Rajkot
સોમવારથી ગુજરાત પંચાયત પરિષદના હોદ્ેદારો, જિલ્લા પંચાયત પ્રમુખો સંસદ ભવનની મુલાકાતે
Published
2 weeks agoon
By
Minal
બે દિવસીય મુલાકાતમાં રાષ્ટ્રીય અગ્રણીઓ તજજ્ઞો પાસેથી ગ્રામીણ વિકાસને વેગ આપવા માર્ગદર્શન મેળવશે
ગુજરાત મિરર, રાજકોટ, તા.18
ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગ્રામીણ વિકાસનો એક નવો ખ્યાલ દેશ અને વિશ્વ સમક્ષ મૂક્યો છે ત્યારે વ્યક્તિ ગામ અને વિસ્તારના સમાંતર વિકાસ દ્વારા જ સર્વાંગી ગ્રામીણ વિકાસ શક્ય છે ત્યારે દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવા, ગ્રામીણ વિકાસને દેશને અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવા અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડામાં નરેન્દ્ર ભાઈ મોદી એ ગ્રામીણ વિકાસનો એક નવો ખ્યાલ દેશ અને વિશ્વ સમક્ષ મૂક્યો છે દરેક વ્યક્તિને સમૃદ્ધિ તરફ લઈ જવા અને દરેક ગામને આત્મ નિર્ભર બનાવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતની મુહીમને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે આગામી તારીખ 20 અને 21 ના રોજ ગુજરાત પંચાયત પરિષદના હોદ્દેદારો અને તમામ જિલ્લા પંચાયતના પ્રમુખઓ દિલ્હી ખાતે બે દિવસીય માર્ગદર્શન પ્રવાસે. આ દરમિયાન દિલ્હી ખાતે અખિલ ભારતીય પંચાયત પરિષદની અને સાથો સાથ દિલ્હી ખાતે સંસદ ભવન ની મુલાકાત પણ કરશે અને પંચાયતીરાજ લગત ઉપયોગી માર્ગદર્શન મેળવશે. આ મુલાકાત દરમિયાન દિલ્હી ખાતે પંચાયત પરિષદ ના પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતનાપ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર તેમજ વલસાડ જિલ્લા પંચાયતના અલ્કાબેન એચ. શેઠ, જી.પી.પી.પી.ના સેક્રેટરી ભરતભાઈ ગાજીપરા, નર્મદાના પિયુષાબેન એલ. વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ એન.પટેલ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન વી. મકવાણા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામીનીબેન જી. સોલંકી, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર,સહિતના રાજ્યના જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહેશે તેમ અંતમાં ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર ની અખબારી યાદીમાં જણાવેલ હતું.
You may like
Rajkot
રાજકોટ ડિવિઝનની ગુવાહાટી-ઓખા, કામાખ્યા-ગાંધીધામના રૂટમાં ફેરફાર
Published
3 hours agoon
April 1, 2023By
Minal
ગુજરાત મિરર, રાજકોટ તા. 1
લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે., રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 07.04.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 05.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 08.04.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
અરૂણાચલ ટ્રેનની ટ્રિપ્સ રદ
બનારસ ખાતે રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરુણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ, 2023 માટે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, હવે ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન 02.05.2023 થી 27.06.2023 સુધી ઓખાથી દર મંગળવારે 22.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર 09526 નાહરલગુનઓખા સ્પેશિયલ 06.05.2023 થી 01.07.2023 સુધી નાહરલગુન થી દર શનિવારે 10.00 કલાકે ઉપડશે અને મંગળવારે 03.35 કલાકે ઓખા પહોંચશે. ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ માટેનું બુકિંગ 1 લી એપ્રિલ, 2023 થી ઙછજ કાઉન્ટર્સ અને ઈંછઈઝઈની વેબસાઇટ પર ખુલશે.
Rajkot
PGVCLમાં 184 કરોડના લાઈન રીપેર કૌભાંડની ACBમાં ફરિયાદ
Published
3 hours agoon
April 1, 2023By
Minal
ગુજરાત મિરર, રાજકોટ,તા.1
2021માં સૌરાષ્ટ્ર ઉના-ભાવનગરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ વેરલ વિનાશનો ફાયદો રાજકોટ અમરેલીનાં પીજીવીસીએલના અધિકારીઓએ ઉઠાવી રૂા.184 કરોડનું કૌભાંડ કર્યાની ધગધગતી લેખિત ફરિયાદ તકેદારી આયોગ અને એસીબીમાં કરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે.
અમરેલીનાં દેવળીયા ગામમાં રહેતા નાથાલાલ સુખડીયાએ કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે રાજકોટ અમરેલીના વીજ કંપનીના અધિકારીઓએ ભેગા મળીને વીજ લાીન રીપેરીંગના નામે રૂા.184.85 લાખનું આર્થિક કૌભાંડ કરી વીજ કચેરીને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર અમરેલી ઉના અને ભાવનગર પંથકમાં થઈ હતી એક લાખથી વધુ વીજ થાંભલા પડી ભાંગ્યા હતાં. બે 66 કે.વી.ના સબ સ્ટેશનને નુકસાન થયું હતું તેના કારણે 300 થી વધુ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વાવાઝોડા બાદ ગામ્ય વિસ્તારમાં યુધ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા માટે પીજીવીસીએલ ઉપરાંત વડોદરા, ગાંધીનગર, મહેસાણા સહિતની જગ્યાએથી વીજ કર્મચારીઓની ફોજ ઉતારવામાં આવી હતી. 15 દિવસની રાત દિવસની યુધ્ધના ધોરણે કામગીરી બાદ ગામડામાં વીજ પુરવઠો પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો.
રાજકોટ-અમરેલીના વીજ અધિકારીઓને તૌકતે વાવાઝોડુ કમાણીનું સાધન બનાયું હાયે તેમ જે જગ્યાએ વીજલાઈન સહી સલામત હતી તે જગ્યાએ લાઈન રીપેરના ખોટા બીલ મુકી તેના નાણાં પોતાના ઘર ભેગા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાથાલાલ સુખડિયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સાવરકુંડલા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા બહારથી આવેલ અધિકારી કર્મચારીઓ માટે જમવા માટે રૂા.4.97 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ અધિકારીઓને રહેવા માટે 1,31 કરોડનો ખર્ચ કરાયો છે. જેની કંપનીમાં નોંધ મુકી હોટલ, રેસ્ટોરન્ટનાં ભાવ કે ટેન્ડર માગ્યા વગર આડેધડ કરોડોના બીલની ચુકવણી કરવામાં આવી છે.
પીજીવીસીએલ દ્વારા સરકારને જીએસટી ભરવામાં આવે છે. પરંતુ તૌકતે વાવાઝોડામાં સાવરકુંડલા-અમરેલી કચેરી દ્વારા જીએસટી વગરના બીલ મુકવામાં આવ્યા હતા તે તમામ બીલને વડી કચેરી દ્વારા મંજુરી આપી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય તકેદારી આયોગ અને એસીબીના વડાને લેખિતમાં આધાર પુરાવા સાથે પીજીવીસીએલના કૌભાંડની ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારની આ બન્ને એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓના તપેલા ચડી જાય છે. લેખિત ફરિયાદના આધારે બન્ને એજન્સી હરકતમાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
લોખંડના ગડર બારોબાર વેચાયા
તૌકતે વાવાઝોડામાં માત્ર સિમેન્ટના થાંભલા જ નહીં લોખંડના થાંભલા પણ પડી ગયા હતાં. વીજ કંપનીએ ઉભા કરેલ ગડર પણ તુટી પડયા હતાં. આ દરમિયાન 99 ટન ભંગાર રિકવર કરવામાસં ુઅિાંવ્યો હતો. તેમાં કેટલાક ગડરનો પણ સમાવેશ થાય છે. આ ભેગો કરવામાં આવેલ લોખંડનો ભંગાર બારોબાર વેંચી દેવાયાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
અધિકારી-કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ કરવા માંગ
કરોડો રૂપિયાના ભંગાર ચોરીમાં વીજ કચેરીના અધિકારી અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે. વીજ કંપનીના કરોડો રૂપિયાના ભંગારથી કંપનીને વ્યાપક નુકસાન થયું છે. સરકારી કંપનીના નાણાનો ગેરઉપયોગ કરવા સબબ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
Rajkot
ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે કાલથી ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ
Published
4 hours agoon
April 1, 2023By
Minal
ગુજરાત મિરર, રાજકોટ તા.31
સ્થાપત્યકલા-શિક્ષણ ક્ષેત્રે નામાંકિત વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર નામાંકિત કલાકારોની ઉત્કૃષ્ઠ કૃતિઓના પ્રદર્શન થકી કલાકારોને પ્રોત્સાહન તથા કલાવાંચ્છુઓની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાનો અવિરત પ્રયત્ન કરે છે, આજ પરંપરાને આગળ વધારતા પઈપ્સાથ દ્વારા કાર્યશાળાના સહયોગ થકી ગુજરાતના બે મૂર્ધન્ય સર્જકો સર્વે મિલન દેસાઈ તથા બંસિધર ખત્રીની પ્રતિષ્ઠીત રચનાઓના પ્રદર્શન પરીવર્તનનું તા.રને રવિવાર થી તા.6ને ગુરુવાર (સાંજે 3થી 7 વાગ્યા સુધી) દરમ્યાન ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, વી.વી.પી.એન્જીનિયરીંગ કેમ્પસ, મોટેલ ધ વિલેજની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. પપરીવર્તનથ નું ઉદઘાટન તા.1ને શનીવારના રોજ સાંજે 6-00 કલાકે નાટયક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરષ્કાર પ્રાપ્ત સિધ્ધહસ્ત નાટયકલાકાર, દિગ્દર્શક,અભિનેતા, તેમજ કાર્યક્રમ સંચાલક ડો.જયોતીબહેન રાજયગુરુના શુભ હસ્તે કરવામાં આવનાર છે.
વર્ષ 1964માં જન્મનાર અમદાવાદ નિવાસી ચિત્રકાર મિલન દેસાઈએ વર્ષ 1987માં ડિપ્લોમા ઈન ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગની પદવી પ્રાપ્ત કરેલ હતી. અવન્તીકા ગ્રુપ ઓફ આર્ટસ, ગુજરાત સ્ટેટ લલિતકલા અકાદમી ઈન ગ્રાફિકસ, બોમ્બે આર્ટ સોસાયટી, ગુજરાત સ્ટેટ લલિતકલા અકાદમી ઈન સ્કલ્પચર, તેમજ ઓલ ઈન્ડીયા કોમ્પીટીશન-એન.ડી.એમ.સી.ના એવોર્ડઝ મેળવનાર મિલન દેસાઈ અનેકવિધ કલા અકાદમીના સભ્યપદને શોભાવેલ છે.
વર્ષ 1964માં જન્મનાર અમદાવાદ નિવાસી ચિત્રકાર બંસિધર ખત્રીએ વર્ષ 1986માં પડિપ્લોમા ઈન ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગથની પદવી પ્રાપ્ત કરેલ હતી. તેઓએ અવન્તીકા ગ્રુપ ઓફ આર્ટસ, ગુજરાત સ્ટેટ લલિતકલા અકાદમી ઈન પેઈન્ટીંગ, તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવોર્ડઝ પ્રાપ્ત કરેલ છે.
પ્રસ્તૃત સમારોહને સફળ બનાવવા સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા તથા ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેનાં વડપણ તથા ઈપ્સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ જહેમત ઉઠાવી રહેલ છે.
આવા બહુશ્રુત કલાકારોની રસપ્રદ અભિવ્યકિતઓના પ્રદર્શન પરીવર્તનને માણવા સંસ્થાનાં આચાર્ય આર્કિ. દેવાંગભાઈ પારેખ તથા કાર્યશાળાના સંચાલક જયેશ શુકલ અને આર્કિ. ગૌરવ વાઢેર એ કલાપ્રેમી જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.
એડિટર ની ચોઈસ
સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા વધશે, પ્રયાગરાજ સહિત 10 નવી ટ્રેનો થશે શરૂ

PGVCLમાં 184 કરોડના લાઈન રીપેર કૌભાંડની ACBમાં ફરિયાદ

ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે કાલથી ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ
ગુજરાત

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી
સ્પોર્ટસ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી

આર.કે.ગ્રુપ પાસેથી પ્રોપર્ટી ખરીદનારા 1500 જેટલા લોકોને આઈટીનું તેડું
