Connect with us

Surendranagar

સુરેન્દ્રનગરમાં યુવાન ઉપર 9 શખ્સોનો છરી, પાઈપથી હુમલો

Published

on

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની પાસે તાપણું કરી રહેલા યુવાન ઉપર નવ શખ્સોએ હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની નવ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઇ છે.

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળ આવેલા મિયાણા વાડ ખાતે યાકુબખાન કાળુખાન પઠાણ નામનો શખ્સ તાપણું કરી રહ્યો હતો.
અગાઉના મન દુ:ખના કારણે નવ જેટલા શખ્સો કાળો ફતે મહંમદ સદામૈયા સુજાન અબ્બાસ સહિતના નવ શખ્સોએ ભેગા મળી અને આ યુવાન ઉપર ઘાતકી હુમલો કર્યો હતો.
યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Continue Reading
Advertisement

Surendranagar

ઝાલાવાડ જીનિંગ મંડળીના કૌભાંડમાં નવ સામે ગુનો નોંધાતા ખળભળાટ

Published

on

મૃતક સભાસદોની સહી કરાઈ હોવાનો આક્ષેપ, ભાજપના બે જૂથ સામસામે, સહકારી ક્ષેત્રમાં ચકચાર

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જિનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લિમિટેડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ 2 વર્ષ પહેલા વ્યકત કરાઈ હતી. સહકારી ક્ષેત્રે અને પોલીસ વિભાગમાં અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ના થતા અંતે સભાસદ એવા અરજદારે સુરેન્દ્રનગર એડીશનલ ચીફ કોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે ગત 24મીએ જવાબદારો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાનો પોલીસને હુકમ કરતા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કોર્ટના હુકમ બાદ 6 દિવસે એ ડીવીઝન પોલીસ મથકે મંડળીના પ્રમુખ સહિત 9 સામે ગુનો નોંધાયો છે.

ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લિમિટેડ વર્ષ 1957માં ખેડૂત સભાસદોના હિતમાં ઉભી કરવામાં આવી હતી. મંડળીમાં સમય જતા હોદેદારો અને વહીવટકર્તાઓના ગેરવહીવટને લીધે મંડળી 10-7-1993ના રોજ ફડચામાં લઈ જવાની કાર્યવાહી શરૂૂ કરાઈ હતી અને મંડળી ત્યારથી એટલે કે, છેલ્લા 30 વર્ષથી ફડચામાં છે. ફડચામાં ગયેલી આ મંડળીને વર્ષ 2020માં પુન: જીવીત કરાઈ હતી. અને ત્યારબાદ રૂૂપીયા 2.66,75,000ની જમીન જંત્રી કરતા ઉંચા ભાવે વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે ખરીદી કરવામાં આવી હતી. આ સમગ્ર વાત બહાર આવતા વસ્તડીના વજુભાઈ અલુભાઈ ગોહીલે સમગ્ર કૌભાંડ વર્ષ 2021માં છતું કર્યું હતું.

Advertisement

આ કૌભાંડ અંગે ગત 25-10-2021ના રોજ સહકારી વિભાગમાં છેક ગાંધીનગર અને દિલ્હી સુધી તથા પોલીસ વિભાગમાં પણ જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી સુધી રજુઆતો થઈ હતી. જેમાં 12-03-2020ના રોજ મંડળીને પુન: જીવીત કરવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓમાં 61 સભાસદોની સહી સાથે અરજી કરાઈ હતી. પરંતુ મંડળીના સભાસદોની મળેલી બેઠકમાં 7 સભાસદો મૃત્યુ પામેલા હોવા છતાં તેઓને જીવંત દર્શાવી સહીઓ કરી હતી અને 21 સભાસદો ગેરહાજર હોવા છતાં તેઓની સહી કરી હાજર દર્શાવાયા હોવાનું રજુઆતમાં જણાવાયું હતું. આ સમગ્ર રજુઆતો બાદ પણ પોલીસ તરફથી કોઈ ગુનો દાખલ ન થતા અંતે વજુભાઈ ગોહીલે 13-12-2021ના રોજ સુરેન્દ્રનગર એડીશનલ ચીફ જયુડીશયલ કોર્ટમા કેસ દાખલ કર્યો હતો. જેમાં 24 માર્ચના રોજ કોર્ટે આ કેસમાં અરજદારની અરજી મુજબ દોષીત વ્યકતીઓ સામે છેતરપિંડીની કલમો સાથે ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમના 6 દિવસ બાદ ગત 29મી માર્ચના રોજ મોડી સાંજે ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી લીમિટેડના કૌભાંડમાં પોલીસ છેતરપીંડીની કલમો સાથે કેસ દાખલ કરતા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ છેતરપિંડીના ખેલની વધુ તપાસ પીએસઆઈ જી.એન. શ્યારા ચલાવી રહ્યા છે.આ અંગે ઝાલાવાડ જીનિંગ કૌભાંડ કેસના ફરિયાદી વજુભાઈ ગોહીલે જણાવ્યુ કે, મને ન્યાય તંત્ર પર પુરો ભરોસો હતો, અને આથી જ કોર્ટે ફરીયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ ખેડ્વોના પરસેવાની કમાણી છે. તેમાં ગેરરીતિ કરનારને પોલીસ પણ નહીં છોડે અને સરકાર પણ બક્ષસે નહીં. આગામી સમયમાં પણ નામદાર કોર્ટે દોષિતોને કડક સજા કરશે તેનો મને વિશ્વાસ છે.

કોની કોની સામે ફરિયાદ દાખલ થઈ

રાયમલભાઈ ગોવીંદભાઈ ચાવડા(મૂળ ખોલડીયાદ, તા. વઢવાણ, હાલ રહે દેદાદરા)
રામજીભાઈ હરીભાઈ ગોહીલ (મૂળ ખોલડીયાદ, તા. વઢવાણ, હાલ રહે રામ દરબાર સોસાયટી, વઢવાણ)
હરીસંગભાઈ મનુભાઈ ડોડીયા(રામ દરબાર સોસાયટી, વઢવાણ)
લખમણભાઈ મગનભાઈ કોળી પટેલ(કુલગ્રામ, તા. વઢવાણ)
પ્રતાપભાઈ મોહનભાઈ ચાવડા(રામપરા, તા. વઢવાણ)
મોહનભાઈ નારાયણભાઈ ચાવડા(બાકરયળી, તા. વઢવાણ)
લાલજીભાઈ તુકારામભાઈ પટેલ(માળોદ, તા. વઢવાણ)
કરશનભાઈ નરશીભાઈ જાદવ(બજરંગપુરા, તા, લખતર)
ભરતભાઈ માનસંગભાઈ ચૌહાણ(વાડલા, તા. વઢવાણ)
જેસીંગભાઈ ભવાનભાઈ ડોડિયા(દેદાદરા, તા. વઢવાણ)
ડી.ડીમોરી (નિવૃત ફડચા અધિકારી, રહે.ખમીસાણા રોડ, સુરેન્દ્રનગર)

Advertisement

Continue Reading

Surendranagar

ચોટીલાની સરકારી શાળામાં તાંત્રિક વિધી થતી હોવાના આક્ષેપથી ખળભળાર્ટ

Published

on

શિક્ષણ વિભાગને બેનામી પત્ર લખી તપાસ કરવા માંગ

ચોટીલા શહેરની એક સરકારી પ્રાથમિક શાળામાં મંત્ર તંત્ર સાથે તાત્રિક વિધી થતી હોવાની કોઇએ બેનામી પત્ર સરકારમાં લખી તપાસ માટે રજૂઆત કર્યાની ચર્ચા એ ખળભળાટ મચાવેલ છે.
ખાનગી રાહે જાણવા મલ્યા મુજબ શહેરની મધ્યમાં આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક શાળામાં કોઇ વ્યક્તિ દ્વારા તાત્રિક વિધી વિધાન કરવામાં આવેલ હોવાની રાજ્યનાં શિક્ષણ વિભાગને કોઇએ અનામી પત્ર દ્વારા જાણ કરાઇ હોવાની ચર્ચા ઉઠી છે.આ પત્રમાં જણાવ્યું છે કે આ શાળામાં અનેક પ્રકારનાં યંત્રો અનેક સ્થળોએ પડેલ છે પાણીનાં બોર, બિલ્ડીંગનાં ધાબા ઉપર તેમજ અન્ય સ્થળે પણ આવું બધુ ગુપ્તતા પૂર્વક રાખવામાં આવેલ છે.

શાળાનો સ્ટાફ પણ આને કારણે મનમાં ઉચાટ અને ફફડાટ અને ભય અનુભવતો હોવાનું કહેવાય છે. શાળા છેલ્લા કેટલાક સમયથી વિવાદિત બનેલ છે ખાતાકિય તપાસ પણ ચાલે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાંત્રિક વિધી વિધાન અંગે તપાસ કરાય અને આવી કોઇ ચીજ વસ્તુઓ હોય તો કોના દ્વારા શિક્ષણનાં ધામમાં આવી પ્રવૃતિ કરવામાં આવી છે તે અંગે તપાસ કરી સત્ય બહાર લાવવા પ્રયાસ કરવા જોઇએ. સ્થાનિક શિક્ષણ વિભાગમાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ખરેખર આવું કંઇ છે કે કેમ તે સવાલ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. તાલુકાનાં અધિકારીને પુછતા શહેરની એક શાળાની ખાતાકિય તપાસ ચાલે છે તાત્રિક વિધી ની રજૂઆત અંગે અમને જાણ નથી છતા રૂૂબરૂૂ મુલાકાત લઈ આવું કંઇ છે કે કેમ તે અંગે તપાસ કરીશું તેમ જણાવ્યું છે.

Advertisement

Continue Reading

Surendranagar

ચોટીલાના ખેરડી અને પાળિયાદ પંથકમાં પાણીચોરી કરતાં 10 શખ્સો ઝડપાયા

Published

on

મુખ્ય લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા ગુનો

ચોટીલા પંથકમાં અનેક ગામોમાં ઉનાળાની શરૂૂઆત પહેલાજ પિવાના પાણીની મુશ્કેલી સર્જાય છે અનેક ગામડાઓમાં નર્મદાની પિવાની લાઇનમાં પાણી નથી પહોચતા તો બીજી તરફ આજ લાઈનમાં ગે. કા જોડાણ કરી મોટી પાણી ચોરી ઝડપાતા ચકચાર ફેલાયો છે

પ્રાપ્ત માહિતી મુજબ પીવાના પાણીની સરકારી પાઇપ લાઇનમાં ગેરકાયદેસર રીતે કનેક્શન ફીટ કરી પાણીને ખેતીના કામમાં વાળી પાણીનો બગાડ કરી તેમજ સરકારી પાઇપ લાઇનને નુકશાન ભંગાણ કરી એકબીજાને મદદગારી ગુન્હો કર્યા બાબતે પાણી ચોરી કરનારા તત્વો સામે જવાબદારોએ ફરિયાદ નોંધાવી છે. ચોટીલાનાં ગ્રામ્ય પંથકમાં પિવાના પાણી પહોચાડતી નર્મદાની મુખ્ય લાઇનમાં ગામડાઓમાં પાણી નહીં પહોચતુ હોવાની તેમજ અપુરતા પ્રમાણમાં આવતું હોય તેવી વ્યાપક ફરિયાદોની સ્થાનિક અધિકારીઓ સમક્ષ અવાર નવાર રજૂઆત થયેલ જેમા મોટા પ્રમાણમાં પાણી ચોરી કરી ખેતીવાડીમાં ઉપયોગ થતો હોવાની પણ જાણ કરાઇ હતી.
જયભાઇ ડેરવાળીયા (એન્જીનીયર્સ પાણી પુરવઠા ઓફિસ), ટીનાભાઇ ખોરાણી (લાઇનમેન) તથા સ્ટાફના માણસોએ મેઇન સંમ્પ થી થી ખેરડી અને પાળીયાદ તરફ જતી પાણીની મુખ્ય લાઇનમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા તંત્ર સમક્ષ 10 ગેરકાયદેસર કનેકશનો મળી આવ્યા હતા

Advertisement

ગે. કા પાણી ચોરી કરતા ઝડપાયેલા તમામ વિરૂૂધ્ધ પોલીસમાં લોકોની જીવન જરૂૂરિયાત એવા પિવાના પાણીનાં પ્રવાહને અટકાવી, સરકારની મિલકતમાં તોડફોડ અને છેડછાડ કરી ગેરકાયદેસર જોડાણ કરી કરાયેલ પાણી ચોરી સબબ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી છે

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ