Connect with us

Gujarat

સુગંધના સરનામે અફલાતૂન અભિનય કરે છે આ બહુરાની

Published

on

પોતાના અભિનયની આભાથી ટેલિવિઝન અને રંગભૂમિના તખ્તા પર રાજ કર્યું છે સ્વાતિ શાહે

‘પ્યાર કા પહેલા નામ રાધા મોહન’ની કાદમ્બરીની જેમ જ ઘર,કેરિયર,પરિવારને સાચવે છે સ્વાતિ શાહ

મુંબઈ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં એક મહિલા જીવનના છેલ્લા શ્વાસો ગણી રહી હતી.તેની અભિનેત્રી પુત્રીનો એ જ સમયે કોમેડી નાટકનો શો હતો.દીકરીનું મન માતા પાસે હતું પણ એક કલાકાર તરીકે રંગભૂમિ પ્રત્યે પણ તેની ફરજ હતી. મન મક્કમ કરી માતાને મન ભરીને જોઈ લીધા બાદ પોતાના શો માટે જાય છે. મનમાં માતાની ચિંતા છતાં રંગભૂમિ પર હાસ્યપ્રધાન ભૂમિકા નિભાવવાની હતી.આમ છતાં શો મસ્ટ ગો ઓન વિચારી પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપે છે.ઓડિયન્સમાં તાળીઓના ગડગડાટ વચ્ચે હૈયાનો એક ખૂણો માંની ચિંતામાં ભીનો હતો.પોતાનો શો શરૂ થયો હતો ત્યારે જ હોસ્પિટલમાં માતાએ છેલ્લા શ્વાસો લઈ લીધા હોય છે પરંતુ તેના પતિએ તેની કાળજી રાખતા આ સમાચાર તેના સુધી પહોંચવા દીધા નહિ. જ્યારે ઘરે પહોંચે છે ત્યારે જાણ થાય છે કે માતાએ દુનિયા છોડી દીધી છે.આ અભિનેત્રી પુત્રી એટલે નાટક, ફિલ્મ અને ટેલિવિઝનના ખૂબ જાણીતા કલાકાર સ્વાતિ શાહ.
કચ્છી લોહાણા પરિવારમાં જન્મ, અભ્યાસ અને ઉછેર માયાનગરી મુંબઈમાં જ થયો. હોમ સાયન્સ સાથે ડિપ્લોમા અને આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું, નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ હતો. શાળા-કોલેજના કાર્યક્રમો,સ્ટેજ શો અને નવરાત્રીના કાર્યક્રમો પણ ઘણા કર્યા.આવા જ એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ માટેની ઓફર આવી. ગુજરાતી ફિલ્મ બાદ 1996ની સાલમાં રાજેન્દ્ર બૂટાલા સાથે નાટક કરી કોમર્સિયલ થિયેટરમાં પગ મૂક્યો. ‘સુગંધનું સરનામું’ નાટકમાં સહકલાકાર પરાગ શાહ સાથે મિત્રતા થઈ અને ત્રણ વર્ષની મિત્રતા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ માતાએ કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા લગ્નની સંમતિ ન આપી,જેથી એક જોડી કપડાં અને વેનિટી બેગ લઈ ભાગીને લગ્ન કર્યા.
લગ્ન બાદ જીવનનો સંઘર્ષ શરૂ થયો. મોટા ફ્લેટમાં રહેતા સ્વાતિ શાહે સંયુક્ત કુટુંબ સાથે વન રૂમ કિચનમાં જિંદગી શરૂ કરી. સવારે 5:00 વાગે ઊઠે ત્યારથી લઈ અને રાત્રિના નાટક પૂરા થાય ત્યાં સુધી કામ,કામ અને કામ જ રહેતું.2000ની સાલમાં પરેશ રાવલના થિયેટર ગ્રુપમાંથી ‘શાદી બરબાદી ડોટ કોમ’ હિન્દી નાટક માટે પતિ-પત્ની બંનેને ઓફર મળી. આ નાટકે કારકિર્દીને તો વેગ આપ્યો જ સાથે-સાથે આર્થિક ગાડી પણ પાટા પર ચડી ગઈ. ઘરનું ઘર લીધું, નામ, દામ અને કામ મળ્યા. આ નાટકે અમેરિકામાં જ 100 જેટલા શો પૂરા કર્યા.2004માં પુત્રનો જન્મ થયો.બાળકની સંભાળ,નાટકોના રિહર્સલ,ત્રણ-ત્રણ શિફ્ટમાં કામ વચ્ચે પણ કારકિર્દીમાં નિખાર આવતો રહ્યો.ભારતના પ્રથમ ડેઇલી શો ‘એક મહલ હો સપનો કા’ માં દિગ્ગજ કલાકારો સાથે કામ કરવા મળ્યું એ સફર ખૂબ યાદગાર હતી.2007ના વર્ષમાં તીન બહુરાનિયા,સાથ નિભાના સાથિયા સહિતની લોકપ્રિય સિરિઅલો મળી અને અત્યારે પ્યાર કા પહેલા નામ રાધા મોહન ધૂમ મચાવે છે. કામની બાબતમાં સ્વાતિ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કારણ કે તેઓને ખૂબ સારા નાટકો મળ્યા જેના કારણે પોતાને અને નિર્માતા નિર્દેશકને ફાયદો થયો.અભિનય ક્ષેત્રે તેમને દરેક પ્રકારના રોલ મળ્યા છે જે તેઓએ બખૂબી નિભાવ્યા છે.અવાજથી લઈને આંખો,હાવભાવ દ્વારા સંપૂર્ણ પાત્ર વ્યક્ત કરનાર આ જાજરમાન અભિનેત્રીને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ…..

Advertisement

થિયેટર અને સિરિઅલોએ આપી આગવી ઓળખ : ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર સ્વાતિ શાહની ફિલ્મો,સિરિઅલો અને નાટકોની યાદી લાંબી છે.તેઓને અનેક વખતનો મિનેશન મળેલા છે તેમજ એવોર્ડ મળેલા છે. નાટકોમાં લાજવંતીથી શરૂૂ કરીને બીજી નજરનો પ્રેમ, સુગંધનું સરનામું, કઠપૂતળી,મારો સમય તારો સમય, બસ કર બકુલા સહિત અનેક નાટકો છે અને સિરિઅલોની વાત કરીએ તો હમ પાંચ,રેશમ ડંખ, અફલાતૂન,હમ દોનો હે અલગ અલગ,સાથ નિભાના સાથિયા,જિંદગી મેરે ઘર આના, તીન બહુરાનિયા સહિત ઘણી સિરિઅલોમાં તેઓએ અભિનય આપ્યો છે.

દરેક સ્ત્રીએ પગભર હોવું જોઈએ : મહિલાઓને સંદેશ આપતા સ્વાતિ શાહે જણાવ્યું કે દરેક સ્ત્રીએ પગભર હોવું જોઈએ. દુનિયાને કે પુરુષને પાછળ છોડવા માટે નહિ પરંતુ તમારી પોતાની ઓળખ માટે અને તમારામાં જે આવડત છે તે બહાર લાવવા માટે જરૂરી છે. જે કરો તેમાં ખુશી મળે એવું કરો,તમારી ખુશી બીજા પર ડીપેન્ડન્ટ ન હોવી જોઈએ. કંઈક કરશો તો માનસિક રીતે પણ બેલેન્સ રહી શકશો.

રિયલ લાઈફમાં પણ પતિ સાથી બની સાથ નિભાવે છે
સ્વાતિ શાહે જણાવ્યું કે પોતાના જીવનમાં પતિ પરાગ શાહનો સાથ બેક બોન જેવો છે.ડગલે ને પગલે,દરેક પરિસ્થિતિમાં પતિએ સાથ આપ્યો છે. પોતે આજે જે સ્થાન પર છે તે બદલ પતિ અને સાસુ, સસરા, દિયર, દેરાણી,નણંદ બધાનો ખૂબ આભાર માને છે. પરિવારને મહત્વ આપતા સ્વાતિ શાહ પોતાની જાતને નસીબદાર માને છે કે તેમને પરિવારનો પ્રેમ અને સહકાર મળ્યો છે. સ્વાતિ બહુ મહત્વાકાંક્ષી નથી એટલે ભવિષ્યના બીજા કોઈ સ્વપ્ન નથી પરંતુ દીકરા કથનને વિદેશમાં ભણવવાનાં સ્વપ્ન સાથે પોતાનું પણ સ્વપ્ન જોડાયું હતું જે હમણાં જ પૂરું થયું છે.

 

Advertisement
  • ભાવના દોશી

Continue Reading
Advertisement

Breaking News

જામનગરનાં બે પોલીસને સસ્પેન્ડ કરાતાં ચકચાર..

Published

on

એક સગીરને માર મારેલો : એસ.પી. એ સીટી બી ડીવીઝનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને ઘરે બેસાડી દીધાં…

[Deepak Thummar]

જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને, એક સગીરને માર મારવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતાં શહેરના પોલીસબેડામાં ચકચાર જાગી છે.

Advertisement

પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી જણાવે છે કે, શુક્રવારે બપોર પછીના સમયે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતો હુકમ છોડતાં શહેર તથા જિલ્લાના પોલીસ બેડામાં આ વાત વાયુવેગે ફેલાઇ જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જાગી છે, જાણવા મળી રહ્યું છે કે, આ બંને પોલીસકર્મીઓએ અનુસુચિત જાતિના એક સગીરને કોઇ કેસના અનુસંધાને માર માર્યાની ખબર જિલ્લા પોલીસવડા સુધી પહોંચી હતી, કેમ કે આ સગીરના પરિવાર દ્વારા આ મામલાને ગંભીર ગણી એસ.પી. સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડાએ આ સમગ્ર મામલાને સંવેદનશીલ મુદ્દો ગણીને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓ હિતેષ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કરતો હુકમ જાહેર કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, કાયદાની જોગવાઇઓ મુજબ સગીર આરોપીઓના નામ પણ જાહેર નથી કરી શકાતા, અને તેઓની ઓળખ પણ કાયદા મુજબ છુપાવવાની હોય છે, આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશન જેવા સ્થળે સગીરને માર મારવો એ આખી ઘટના ખૂબજ ગંભીર લેખાય અને આ ગંભીરતાને ધ્યાનમાં લઇ એસ.પી. દ્વારા આ ઘટનાના અનુસંધાને સસ્પેન્શનના આ હુકમ છોડવામાં આવ્યા છે.

Advertisement
Continue Reading

Breaking News

રાજકોટ : આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ સિવિલ અધિક્ષક પાસેથી તાત્કાલિક ચાર્જ લઈ લેવાયો,અનેક તર્ક વિતર્ક

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી સિવિલ અધિક્ષક વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો થઇ હોવાથી તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Published

on

રાજકોટ સિવિલ હોસ્પિટલ તબિયત અધિક્ષકનો ચાર્જ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી પાસેથી તાત્કાલિક ચાર્જ લઈ લેવાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, ડો. રાધેશ્યામ ત્રિવેદી પાસેથી ચાર્જ લઈને સર્જરી વિભાગના પ્રાઘ્યપક ડો. જે.જી ભટ્ટને સોપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટ સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને તેમના થોડા જ દિવસોમાં સિવિલ અધિક્ષકનો હવાલો ડો.ત્રિવેદી પાસેથી લઈ લેવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી સિવિલ અધિક્ષક વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો થઇ હોવાથી તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન પણ ભાજપના દિગ્ગજ નેતાએ ફરિયાદ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

આ રજૂઆત બાદ આ બદલી થઈ હોવાનું હાલ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. હાલ તો ડૉ.રાધેશ્યામ ત્રિવેદીને ફીઝીયોલોજીના પ્રાધ્યાપક બનાવી દેવામાં આવ્યા છે. એને તબીબી અધિક્ષક તરીકે વધારાનો ચાર્જ ડૉ.જે.જી.ભટ્ટ સર્જરી અધ્યાપકને સોંપવામાં આવ્યો છે.

Continue Reading

Breaking News

ગુજરાત : રવિવારે યોજાનાર જુ.ક્લાર્કની પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો જાહેર

પરીક્ષા સમય દરમિયાન અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થવું નહી.

Published

on

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 29મી જાન્યુઆરીના રોજ સવારે 11.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી યોજાનાર છે.પરીક્ષા કેન્દ્રોની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા પરીક્ષા વિવિધ શાળાઓ તેમજ કોલેજો ખાતે લેવાશે.પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા છે.

રાજ્યના શહેર જિલ્લાના જુદા-જુદા તાલુકાના તમામ જે કેન્દ્રમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ 200 મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, પેજર, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

પરીક્ષા સમય દરમિયાન અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થવું નહી, સૂત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી.

Advertisement

પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ. પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક, મ્યુઝીક, લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.

આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશન આપોઆપ રદ ગણાશે. પોલીસ અધિકારી- કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બદોબસ્તની ફરજ બજાવી પોલીસ કર્મચારી કોઈ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનની અંદર જઈ શકાશે નહી.

પરીક્ષા કેન્દ્રનું કેમ્પસની અંદર પરીક્ષાની કામગીરી માટે નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ