Amreli
સા.કુંડલા ગુરુકુળનાં વિદ્યાર્થીઓ બેઝબોલ સ્પર્ધામાં ઝળક્યા
Published
2 months agoon
By
ગુજરાત મિરર
શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીએ આશીર્વચન તેમજ શુભકામનાઓ પાઠવી
સમગ્ર દેશમાં બેઝબોલ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવતી સાવરકુડલાની ગુરૂૂકુળ અંગ્રેજી મિડીયમ સ્કુલસાવરકુડલા સ્વામિનારાયણ ગુરૂૂકુળ સંચાલિત ઇંગ્લીશ મિડીયમ સ્કુલનાં વિદ્યાર્થીઓએ તા. 4 નવેમ્બર થી તા. 8 નવેમ્બર દરમ્યાન પંજાબનાં લુધિયાણા જિલ્લાનાં સમરાળા ખાતે આયોજીત બેઝબોલ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આવેલા. જેમાં ગુજરાત રાજયમાંથી માત્ર ગુરૂૂકુળ સાવરકુડલાની શાળા અંગ્રેજી મિડીયમનાં વિદ્યાર્થીઓ પસંદ થતા તેમાં બેઝબોલ સ્પર્ધામાં ભાગ લીધો.ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત સબ જુનિયર ભાઇઓ તથા બહેનોની બેઝબોલ સ્પર્ધા સાહી ફિઝીકલ સ્પોર્ટ્સ કોલેજ- પંજાબ મુકામે યોજાયેલ. જેમાં 19 ટીમોમાંથી ગુરૂૂકુળ અંગ્રેજી મિડીયમ શાળાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ગુરૂૂકુળ શાળાનાં રમતગમતનાં કોચ દિપકભાઇ વાળા ની આગેવાનીમાં નીચે મુજબનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં ભાઇઓની ટીમમાં રાઠોડ હર્ષદસિંહ એ., જોષી પ્રેરિત એચ., જોષી નીલ જે., બુહા તીર્થ એ.વસાણી પાર્થ વી., રાજપુરા હર્ષલ સી., જોગી મનન એચ., બુંધેલીયા વ્રજ વી. તેમજ બહેનોની ટીમમાં મકવાણા પ્રિયાંશી જી., ચુડાસમા ફેની એ., બુહા નિલમ આર., ચુડાસમા સ્નેહા ડી.રાઠોડ શ્રેયા બી., પુરોહીત આરતી જી., સિઘ્ધપુરા આયુષી એ., ચુડાસમા હેત્સી એ.નાયર દીયા એસ.,જોષી હેત્વી બી., જોગી ક્રિના જી.એ ભાગ લીધેલ.ઉપરોકત તમામ વિદ્યાર્થીઓ તથા વાળાને શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી (પ્રમુખ) એ આશિર્વચન આપ્યા તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી તેવું શ્રી ઘનશ્યામભાઇ જે. કનકોટીયા (મે. ટ્રસ્ટી) સ્વામિનારાયણ ગુરૂૂકુળની યાદી જણાવે છે.
You may like
Amreli
પુત્રના લગ્નની કંકોત્રી આપી પરત ફરતા પિતાનું ખાનગી બસ અડફેટે મોત
Published
1 day agoon
January 28, 2023By
Minal
સાવરકુંડલાના બાઢડા નજીકનો બનાવ, પરિવારમાં માતમનો માહોલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે એક ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં બાઈક ચાલક પોતાની પુત્ર ના લગ્ન ની કંકોત્રી દેવા જતાં સમયે ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.આ બનાવને પગલે પોલીસ તેમજ આગેવાનો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે,બાઢડા અને જાબાળ વચ્ચે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.આ ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મોડી રાત્રીના સમયે આ ઘટના બની હતી.પુત્રના લગ્નને 3 દિવસ જેવો સમય બાકી હતી.ત્યારે રમેશભાઈ બગડા તેમના પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરી રહ્યા હતા.જોકે ત્યારબાદ તે તેના ઘરે આંબરડી પરત ફરી રહ્યા હતા.તેવા સમયે અકસ્માત સર્જાયો હતો અને પિતાએ દીકરીના લગ્નના ત્રણ દિવસ પહેલા જ મોત નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં માતમ નો માહોલ છવાઈ ગયો હતો.આ બનાવને પગલે સ્થાનિક ડીવાયએસપી,ધારાસભ્ય સહિત નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને બનાવને લઈને વધુ તપાસ શરુ કરી હતી.
Amreli
વડિયાથી ખાખરિયા બિસ્માર થયેલા રોડનું રિપેરિંગ કામ કરતું તંત્ર
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું
વડિયાથી ખાખરીયા રોડ પર આવેલ મસ મોટા ખાડાનો અહેવાલ થોડા દિવસ પહેલા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે તંત્ર એ તાબડતોબ હરકતમાં આવી રોડનું કામ શરૂૂ કર્યું
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાથી જીલ્લાને જોડતો મુખ્ય માર્ગ મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો
લોકોને વડિયા થી અમરેલી કુંકાવાવ અને બગસરા જવામા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ના છુટકે વાહન ચાલકો ને વાયા મોરવાડા ખાન ખીજડીયા કરવું પડતું હતું વડીયાથી ખાખરીયા 351 નેશનલ હાઇવે પર રોડ ઓછો અને ખાડા વધારે તેવો ધાટ સર્જાયો હતો જેને લઈને વાહન ચાલકો માટે અકસ્માત થતા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો છતા તંત્રના પેટનું પાણી હાલતું ન હતું જ્યારે આ અંગે અખબારમાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું અને વડિયાથી ખાખરીયા સુધીનો રસ્તો તાત્કાલિક બનાવવાનું શરૂૂ કર્યું છે છેલ્લા પાંચેક વર્ષથી વાહન ચાલકો અને સ્થાનિકો રોડની હાલતથી પરેશાન હતા અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી છતા તંત્રના બહેરા કાને સંભળાતી ન હતી ત્યારે થોડા દિવસ પહેલા આ રોડ અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સફાળું તંત્ર જાગ્યું અને રોડ પર ડામરની કામગીરી શરૂૂ કરવામાં આવી ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોને થશે હાશકારો.
Amreli
સાવરકુંડલાના ધારાસભ્યએ ઘેટા ભરેલી ઈકો કારને ઝડપી લઇ પોલીસ હવાલે કરી
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
પોલીસે ઘેટાને કતલખાને લઇ જવાતા હતા કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરી
સાવરકુંડલાના ધારાસભ્ય એક્શન મોડ માં આવ્યા સાવરકુંડલા થી સીમરન પ્રવાસમાં જતા સમયે સિમરન નજીક 11 ઘેટા ભરેલી એક જાણ કરી હતી. બપોરના ત્રણ કલાકના સમયની આસપાસ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ સાથે સીમરણના કાર્યક્રમમાં જઈ રહ્યા હોય રસ્તામાંથી શંકાસ્પદ એક ઇકોગાડી કે જે ગાડીને ફરતા પડદા રાખવામાં આવ્યા છે અને અંદર 11 જેટલા ઘેટાં ભરેલા છે તેમને ઉભી રાખી તપાસ કરી અને તાત્કાલિક સાવરકુંડલા પોલીસને જાણ કરી અને સાવરકુંડલા પીઆઇ સોની પહોંચી ગયા અને ઇકો ગાડી લષ 14 એકે 06 18 નંબરની તેમજ ડ્રાઇવર જુનેદ ભાઈ ઈશાકભાઈ માંડલિયા રહેવાથી અમરેલી અને ઘેટાં વેચાતા લઈ જનાર આમિરભાઈ અલીભાઈ માંડલિયા રહેવાથી અમરેલીને મુદા માલ સાથે સાવરકુંડલા રૂૂલર પોલીસમાં લાવવામાં આવ્યા પ્રાથમિક પૂછપરછમાં આ ઘેટા નટુભાઈ ભરવાડ નામની કોઈ વ્યક્તિ પાસેથી વેચાતા લીધા હોવા નું જણાવ્યું છે અને તેઓ ઘેટાનો જ વેપાર કરે છે તેવું પણ જણાવી રહ્યા હતા ત્યારે પોલીસે આ ઘેટા ખરેખર કતલખાને લઈ જવામાં આવતા હતા કે વેપાર કરે છે તેમજ નટુભાઈ ભરવાડ પાસેથી પણ કેટલીક માહિતી અને જવાબો લેવા ની તજવીજ અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે આ ઘટનાથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન થયું છે અને જીવ દયા પ્રેમીમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છેે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
