ્રિટિશ થિંક ટેન્ક

Published

on

સેટેલાઇટ તસવીરો મુજબ ચીને રસ્તા પહોળા કર્યા, હેલીપેડ બનાવ્યા

ચીન તેની હરકતોથી બચી રહ્યું નથી. ભારત સાથેના સ્વસ્થ અને મજબૂત સંબંધોની વાત કરતાં, તે વાતચીત દ્વારા વિવાદોને ઉકેલવાના હિમાયતી તરીકે દેખાય છે, પરંતુ સરહદ પર તેના કારનામાઓ ડ્રેગનના અસલી ઇરાદાઓને છતી કરે છે. બ્રિટિશ થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર ચીન હાલમાં વિવાદિત અક્સાઈ ચીન વિસ્તારમાં ઝડપથી બાંધકામમાં લાગેલું છે. તે આ વિસ્તારમાં રસ્તાઓ, ચોકીઓ અને કેમ્પ તેમજ એરપોર્ટ બનાવી રહ્યા છે.

લંડન સ્થિત થિંક ટેન્ક ચેથમ હાઉસે છેલ્લા 6 મહિનાના આધારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. ઓક્ટોબર 2022થી આ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર સેટેલાઇટ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. ફોટોગ્રાફ્સના અભ્યાસ દરમિયાન, ચીનની બાજુએ વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર માળખાકીય બાંધકામના મોટા પુરાવા મળ્યા છે.

Advertisement

તસવીરો જોઈને ખબર પડે છે કે ચીને કઅઈ પાસેના રસ્તાઓને પહોળા કરીને પહોળા કર્યા છે. ચોકીઓ બનાવવામાં આવી છે, વોટરપ્રૂફ કેમ્પ બનાવવામાં આવ્યા છે. આમાં પાર્કિંગ એરિયા, સોલાર પેનલ અને હેલિપેડનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિવાદિત વિસ્તારમાં ફ્રન્ટલાઈનથી દૂર અને અક્સાઈ ચીન તળાવની નજીક એક નવું હેલીપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. તેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોન રાખવા માટે હેંગર છે અને તેને ઉડવા માટે નાના રનવે પણ બનાવવામાં આવ્યા છે. આ પછી, અક્સાઈ ચીન અને તેની આસપાસ પીપલ્સ લિબરેશન આર્મી (ઙકઅ) ની ઓપરેશનલ ક્ષમતા વધશે.

આ પહેલીવાર નથી જ્યારે ચીન સરહદ નજીક આવી હરકત કરી રહ્યું છે. 2020માં ગાલવાન તણાવ બાદ ચીનનો વિસ્તરણવાદી ચહેરો સામે આવ્યો છે. તાજેતરમાં, આ મહિનાની શરૂૂઆતમાં, આવા અહેવાલો આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ચીને કઅઈ પર એક એરસ્ટ્રીપ બનાવી છે, જેના કારણે તેને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભારત પર વ્યૂહાત્મક લાભ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં શરૂૂ થયેલી સૈન્ય ગતિરોધ બાદ ચીને મોટા પાયે સૈનિકોની તૈનાતી સાથે ઝડપથી એરસ્ટ્રીપ્સ, હેલિપેડ, રેલ્વે સુવિધાઓ, મિસાઈલ બેઝ અને પુલનું નિર્માણ કર્યું છે.

Advertisement
Continue Reading

International

ભારતની લોકશાહી ઉપર સવાલ ઉઠાવનારા દિલ્હી જઈને જુએ

Published

on

વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત પહેલા ભારત વિરોધીઓની બોલતી બંધ કરતું વ્હાઈટ હાઉસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 22 જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે કાલે ભારત વિશે નિવેદન જાહેર કર્યું હતું. ભારતીય લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપતા અમેરિકાએ કહ્યું કે પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને જો કોઈને શંકા હોય તો તેઓ નવી દિલ્હી જઈને જાતે જોઈ શકે છે.

વ્હાઇટ હાઉસમાં ભારત પર નિવેદન આપતા કહ્યુ હતુ કે ભારત એક ગતિશીલ લોકશાહી છે અને જે કોઈ શંકા હોય તે નવી દિલ્હીની મુલાકાત લે છે તે તેને જોઈ અને અનુભવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ નિવેદન દ્વારા અમેરિકાએ તે તમામ ટીકાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે, જેમાં ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વ્યૂહાત્મક સંચાર સંયોજક જ્હોન કિર્બીએ અહીં પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ભારત એક જીવંત લોકશાહી છે. કોઈપણ નવી દિલ્હી જાય છે તે આ જાતે જોઈ શકે છે. અને અલબત્ત, હું આશા રાખું છું કે લોકશાહી સંસ્થાઓની તાકાત અને સ્થિતિ ચર્ચાનો ભાગ હશે.

Advertisement

કિર્બીએ કહ્યું કે ભારત અનેક સ્તરે અમેરિકાનું મજબૂત ભાગીદાર છે. તેમણે કહ્યું, તમે જોયું કે સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને હવે કેટલાક વધારાના સંરક્ષણ સહયોગની જાહેરાત કરી છે જેને અમે ભારત સાથે આગળ વધારવા જઈ રહ્યા છીએ. અલબત્ત, આપણા બંને દેશો વચ્ચે ઘણો આર્થિક વેપાર છે. ભારત પેસિફિક ક્વોડનો સભ્ય છે અને ઈન્ડો-પેસિફિક સુરક્ષાના સંદર્ભમાં યુએસનો મુખ્ય મિત્ર અને ભાગીદાર છે.

કિર્બીએ કહ્યું, નહું આગળ વધી શકતો હતો. ભારત આપણા બંને દેશો વચ્ચે માત્ર દ્વિપક્ષીય જ નહીં, પણ અનેક સ્તરે બહુપક્ષીય રીતે મહત્ત્વનું છે તેના ઘણા કારણો છે. અને રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદી અહીં આવવા, તે તમામ મુદ્દાઓ વિશે વાત કરવા અને તે ભાગીદારી અને મિત્રતાને આગળ વધારવા અને ગાઢ બનાવવા માટે ખૂબ જ આતુર છે.

Advertisement
Continue Reading

International

અફઘાનિસ્તાનમાં પ્રાથમિક શાળાની 80 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું; હોસ્પિટલમાં દાખલ

Published

on

By

તાલિબાનના દેશમાં છોકરીઓના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે, તેમજ તેમના જીવનમાં પણ દખલ કરવામાં આવી રહી છે. ક્યારેક શરિયત કાયદાનો હવાલો આપીને તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે, સ્કૂલોમાં શિક્ષણને લઈને તમામ પ્રકારની કડકાઈ લેવામાં આવી રહી છે. આ મામલે તાલિબાનના દેશ અફઘાનિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે.અહીં શાળાએ જતી 80 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું છે. ઉત્તરી અફઘાનિસ્તાનમાં બે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછી પ્રાથમિક શાળાની 80 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું છે. આ ઘટના બાદ આ છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્થાનિક શિક્ષણ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ 2021 માં તાલિબાન સત્તા પર આવ્યા અને અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતાઓ પર નિયંત્રણ મેળવ્યું તે પછી આ પ્રકારનો આ પહેલો કેસ છે. આ દેશમાં દીકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ ભણવા પર કડક પ્રતિબંધ છે. વિસ્તૃત વિગતો ન આપતા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ઝેર આપનાર વ્યક્તિની અંગત દુશ્મનાવટ હતી. જણાવી દઈએ કે આ ઘટના સર-એ-પુલ પ્રાંતમાં શનિવાર અને રવિવારે બની હતી.

જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી તાલિબાને વિકાસના માર્ગ પર ચાલવાને બદલે અફઘાન લોકોના મૂળભૂત અધિકારો સાથે ચેડાં કર્યા છે. આ અંગે યુએને પણ તાલિબાનને સમજાવ્યું હતું, પરંતુ તેની કોઇ અસર થઇ ન હતી.

Advertisement

મહિલાઓની નોકરીઓ પર પ્રતિબંધથી સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં અવરોધ ઉભો થયો

મહિલાઓની નોકરી પર તાલિબાનના પ્રતિબંધને કારણે તાજેતરમાં યુએનના આંતરરાષ્ટ્રીય મિશનને પણ જોરદાર ફટકો પડ્યો હતો. તાલિબાનના આ નિર્ણયથી લાખો લોકોને જીવન રક્ષક સહાય પહોંચાડવાના સંયુક્ત રાષ્ટ્રના મિશનને મોટું નુકસાન થયું હતું. સેંકડો અફઘાન મહિલાઓએ આ મિશનમાં કામ કર્યું હતું. પરંતુ તેમના પર પ્રતિબંધને કારણે સેંકડો માણસોને પણ ઘરે બેસવું પડ્યું હતું. આને કારણે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય મિશનમાં અવરોધ ઊભો થયો હતો.

 

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ