Connect with us

Rajkot

સૌરાષ્ટ્રની 37 બેઠકમાં ઉમેદવારો ગત ચૂંટણી કરતા ઘટ્યા

Published

on

આ વખતે જામનગર દક્ષિણ, મહુવા, ભાવનગર પૂર્વ- પશ્ર્ચિમ, બોટાદ, માંગરોળ, મોરબી, તાલાલા, ઉના, કુતિયાણામાં ઉમેદવારો વધ્યા

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ફોર્મ પાછા ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો માટે કુલ 452 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે.કુલ 48 બેઠકોમાં મોરબી બેઠક ઉપર સૌથી વધારે 17 ઉમેદવારો વચ્ચે જંગ લડાશે. જ્યારે ગોંડલ બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.
2017ની સામે આ વખતે જામનગર દક્ષિણ, મહુવા, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, બોટાદ, મોંગરોળ, રાજુલા, મોરબી, તાલાલા, ઉના, ધ્રાંગધ્રા અને કુતિયાણા બેઠકો પર ઉમેદવાર સંખ્યા વધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002માં 361, 2007માં 418, 2012 માં 514, 2017માં 578 ઉમેદવારો વચ્ચે જંગ થયો હતો. મુખ્ય પક્ષો તરફથી ઉમેદવાર સંખ્યા યથાવત રહી અને આ વખતે તમામ બેઠકો પર આપના ઉમેદવારો ઉમેરાયા છે તે છતાં એકંદર ઉમેદવાર સંખ્યા ઘટી તેના પરથી એવું કળી શકાય છે કે છેલ્લા થોડા વર્ષોમાં અપક્ષ ઉમેદવારો ભાગ્યે જ ચૂંટણી જીતી શક્યા હોવાથી, અથવા તો ચૂંટણી લડવા ઉત્સુકો જ હવે ઓછાં રહ્યા હોવાથી આમ બન્યું છે.
જો કે, રાજકીય વિશ્ર્લેષકોમાંથી જાણવા મળ્યા મુજબ, કેટલીક બેઠકો પર પ્રતિસ્પર્ધીના મતો કપાય એ માટે તેમજ પોતાને (અંદરખાને) ચૂંટણી એજન્ટો વધુ સંખ્યામાં મળી રહે એ માટે મુખ્ય પક્ષો પોતે જ અમૂક અપક્ષને ઊભા રાખતા હોય એ ટ્રેન્ડ પણ ઘટયો કહી શકાય!
ગત ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ, જસદણ, લીંબડી, વઢવાણ, ખંભાળિયા, ગઢડા, પાલીતાણા, જામનગર ગ્રામ્ય અને જામનગર ઉત્તર બેઠકમાં ઉમેદવાર સંખ્યા 14- 14કરતીં વધુ હોવાથી ઈવીએમનાં બે- બે બેલેટ યુનિટ રાખવા પડયા હતા, જ્યારે આ વખતે મોરબી, રાજુલા, લીંબડી અને ભાવનગર પશ્ચિમમાં જ એની જરૂૂર પડી છે.

સૌરાષ્ટ્રમાં કેટલાં ઉમેદવારો મેદાનમાં
જિલ્લો બેઠક 2017 2022
રાજકોટ 8 104 65
મોરબી 3 32 35
જૂનાગઢ 5 50 34
ગીરસોમનાથ 4 34 34
જામનગર 5 82 45
દેવભૂમિ દ્વારકા 2 33 24
અમરેલી 5 50 49
પોરબંદર 2 23 24
ભાવનગર 7 71 66
બોટાદ 2 33 19
સુરેન્દ્રનગર 5 66 57
કુલ 48 578 452

Advertisement

Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ