National
સેન્સેક્સ ફરી 62 હજારને પાર, મિડકેપ ઈન્ડેક્સ 52 વીકની ટોચે
Published
7 days agoon
By
ગુજરાત મિરર
ભારતીય સૂચકાંક ટૂંક સમયમાં એક લાખને સ્પર્શી જશે: ક્રિસ્ટોફર વુડ
ભારતીય શેરબજારમાં આજે મજબૂત સ્થિતિમાં ખુલ્યું હતું અને મિડકેપ 100 ઈન્ડેકસ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો જ્યારે સેન્સેકસે 62 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી ક્રોસ કરી હતી. શેરબજારમાં મિડકેપ શેરોમાં જોરદાર તેજી ચાલુ રહી છે.
સેન્સેકસ ગઈકાલે 61872ના સ્તરે બંધ રહ્યા બાદ આજે સવારે 113 પોઈન્ટના વધારા સાથે 61985ના સ્તરે ખુલ્યો હતો અને એક સમયે 62 હજારની સપાટી ક્રોસ કરી 243 અંકની તેજી જોવા મળી હતી.
જ્યારે નિફટી 47 પોઈન્ટ વધીને 18368ના સ્તરે ખુલ્યો હતો અને એક તબક્કે 68 અંક વધીને 18389નો હાઈ બનાવ્યો હતો. આજે બજારમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચ.સી.એલ. ટેક અને ઈન્ફોસિસ ટોપ ગેઈનર હતાં જ્યારે ગ્રાસિમ, પાવર ગ્રીડ, એકસીસ બેંક, સનફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક ટોપ લુઝર્સ હતાં. દરમ્યાન ઈક્વિટી વ્યુહ રચનાના વૈશ્ર્વિક વડા ક્રિસ્ટોરફર વુડે જણાવ્યું હતું કે, ભારતીય સુચકાંક ટૂંક સમયમાં રૂા.1 લાખને આંબી શકે છે. વુડ માને છે કે વિશ્ર્વના બજારોમાં ભારત શ્રેષ્ઠ માળખાકીય સ્ટોરી છે.
You may like
-
રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે, અમદાવાદમાં યલો એલર્ટ
-
સુરેન્દ્રનગરમાં ડ્રગ્સના જથ્થા સાથે બિશ્ર્નોઈ ગેંગના સાગરિતો ઝડપાયા
-
1 માસમાં 2.93 લાખ કરદાતાઓએ 198 કરોડ ભર્યા, આજથી વળતરનો બીજો તબકક્ો
-
ચોમાસું કામગીરી માટે 628 જગ્યા મંજૂર
-
ટાટા આઈપીએલ ફાઈનલમાં જિયો સિનેમા ડિજિટલ પાવર પ્લેના 12 કરોડથી વધુ વ્યૂવર્સ
-
NMCના ઈન્સ્પેકશનથી સરકારમાં દોડધામ રાતોરાત 41 ડોકટરોની વડનગરમાં બદલી
National
મોદીના 9 વર્ષમાં અર્થતંત્રની કાયાપલટ: મોર્ગન સ્ટેનલી
Published
14 hours agoon
June 1, 2023By
Minal
અન્ય દેશો સંકટમાં છે ત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં મોટું સ્થાન લેવા જઇ રહ્યું છે: અમેરિકી બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ
ગુજરાત મિરર નવી દિલ્હી,તા.1
યુરોપની સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ જર્મની મંદીમાં ફસાઈ ચુક્યો છે જ્યારે અમેરિકા પર ડિફોલ્ટર થવાનો ખતરો મંડાયેલો છે. ચીન પણ સંપૂર્ણ રીતે મહામારીના પ્રકોપમાંથી બહાર આવ્યું નથી અને તેની ઇકોનોમી પણ સંકટમાં છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતની ઇકોનોમી દુનિયા માટે આશાનું કિરણ બનીને ઉભરી છે. આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. દરેક પસાર થતા દિવસ સાથે, આવી સંસ્થાઓની સંખ્યા વધી રહી છે, જે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક તેજસ્વી સ્થાન તરીકે ઓળખાવી રહી છે. હવે આ યાદીમાં અમેરિકન બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેનલીનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે. તેમનું કહેવું છે કે મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વિશ્વમાં મોટું સ્થાન હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત બદલાઈ ગયું છે અને આજે વિશ્વ વ્યવસ્થામાં એક સ્થાન હાસિલ કરવા તરફ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આજે ભારત એશિયા અને વૈશ્વિક વૃદ્ધિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા તૈયાર છે. ભારતને લઈને શંકે, વિશેષ રૂૂપથી વિદેશી ઈન્વેસ્ટરોના મામલામાં, 2014 બાદથી થયેલા ઉલ્લેખનીય ફેરફારોને નજરઅંદાજ કરવા જેવા છે. રિપોર્ટમાં તે આલોચનાઓને નકારી દેવામાં આવી છે કે દુનિયાની બીજી સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા હોવા અને છેલ્લા 25 વર્ષ દરમિયાન સૌથી સારા પ્રદર્શન કરનાર શેર બજાર છતાં ભારત પોતાની ક્ષમતા અનુરૂૂપ પરિણામ આપી શક્યું નથી.
રિપોર્ટ કહે છે કે ભારત એક દાયકાથી ઓછા સમયમાં બદલાઈ ગયું છે. તે પ્રમાણે, પઆ ભારત 2013થી અલગ છે. 10 વર્ષથી ઓછા સમયમાં ભારતે દુનિયાની વ્યવસ્થામાં સ્થાન બનાવી લીધુ છે. પ્રધાનમંત્રી મોદીના પદ સંભાળ્યા બાદ 2014થી થયેલા 10 મોટા ફેરફારોનો ઉલ્લેખ કરતા બ્રોકરેજ કંપનીએ કહ્યું કે ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર અન્ય દેશને બરાબર કરવામાં આવ્યો છે. આ સિવાય પાયાના માળખામાં રોકાણ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ સાથે વસ્તુ તથા સેવા કર (ૠજઝ) કલેક્શન સતત વધી રહ્યું છે. ઉપરાંત, જીડીપીની ટકાવારી તરીકે ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે, જે સંગઠિત અર્થતંત્રની નિશાની છે.
National
સામાન્ય જનતા માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્લા
Published
14 hours agoon
June 1, 2023By
Minal
અઠવાડિયામાં 6 દિવસ નિહાળી શકાશે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પહેલ પર નિર્ણય
ગુજરાત મિરર, નવી દિલ્હી તા.1
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી દર્શકો રાષ્ટ્રપતિ ભવન જોઈ શકશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન માત્ર સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે.
રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો સમય સવારે 9:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ દરમિયાન તમે સાત ટાઇમ સ્લોટમાં બુકિંગ કરી શકશો. રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ પણ મુલાકાતીઓ માટે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું રહેશે. સામાન્ય દર્શકો પણ દર શનિવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાતા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનો આનંદ માણી શકશે. આ ફંક્શનનો સમય દર શનિવારે સવારે 8 થી 9 વચ્ચેનો રહેશે.
મહત્વનું છે કે, મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકશે, જે મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લા છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ કહ્યું કે, મુલાકાતીઓએ અહીં આવવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે.
રાષ્ટ્રપતિ ભવનમાં લોકોને અલગ-અલગ સર્કિટમાં ફરવાની સુવિધા છે.
સામાન્ય લોકો રાષ્ટ્રપતિ ભવનના ત્રણેય સર્કિટની મુલાકાત લઈ શકશે. સર્કિટ 1- તેમાં રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત અને કેન્દ્રીય લોનનો સમાવેશ થાય છે. જેમાં અશોક હોલ, દરબાર હોલ, બેન્કવેટ હોલ અને ડ્રોઈંગ રૂૂમનો સમાવેશ થાય છે. સર્કિટ 2- તેમાં રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ સંકુલનો સમાવેશ થાય છે. સર્કિટ 3 – પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન (અગાઉ મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું), હર્બલ ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવનના આધ્યાત્મિક બગીચાની મુલાકાત લીધી. મહત્વનું છે કે, 330 એકર વિસ્તાર પર બનેલ, રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ચરને એડવિન લુટિયન્સ દ્વારા ભારતીય અને પશ્ચિમી બંને શૈલીમાં રાખવામાં આવ્યું હતું.
National
વાયુસેનાનું ‘કિરણ’ તાલીમી વિમાન કર્ણાટકમાં તૂટી પડ્યું
Published
14 hours agoon
June 1, 2023By
Minal
બંને પાઇલટ સુરક્ષિત રીતે કૂદી પડયા
ગુજરાત મિરર નવી દિલ્હી,તા.1
ભારતીય વાયુસેનાનું પ્રશિક્ષણ વિમાન કર્ણાટકના ચામરાજનગરમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. રાહતની વાત છે કે પાઈલટ સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ પણ આ દુર્ઘટના સંબંધિત સમાચાર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વાયુસેનાએ તેના ટ્વિટમાં લખ્યું છે કે ભારતીય વાયુસેનાનું કિરણ પ્રશિક્ષણ વિમાન આજે કર્ણાટકના ચામરાજનગર પાસે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.
આ સાથે ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે બંને ક્રૂ મેમ્બર પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું લેન્ડિંગ મધ્ય પ્રદેશના ભીંડમાં કરવામાં આવ્યું હતું. અપાચે હેલિકોપ્ટરમાં નાની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અપાચેનું સાવચેતીરૂૂપે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એડિટર ની ચોઈસ
ચોમાસું કામગીરી માટે 628 જગ્યા મંજૂર

ટાટા આઈપીએલ ફાઈનલમાં જિયો સિનેમા ડિજિટલ પાવર પ્લેના 12 કરોડથી વધુ વ્યૂવર્સ

NMCના ઈન્સ્પેકશનથી સરકારમાં દોડધામ રાતોરાત 41 ડોકટરોની વડનગરમાં બદલી

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ
ગુજરાત

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન
સ્પોર્ટસ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન

રીબડાની જાહેર સભામાં વકતવ્ય આપનાર ઉદ્યોગપતિ સામે દોઢ કરોડનો માનહાનીનો દાવો
