Connect with us

Rajkot

સાહસિક, સ્વ સુધારણા, સાવધાની, સંયમ, શ્રધ્ધા, સમજણ અને સંઘર્ષોથી જીત જાયેંગે હમ…

Published

on

રાજકોટ, તા.13
રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવતા અને પ્રેરણા-પ્રોત્સાહન પુરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સર્વે પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ વૈદિક પૂજનવિધિકરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવેલો.
આ સમારોહમાંશિક્ષણાધિકારી આર. એમ. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,વિધાર્થીઓ સૌ આગળ વધો અનેરાજકોટને રોશન કરો.પરિક્ષાની સુવ્યવસ્થા માટે અમારી શિક્ષણની સમગ્ર ટીમ સુસજ્જ છે અને શાળા સંચાલકોે, આચાર્યો અને તમામશિક્ષકો પરિક્ષા માટે સર્વપ્રકારેવિધાર્થીઓની સાથે જ છે.
કાર્યક્રમમાં વક્તવ્યમાંપૂ.અપૂર્વમુનિ સ્વામીએ નજીત જાયેંગે હમ… વિષય પર પરીક્ષાલક્ષી વક્તવ્ય રજૂ કરેલું. જેમાં 6 સિધ્ધાંતો (1)જીત, સતત સ્વસુધારણાથી, (2) જીત, સાહસિક – સ્વપ્નશીલ સ્વભાવથી, (3) જીત, સાવધાની અને સંયમથી, (4) જીત, સંઘર્ષોમાંસ્થિરતાથી, (5) જીત, સંકટોમાંસમજણથી અને (6) જીત, શ્રદ્ધા સાથેના સ્મરણથીસૌ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મકવિડીયોદ્વારા પરીક્ષામાં જીત હાંસલ કરવા માટેની તરકીબોશીખવાડી હતી.
કાર્યક્રમમાં રાજકોટની નામાંકિત શાળાઓના11000થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શાળાના માલિકો અને સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ નજીત જાયેંગે હમ…વિષય પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય આપતા જણાવ્યું કે, શારીરિક સક્ષમ કરતા માનસિક સક્ષમ બનવું ખુબ જરૂરી છે., બહારના દેખાવ
કરતા આંતરિક દેખાવમાં ફેરફાર આવશ્યક.,પોતાના ફોટાને જોઈને અન્યને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ બનાવીએ. ,શિક્ષણમાં સુધારણાની ફરિયાદ ન કરીએ સ્વશિક્ષણસુધારણામાં ફેરફાર કરીએ. ,દ્રઢસંકલ્પથી જ જીત સહજ બને છે., પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ.,પરિક્ષામાં સંઘર્ષ સહન કરીશું તો ભવિષ્યમાં સહન ઓછું કરવું પડશે ,પરિક્ષામાં જીત મેળવવા સકારાત્મકતા જ શ્રેષ્ઠ ઉપાય છે.બુદ્ધિની શક્તિ સાથે ભગવાનની શક્તિ સફળતા અર્પે છે., મહેનતની સાથે ભગવાનની પ્રાર્થના હિંમત આપે છે. પરિક્ષા જેવા જીવનના દરેક સંઘર્ષમાં ભગવાન પરની શ્રદ્ધા હિંમત બક્ષે છે.

Continue Reading
Advertisement

Rajkot

શહેરના સાત સ્થળે થશે ગણેશ મૂર્તિ વિસર્જન

Published

on

શહેરમાં ઘરે ઘરે અને ચોકે ચોકે ગણપતિ દાદાનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશ ઉત્સવ આગામી ગુરૂવારના રોજ પૂર્ણ થનાર હોય શહેરભરમાંથી 10 હજારથી વધુ ગણેશ મુર્તિનું વિસર્જન કરવા માટે લોકો સવારથી નિકળી પડશે. જેના માટે મહાનગરપાલિકાએ અલગ અલગ સાત સ્થળે વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. ફાયર વિભાગ દ્વારા સાત સ્થળ ઉપર પાંચ ક્રેઈન લાઈફબોયા અને બોટ સાથે લિડિંગ ફાયરમેેન તથા ફાયર સ્ટેશન ઓફિસર અને તરવૈયાઓ સહિતનો 80 વ્યક્તિનો સ્ટાફ ખડેપગે રખાશે તેમજ મોટી મુર્તિઓ માટે વ્યક્તિગત વિસર્જન કરવા દેવામાં નહીં આવે વિસર્જન સ્થળ ઉપર બેરીકેટ લગાવી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનું વિસર્જન કરવામા આવશે.
મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ખેરના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં તમામ સર્કલો તેમજ ઘરોમાં ગણેશજીનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશોત્સવ શરૂ થયા બાદ અમુક લોકો ત્રણ દિવસે તેમજ પાંચ દિવસે નાની મુર્તિઓનું વિસર્જન કરતા હોય છે. જેના માટે હંગામી ધોરણે સ્ટાફ વિસર્જન સ્થળે રાખવામાં આવ્યો છે. પરંતુ ગુરૂવારના રોજ ગણેશ ઉત્સવ પૂર્ણ થનાર હોય તે દિવસે સવારથી શહેરના દરેક વિસ્તારોમાંથી મુર્તિ વિસર્જન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જેની વ્યવસ્થા માટે મહાનગરપલિકાએ સાત સ્થળે મુર્તિ પધરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજીડેમ, ન્યારી ડેમ અને જખરાપીર સહિતના ત્રણ સ્થળે પાંચ ક્રેઈન મુકવામાં આવી છે. જ્યાં મોટી મુર્તિનું વિસર્જન ક્રેઈન મારફતે કરવામા આવશે. તેવી જ રીતે દરેક સ્થળે બોટ અને લાઈફબોયા અને તરવૈયાઓ તૈયનાત કરવામા આવ્યા છે. છતા મોટી મુર્તિનું વિસર્જન લોકોને તેમના હાથે કરવામા દેવામાં આવશે નહીં વિસર્જન સ્થળ ઉપર જે સ્થળે મુર્તિ પધરાવવાની થાય છે.ત્યાં બેરીકેટ લગાવી દેવામા આવ્યા છે. ત્યાં પહોંચ્યા બાદ ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનુ વિસર્જન કરવામા આવશે. ઉપરોક્ત ત્રણ સ્થળો સિવાય અન્ય સ્થળે કામ ચલાઉ ધોરણે નાની મુર્તિના વિસર્જન માટે કુંડ તૈયાર કરવામા આવ્યા છે. ગુરૂવારે સવારે સાત વાગ્યાથી લોકો આવે ત્યાં સુધી મુર્તિ વિસર્જન થઈ શકશે. આથી લોકોએ ઉપરોક્ત સ્થળો જે પૈકી નજીક થતા હોય તે સ્થળે મુર્તિ પધરાવવા આવવું તેવો અનુરોધ કરવામા આવ્યો છે.

Continue Reading

Rajkot

શાસ્ત્રી મેદાન, ચૌધરી ગ્રાઉન્ડ,ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

Published

on

નવરાત્રિ નજીક આવતા જ આયોજકો ગ્રાઉન્ડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા ત્રણ સરકારી ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શાસ્ત્રીમેદાન, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો છે.
નવરાત્રિને હવે 15 દિવસની જ વાર છે ત્યારે રાજકોટ શહેરમાં અર્વાચિન દાંડિયારાસનું આયોજન કરતાં આયોજકોમાં ગ્રાઉન્ડ ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કલેકટર હસ્તકના શાસ્ત્રીમેદાન અને ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં 10 ટકાનો ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાડા વધારો 1 એપ્રિલથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી ગ્રાઉન્ડમાં 10 ટકા ભાડા વધારો કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. શાસ્ત્રીમેદાનમાં ગયા વર્ષે 2000 મીટરથી વધુ ગ્રાઉન્ડના ફિક્સ ભાડુ રૂા.14,268 નકકી કરાયું હતું જેમાં 10 ટકા ભાડા વધારા સાથે આ વર્ષે 2000 મીટરથી વધુ મોટુ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માગતા આયોજકો પાસેથી રૂા.15,695 ભાડુ વસુલવામાં આવશે.
જોકે, શાસ્ત્રીમેદાનમાં 2000થી ગમે તેટલુ મોટુ મેદાન ભાડે રાખો તો તેનું ફિક્સ ભાડુ રૂા.15,695 નકકી કરાયું છે જ્યારે 1થી 2 હજાર મિટરની વચ્ચે મેદાન ભાડે રાખવું હોય તો રૂા.7,849 અને 1 હજાર મીટરથી નીચે મેદાન ભાડે જોતુ હોય તો રૂા.3,138 નક્કી કરાયા છે.
આ જ રીતે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડનું ભાડુ પણ નકકી કરાયું છે જ્યારે ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ ગ્રાઉન્ડનું ભાડુ રાજ્ય સરકાર નકકી કરે છે પરંતુ, આ ભાડુ શિક્ષણ વિભાગના ફાળે જાય છે.

Continue Reading

Rajkot

સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા દુર્ઘટનામાં ઘવાયેલ લોહાણા વૃદ્ધાનું મૃત્યુ

Published

on

રાજકોટમાં ભુમાફીયાઓ દ્વારા પાણીના નિકાલના વોંકળા ઉપર દબાણ કરી રાતોરાત બહુમાળી ઈમારતો ખડકી દીધી છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રના આંખ મીચામણાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગઈકાલે સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા ઉપરનો ગેરકાયદેસરનું બાંધકામ એકાએક તુટી પડતાં નાસ્તો કરી રહેલા વૃધ્ધા ઉંધા માથે વોંકળામાં પટકાયા હતાં. જેમનું સારવાર દરમિયાન રાત્રિનાં મૃત્યુ નિપજ્યું હતું.
આ દુર્ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય રવિવારે રાત્રે મોટી સંખ્યામાં લોકો ગણપતિના દર્શનાર્થે ઉમટી પડયા હતાં. ગણપતિ મહોત્સવ પાસે જ શિવમ-1 અને 2 કોમ્પલેક્ષ વોંકળામાં ખડકી દેવામાં આવેલ હોય રાત્રિના સંતોષ ભેળ પાસે નાસ્તો કરી રહેલા 30 થી 35 શખ્સો ઓચિંતા સ્લેબ તુટી પડતાં વોંકળામાં ખાબકયા હતાં. જેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ દુર્ઘટનામાં રૈયા રોડ અંબીકા પાર્કમાં રહેતાં ભાવનાબેન અશ્ર્વિનભાઈ ઠક્કર (ઉ.63)ને માથામાં ગંભીર ઈજા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગઈકાલે રાત્રે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવનાબેન પોતાના તબિબ પુત્ર જતિનભાઈ ઠક્કર અને પરિવાર સાથે રવિવારની રજા હોય સર્વેશ્ર્વર ચોકમાં ગણપતિના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી બાજુમાં જ આવેલ સંતોષ ભેળ પર પરિવારજનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે ઓચિંતા વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં વૃધ્ધા ઉંધા માથે પટકાયા હતાં અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
વધુમાં જાણવા મળેલ પ્રમાણે મૃતક વૃધ્ધાના પુત્ર ડો.જતીન ઠક્કર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હોવાનું અને પરિવાર સાથે સર્વેશ્વર ચોકમાં ગયા હતા ત્યારે તેમની નજર સામે જ માતા વોંકળાનો સ્લેબ તુટી પડતાં ઉંધા માથે પટકાયા હતાં.
રાજકોટમાં પાણીના નિકાલ માટેના વોંકળા પર રાજકારણીઓના ઈશારે કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતથી વોંકળા વેંચી નાખી અને તેના પર ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધા છે ત્યારે આ દુર્ઘટના પાછળ તંત્ર જ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના બાદ સફાળુ જાગેલ કોર્પોરેશનના અધિકારીઓએ વોંકળા પર ખડકી દેવાયેલ શિવમ કોમ્પલેક્ષ 1 અને 2ની 84 ઓફિસો અને દુકાનો તાકીદે બંધ કરાવી તપાસ શરૂ કરી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!