Connect with us

National

સિસ્કોનાં ભૂતપૂર્વ ચેરમેને આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીની પ્રશંસા કરી

Published

on

મુંબઇ, તા.13
આરઆઇએલએ છેલ્લાં થોડાં વર્ષોમાં ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે. આ માટે તાજેતરમાં સિસ્કોનાં ભૂતપૂર્વ સીઇઓ જોહન ટી ચેમ્બર્સે એશિયાનાં ધનકુબેર મુકેશ અંબાણીની પ્રશંસા કરી હતી. ધ ઇનોવેટર મેગેઝિન સાથે વાત કરતાં જોહન ટી ચેમ્બર્સે જણાવ્યું હતું કે, ડિજિટાઇઝેશનનાં ટ્રેન્ડની સાથે આરઆઇએલની કામગીરી પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, એનાથી આરઆઇએલને પરિવર્તનનાં તબક્કામાં આગળ રહેવામાં મદદ મળશે. જોહન ચેમ્બર્સે આ વાત ટ્વીટ પણ કરી હતી અને કહ્યું હતું કે, મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ધ ઇનોવેટરમાં જોઈને આનંદ થાય છે. મુકેશ અંબાણીએ ટેકનોલોજીનાં ટ્રેન્ડને સમજીને ઉદાહરણ સ્થાપિત કર્યું છે તથા સાહસિક, સ્માર્ટ નિર્ણય લીધો છે, જે કંપનીને બજારમાં પરિવર્તનનાં તબક્કામાં આગળ રહેવામાં મદદ કરશે. મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ એના યુઝર્સને શરૂઆતમાં ફ્રી 4જી ડેટા આપીને દેશમાં ડેટા ક્રાંતિ કરી છે. જ્યારે કંપનીએ પાછળથી સર્વિસમાં ચાર્જ લેવાની શરૂઆત કરી હતી, ત્યારે એનાં દર હરિફ કંપનીઓનાં દરથી મામૂલી હતા. ગયા વર્ષે 41મી એજીએમમાં આરઆઇએલએ 5 સપ્ટેમ્બરથી વાણિજ્યિક ધોરણે જિયો ફાઇબર સેવાઓ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી તેમજ અનેક નવી સેવાઓ પણ જાહેર કરી હતી. આ નિર્ણય જિયો ફાઇબર સેવાઓમાં વધારો કરશે, જેને મુકેશ અંબાણી-સંચાલિત જૂથનું રિલાયન્સ જિયોનાં લોંચ પછીનું વધુ એક પરિવર્તનકારક પગલું ગણવામાં આવે છે.
હવે કંપની દેશમાં 5જી સેવાઓ શરૂ કરવા સજ્જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અગાઉ જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમની ફાળવણી માટેની સ્પષ્ટ યોજના ભારતને 5જી સ્પેસમાં લીડર તરીકે સ્થાપિત કરશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમનાં બોર્ડનાં સભ્ય મહેન્દ્ર નાહટાએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2019માં કહ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમની કિંમત પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે. ઊંચી ફ્લોર પ્રાઇસથી 5જી નેટવર્ક અવ્યવહારિક બનશે અને એમાં વિલંબ થશે. એટલે સરકારી આવક અને સંપૂર્ણ વૃદ્ધિ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર પડશે.

Continue Reading
Advertisement

National

‘મારા પર લોકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ છે, તમે મને કહો કે દેશનો માલ ચોરનારા માટે સ્થાન ક્યાં હોવું જોઈએ’ G20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ ખાતે G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે અમે આટલા મોટા કાર્યક્રમ G20નું સફળતાપૂર્વક આયોજન કર્યું. મને જરાય નવાઈ નથી, કારણ કે જે કાર્યક્રમ બનાવવાની જવાબદારી યુવાનો ઉપાડે છે તે ચોક્કસ સફળ થશે. તમારા લોકોના કારણે, ભારત એક સુખદ સ્થળ બની ગયું છે.ડાપ્રધાને એમ પણ કહ્યું કે મારા પર લોકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ છે. તમે મને કહો કે દેશનો માલ ચોરનારા માટે ક્યાં જગ્યા હોવી જોઈએ.

આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા કરવામાં આવ્યું હતું. IIT, IIM, NIT અને મેડિકલ કોલેજ જેવી ઘણી સંસ્થાઓએ તેમાં ભાગ લીધો હતો. આમાં દેશભરની યુનિવર્સિટીઓના લાખો વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાયેલા છે.

પીએમ મોદીના ભાષણના મોટા મુદ્દા…

છેલ્લા 30 દિવસના કામનું રિપોર્ટ કાર્ડ આપ્યું

હું તમને છેલ્લા 30 દિવસનો રીકેપ આપવા માંગુ છું. આ તમને નવા ભારતની ઝડપ અને સ્કેલ બંને જણાવશે. 23 ઓગસ્ટના રોજ, બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે બધું સારું થાય, કંઈપણ ખોટું ન થાય. પછી બધાના ચહેરા ચમકી ઉઠ્યા. ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચવાની સાથે, 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ બની ગયો.

છેલ્લા 30 દિવસમાં ભારતની કૂટનીતિ નવી ઊંચાઈએ પહોંચી છે. ભારતના પ્રયાસોને કારણે બ્રિક્સ સમિતિમાં 6 નવા દેશો જોડાયા. પછી હું ગ્રીસ ગયો. છેલ્લા 40 વર્ષમાં ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત હતી.

G20 સમિટ પહેલાં, મેં ઇન્ડોનેશિયામાં આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી હતી. પછી અમે G20 સમિટ યોજી. આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું એ નાનું કામ નથી. જો તમે પિકનિક પ્લાન કરો છો તો પણ તમને ખબર નથી કે ક્યાં જવું છે.

G20 સમિટમાં જ અમે ઈન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા 30 દિવસમાં 85 દેશોના રાજ્યોના વડાઓને મળ્યા. તે લગભગ અડધી દુનિયા છે. જ્યારે નવા દેશો ભારતમાં જોડાય છે, ત્યારે આપણને નવા ભાગીદારો, નવા બજારો મળે છે, આપણા દેશને આ બધાનો લાભ મળે છે. જી-20 સમિટ બાદ સાઉદી અરેબિયાની સરકારી મુલાકાત શરૂ થઈ હતી.

આ 30 દિવસમાં વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. તેનાથી પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા 18 લોકોને ફાયદો થશે. ગયા અઠવાડિયે જ સંસદ દ્વારા મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 9 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી, દેશમાં પહેલીવાર આટલી બધી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવી.

અમરત્વ વિશે

હું આ કાર્યક્રમમાં G20 માટે અમારા યુવાનોની પ્રશંસા કરું છું. આજે ભારત તેના અમૃત સમયગાળામાં છે, તમારા જેવા લોકો માટે આ અમૃત પેઢીનો સમયગાળો છે. અમે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. 2047 સુધીનો સમય એ સમય છે જેમાં યુવાનો પોતાનું ભવિષ્ય ઘડશે.

ભારતની પ્રગતિ પર

આગામી 25 વર્ષ તમારા ભવિષ્ય માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા દેશના ભવિષ્ય માટે છે. આવો સમય દુનિયામાં પહેલા ક્યારેય આવ્યો નથી, ન તો ભવિષ્યમાં આવવાનો મોકો મળશે. આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. વિક્રમી ટૂંકા સમયમાં અમે 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બની ગયા. વિશ્વને ભારતમાં વિશ્વાસ છે, રોકાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. નિકાસ અને મેન્યુફેક્ચરિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

આ કાર્યક્રમમાં વિવિધ 12 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

PM મોદીએ 24 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર G20 યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટ વિશે એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે કહ્યું કે આ ઈવેન્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 12 અલગ-અલગ દેશોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સિવાય G20ના 10 દેશોએ પણ ભાગ લીધો હતો. તે બધા યુથ ફોર લાઈફ (લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ) પર ચર્ચા કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામમાં યુવા શક્તિના અનુભવો સાંભળીને ખૂબ જ ઉત્સાહિત છે.

Continue Reading

National

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, હથિયારો સાથે ચાર આતંકીઓની ધરપકડ

Published

on

 

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પોલીસ અને સેનાને મોટી સફળતા મળી છે. પોલીસ, સેના અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમે હથિયારો અને દારૂગોળો સાથે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે, અઝીમ બશીર વાનીને સૌપ્રથમ 25-26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી ત્રણ પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. આ પછી, તેની માહિતીને પગલે, અન્ય ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડોલ જંગલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓમાં લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન પણ સામેલ હતો. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાના ચાર વરિષ્ઠ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ કોકરનામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસ અહીં પહોંચી હતી.

Continue Reading

National

દિલ્હીમાં ચોરોએ કર્યું મોટું કાંડ: જ્વેલરીના શોરૂમમાં છત તોડી ચોરોએ કરી 25 કરોડની ચોરી

Published

on

 

રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જવેલરમાં મોડી રાત્રે 25 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોરો દિવાલમાં છિદ્ર બનાવીને શોરૂમના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા હતા. રવિવારે આ ચોરી થઈ હોવાની પોલીસને આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી. હાલ પોલીસ દ્વારા શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.

શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર આશરે 20 થી 25 કરોડ રૂપિયાની ચોરી આચરવામાં આવી છે. રવિવારે તેણે દુકાન બંધ કરી ત્યાં સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું ન હતું. સોમવારે શોરૂમ બંધ રાખવામાં આવ્યો છે. મંગળવારે સવારે જ્યારે શોરૂમ ખુલ્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. સ્ટ્રોંગ રૂમ પાસે શોરૂમની દિવાલમાં એક મોટું કાણું જોવા મળ્યું હતું. ચોર છત અને દિવાલમાં કાણું પાડી અંદર પહોંચ્યા હતા. ચોરે શાંતિથી આ ચોરીને અંજામ આપ્યો છે. કારણ કે ચોર સોના-ચાંદીની મોટાભાગની કિંમતી વસ્તુઓ લઈ ગયા છે. શોરૂમના માલિકે જણાવ્યું છે કે તેઓ હજુ સુધી કેટલો સામાન ખોવાઈ ગયો છે તેની ગણતરી કરી શક્યા નથી પરંતુ અંદાજ છે કે ચોરો રૂ.20 થી 25 કરોડના દાગીનાની ચોરી કરી ગયા છે.

પોલીસ હાલમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત નજીકના લોકો અને શોરૂમના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીઓ વિશે કડીઓ શોધી લેશે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!