Connect with us

Gujarat

સુરતમાં સોના-ચાંદી, હીરા-મોતીથી બનશે નવું સંસદ ભવન

Published

on

ટેમ્પલ ઓફ ડેમોક્રેસી માટે ડાયમંડ-જ્વેલરી ઉદ્યોગપતિઓનો સહયોગ

ગુજરાતમાં સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગપતિઓ સોના-ચાંદી, હીરા-મોતી અને અન્ય ધાતુઓથી નવી સંસદ ભવન તૈયાર કરી રહ્યા છે. તેનું વજન લગભગ 15 કિલો છે. આ મોડલનું લોકાર્પણ સુરતમાં કરવામાં આવ્યું હતું.
સુરત શહેર હીરા અને દાગીનાના વ્યવસાય માટે દેશ અને દુનિયામાં જાણીતું છે. અહીંના બિઝનેસમેન પોતાના બિઝનેસમાં કંઈક નવું કરવા માટે જાણીતા છે. જ્વેલરી વેપારીઓએ દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવનની તર્જ પર સોના, ચાંદી અને હીરાથી લોકશાહીનું મોડેલ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. જેમાં સુરતના 50 વેપારીઓનો સહકાર લેવામાં આવી રહ્યો છે
સુરતના ઝવેરાતના વેપારીઓએ તેને ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામ આપ્યું છે. સુરતમાં આજે લોકશાહી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્વેલરીના વેપારીઓનું કહેવું છે કે લોકશાહીનું મંદિર તૈયાર થયા બાદ યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે. જેમાં સુરતના વિવિધ 50 ઉદ્યોગપતિઓનો સહકાર લેવામાં આવી રહ્યો છે.
સુરત જ્વેલરી એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અમિત કોરાટે જણાવ્યું હતું કે, આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે. આપણે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છીએ. અમે લોકશાહીની આ ઉજવણીમાં જોડાવા ઈચ્છતા હતા. આને ધ્યાનમાં રાખીને અમે વિચાર્યું કે આ માટે કંઈક કરવું જોઈએ. ડિસેમ્બરમાં લોકશાહી મંદિરની શરૂઆત કર્યા પછી, 2023માં આખા વર્ષ દરમિયાન જ્વેલરી કલેક્શન શરૂ કરવામાં આવશે.
અમિતે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાંથી નીકળતા આ ટ્રેન્ડને દેશ અને દુનિયામાં પ્રમોટ કરવામાં આવશે. તેનો સંપૂર્ણ કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના સ્વરૂપમાં આ જ્વેલરી મોડલની કિંમત તેના પૂર્ણ થયા પછી નક્કી કરવામાં આવશે. તેની કિંમત આશરે રૂા.50-60 લાખ હોવાનો અંદાજ છે.તેનું વજન 15 કિલો સુધીનું હશે.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ