Rajkot
સાપરાધ મનુષ્યવધના ગુનામાં કારચાલકને પાંચ વર્ષની કેદ
Published
4 months agoon
By
ગુજરાત મિરર
હોડથલી ગામે પુત્ર સાથે થયેલા ઝઘડા અંગે ઠપકો આપવા ગયેલા વૃધ્ધ ઉપર કાર ચડાવી ઢસડતા વૃધ્ધનું મોત નિપજ્યુ’તું
રાજકોટ તાલુકાના હોડથલી ગામે પુત્રને ગાળો ભાંડી માર મારનાર શખ્સને ઠપકો આપવા ગયેલા વૃદ્ધ ઉપર કાર ચડાવી દઇ હત્યા કરી પૂત્રને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના ગુનામાં અદાલતે 304 પાર્ટ માની તકસીરવાન ફેરવી આરોપીને પાંચ વર્ષની સજા અને રૂૂ.25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે કાળુભાઈ પાંચાભાઇ જાદવ નામનો યુવાન પાંચ વર્ષ પૂર્વે પોતાના ગામમાં દિનેશભાઈ નાગજીભાઈની દુકાને હતો ત્યારે આરોપી આશિષ મનસુખભાઈ તોગડીયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને ગાળો ભાંડી ઘરે જવાનું કહેતા રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે ગાળો દેવાની ના પાડી ઘરે જવા નીકળ્યો હતો તે વખતે આરોપી આશિષ તોગડિયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને પાછો બોલાવી પથ્થર વડે માર માર્યો હતો આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે પોતાના પિતા પાંચાભાઇ પુજાભાઈ જાદવને વાત કરતા પિતા પુત્ર આશિષ તોગડીયાને ઠપકો આપવા ગયા હતા ત્યારે આશિષ તોગડિયાએ ઉશ્કેલાઈ જઈ જીજે 12 સીજે 1233 નંબરની કાર પાંચાભાઇ જાદવ ઉપર ચડાવી દઈ કચડી નાખી રોડ ઉપર ઢસડતા ગંભીર ઈચ્છા પહોંચત પાંચાભાઇનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે પુત્ર રાજેશ ઉર્ફે કાળુને ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો. આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે આજીડેમ પોલીસ મથકમાં આરોપી આશિષ મનસુખ તોગડીયા વિરુદ્ધ હત્યા અને એટ્રોસીટી એકટની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારામારી હત્યા અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવતા કોર્ટે સરકાર પક્ષે રોકાયેલા સરકારી એડવોકેટ બિનલબેન રવેશીયા એ કરેલી દલીલ ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પટેલે ગુનામાં આરોપી આશિષ મનસુખ તોગડીયાને તકસીરવાન ઠેરવી મનુષ્ય સાપરાધ વધના ગુનામાં પાંચ વર્ષની કેદ અને રૂૂ.25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતા.
You may like
Breaking News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી
Published
11 hours agoon
March 19, 2023By
ગુજરાત મિરર
ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યુ કે કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરશ્રીઓ કરી લે.એટલુ જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી.કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીઓને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.મુખ્યમંત્રીએ યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના અઘિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવશ્રીઓ અને રાહત કમિશ્નર ૫ણ ઉ૫સ્થિત રહયા હતા.
Rajkot
વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ગંભીર રીતે દાઝેલ દર્દીની આધુનિક ડ્રેસિંગ પદ્ધતિથી સફળ સારવાર
Published
1 day agoon
March 18, 2023By
Minalગુજરાત મિરર, રાજકોટ તા.18
તાજેત2માં જ વોકહાર્ટ હોસ્પિટલ 2ાજકોટ ખાતે એક 28 વર્ષીય યુવતીને ખુબ જ ગંભી2 2ીતે દાઝી ગયાની હાલતમાં જામનગ2થી તાત્કાલીક સા2વા2 માટે લાવવામાં આવેલ હતી. દર્દીની સા2વા2 વોકહાર્ટના નિષ્ણાંત ક્ધસલ્ટન્ટ જન2લ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો.સુનિલ બાનસોડે તથા હોસ્પિટલના ક્રિટીકલ કે2 નિષ્ણાંત ડો.ચિ2ાગ માત્રાવડીયાની દેખ2ેખ હેઠળ આ દર્દીની તાત્કાલીક ધો2ણે સા2વા2 શરૂ ક2વામાં આવી.ડો.સુનિલ બાનસોડેના જણાવ્યા મુજબ આ યુવતી તાપણુ ક2તા સમયે ગંભી2 2ીતે દાઝી ગયેલ હતી જેમાં તેણીનુ મોઢુ, આખો ગળાનો ભાગ, છાતીની અંદ2નો ભાગ,જમણો હાથ અને જમણી આંખ ખુબ જ દાઝી ગયેલ હતી. દર્દીની પ્રાથમીકમાં ફ2ીયાદ શ્વાસ લેવામાં અત્યંત તકલીફ,દુખાવો,બળત2ા વગે2ે હતી. દર્દીને શ્વાસ લેવામાં તકલીફના કા2ણે હોસ્પિટલના ક્રિટીકલ કે2 વિભાગના હેડ ડો.ચિ2ાગ માત્રાવડીયા દ્વા2ા તાત્કાલીક વિભાગમાં તેમને ટ્રેકોસ્ટોમી(શ્વાસ લેવા માટેની નળી) ક2વામાં આવી. ત્યા2બાદ દાઝેલા ભાગ પ2 કોલાઈઝન સીટ અને ડ્રેસીંગની ખાસ પધ્ધતી સીલ્વ2 સ્ટ્રીમ દ્વા2ા દર્દીનુ ડે્રસીંગ ક2વામાં આવ્યુ હતુ. દર્દી લગભગ 18 થી 20 % જેટલુ દાઝી ગયેલ હતુ તેથી સતત તેમને દેખ2ેખમાં 2ાખી પ થી 6 દિવસ સુધી તેમનુ ડે્રસીંગ ક2વામાં આવેલ હતુ. ફક્ત 10 દિવસની અંદ2 દર્દીની 90 % જેટલી હાલત સુધ2તા તેમને ટ્રેકોસ્ટોમી (શ્વાસ લેવાની નળી) સાથે હોસ્પિટલમાંથી 2જા આપવામાં આવી હતી.
Rajkot
ટ્રાફિક પોલીસની કનડગત અંગે સી.પી.ને કોંગ્રેસની રજૂઆત
Published
1 day agoon
March 18, 2023By
Minal
ગુજરાત મિરર,
રાજકોટ તા. 18
શહેરમાં ટ્રાફિક પોલી અને ટ્રાફિક બ્રીગેડ દ્વારા છેલ્લા ઘણા વખતથી નિયમની મુળભૂત કામગીરી કરવાના બદલે માત્ર દંડ વસુલવાની અને લોકોને કનડકટ કરવા અંગેની કામગીરી કરવામા આવતી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી આ મામલે તપાસ કરવા માંગ કરી છે. કોંગ્રેસને શહેરના નાગરિકો તરફથી વ્યાપક ફરિયાદો મળી રહી છે. જેમાં ઓળખાણ અને લાગવગ કે લાંચ માટે આપવાના પૈસા ન હોય તેવા ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો પાસે ટ્રાફિક ભંગના નામે બેફામ દંડ વસુલવામા આવી રહ્યો છે.
શહેર પોલીસ કમિશનરને પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, તથા શહેર કોંગ્રેસના આગેવાન જસવંતસિંહ ભટ્ટી, રાજદિપસિંહ જાડેજા, ગૌરવ પુજારા, પંકજ કાનાબાર સહિતના આગેવાનોએ રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ સાથે જણાવવામા આવ્યું હતું કે, ટ્રફિક બ્રીગેડ નાગરિકો સાથે બેફામ ઉધ્ધતાઈથી વર્તન કરે છે તેમજ બ્લેકફીલ્મ દૂર કરવાનો નિયમ માત્ર આમ જનતા માટે જ છે. પોલીસની કારમાં કાળા કાંચ હોવા છતા કાર્યવાહી થતી નથી. તેમજ ટ્રાફિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડમાં નિકળતા નથી અને ચોક્કસ સ્થળે વાહન ટોઈંગ કરી મેમો ફટકારવામા આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા મર્સિડિઝ, બીએમડબલ્યુ સહિતની મોટામાથાઓની કાર ક્યારે પણ ટોઈંગ કરવામા આવતી નથી અને લાગવગ હોય તેવા રાજકીય અગ્રણીઓના ફોન કરાવે તેવા લોકો સામે ટ્રફિક પોલીસ અનેતેના કાયદા ટુંકા પડી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન માટે હોવા છતા શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન થતું નથી અને અનેક વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ભંગ કરે છે. છતા નિયમન કરતા વોર્ડન માત્ર તમાશો જોવે છે. ટ્રાફિક જામ થયો હોય ત્યાં ક્યારે પણ ટ્રાફિક વોર્ડન ટ્રફિક ક્લીયર કરાવવા માટેની તસ્દી લેતા નથી. આવા અનેક બાબતો અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.
એડિટર ની ચોઈસ

કોરોના થી ડરો નહિ : આ વર્ષે કોવિડ માત્ર મોસમી ફ્લૂ રહેશે,ખતરો ઘટ્યો : WHO

બાલાઘાટમાં ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, મહિલા ટ્રેઇની પાઇલટ સાથે ઇન્સ્ટ્રક્ટરનું મોત

માવઠાથી ઇંટ ઉત્પાદકોને મોટો ફટકો
વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ગંભીર રીતે દાઝેલ દર્દીની આધુનિક ડ્રેસિંગ પદ્ધતિથી સફળ સારવાર

ટ્રાફિક પોલીસની કનડગત અંગે સી.પી.ને કોંગ્રેસની રજૂઆત

વોર્ડ નં.1ને મળશે નવો કોમ્યુનિટી હોલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે ખાતમુહૂર્ત
ગુજરાત
વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ગંભીર રીતે દાઝેલ દર્દીની આધુનિક ડ્રેસિંગ પદ્ધતિથી સફળ સારવાર

ટ્રાફિક પોલીસની કનડગત અંગે સી.પી.ને કોંગ્રેસની રજૂઆત

વોર્ડ નં.1ને મળશે નવો કોમ્યુનિટી હોલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્રના 31 શહેર, 737 ગામોને સૌની યોજનામાંથી પાણી અપાશે

ડો.ચગના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં: ચુડાસમા

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.21-22 ઓશો સંબોધિ દિન તથા ચેટીચાંદની ઉજવણી
સ્પોર્ટસ
સૌરાષ્ટ્રના 31 શહેર, 737 ગામોને સૌની યોજનામાંથી પાણી અપાશે

ડો.ચગના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં: ચુડાસમા

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.21-22 ઓશો સંબોધિ દિન તથા ચેટીચાંદની ઉજવણી
લખનૌ ડિવિ.માં ટ્રેકની કામગીરીને કારણે ઓખા-ગુવાહાટી ટ્રેન ડાઈવર્ટ રૂટ પર દોડશે

સોનામાં 100 ગ્રામ બિસ્કિટે રૂા.14,000, ચાંદીમાં પ્રતિ કિલોએ રૂા. 1500નો ઉછાળો
