Connect with us

Business

શેરોમાં ધાંધલી, એકાઉન્ટિંગ ફ્રોડના આક્ષેપ વચ્ચે બે કેસમાં અદાણી પાવર દોષિત

Published

on

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની ગુજરાત શાખાએ અદાણી બંધુઓ, કંપનીના અધિકારીઓને દંડ કર્યો

ગુજરાત મિરર, અમદાવાદ,તા.23
શેરોમાં ધાંધલી અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોની તપાસ વચ્ચે અદાણી ગ્રૂપ કંપની એક્ટના ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠર્યું છે. આ માટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તાજેતરમાં, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે અદાણી પાવર સાથે સંબંધિત બે કેસમાં ચુકાદો આપ્યો હતો. આ મુજબ અદાણી પાવરે બે કેસમાં કંપની એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. એક કિસ્સામાં, અદાણી પાવરે ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન સંબંધિત પક્ષના વ્યવહારોની જાણ કરી ન હતી.
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની ગુજરાત શાખાએ 16 મેના રોજ આ નિર્ણય આપ્યો હતો. પ્રથમ કેસ નાણાકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શનનો હતો. આ કેસમાં ગૌતમ અદાણી, અદાણી પાવરના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ શાંતિલાલ અદાણી અને પૂરા સમયના ડિરેક્ટર વિનીત એસ જૈનને 75,000 રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અન્ય એક કેસમાં અદાણી પાવરને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે દોષિત ઠેરવવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2014-15 અને 2016-17માં આનું ઉલ્લંઘન કર્યું હતું. આ કેસમાં અદાણી પાવર કંપની અને તેના ત્રણ અધિકારીઓ સામે રૂૂ. 10,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કંપની એક્ટની કલમ-92(4) હેઠળ, કંપનીઓએ વાર્ષિક સામાન્ય સભા યોજ્યાના 60 દિવસની અંદર વાર્ષિક રિટર્ન સબમિટ કરવું જરૂૂરી છે. કંપની ઉપરાંત, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે રાજેશ અદાણી, વિનીત એસ જૈન, અદાણી પાવરના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર વિનોદ ભંડાવત અને કંપની સેક્રેટરી દીપકભાઈ પંડ્યા પર દંડ ફટકાર્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement

Business

ટાટા આઈપીએલ ફાઈનલમાં જિયો સિનેમા ડિજિટલ પાવર પ્લેના 12 કરોડથી વધુ વ્યૂવર્સ

Published

on

By

ડિજિટલ પાવર પ્લેમાં નવા યુગની શરૂઆત, ટીવીની તુલનામાં 13 ગણી કરતાં વધારે એડવર્ટાઈઝર્સ

ગુજરાત મિરર, મુંબઈ,તા.1
ટાટા આઈપીએલ 2023માં જિયોસિનેમાના ડિજિટલ પાવરપ્લેએ આ રમતને નિહાળવાની આખી પ્રણાલિમાં એક નવા યુગની શરુઆત કરતા વિશ્વવિક્રમને તોડી નાંખ્યો. ટાટા આઈપીએલ 2023 વિશ્વસ્તરે સૌથી વધુ સંખ્યામાં જોવાનારી ડિજિટલ ઈવેન્ટ બની ચૂકી છે. આ જ કારણ છે કે જિયોસિનેમાએ એક પછી એક લાગલગાટ ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. તેનું સૌથી મોટું અને લેટેસ્ટ દૃષ્ટાંત એ છે કે અત્યારસુધીની સૌથી રોમાંચક ટાટા આઈપીએલ ફાઈનલને જોવા માટે 12 કરોડથી વધુ યુનિક દર્શકોએ ટ્યૂનિંગ-ઈન કર્યું હતું.
જિયોસિનેમાના રેકોર્ડતોડ ક્ધઝ્યૂમર એંગેજમેન્ટની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ટાટા આઈપીએલના આ સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરે 2023 સિઝનને 12 ભાષાઓમાં ફેન્સની સામે પ્રસ્તુત કરી હતી, આ પ્રસારણ દર્શકોને એઆર-વીઆર અને 360 ડિગ્રી વ્યૂઈંગની સાથે મેચને દરેક ખૂણેથી જોવાની સ્વતંત્રતા આપતું હતું. આ કારણે આઈપીએલ જોવાની ફેન્સની અનુભૂતિ પહેલા કરતા વધુ રોમાંચક અને એક્શનથી ભરપૂર બની ગઈ હતી. આ કારણે દર મેચ દીઠ દર્શકો દ્વારા આ પ્લેટફોર્મ પર સરેરાશ 60 મિનિટ પસાર કરવામાં આવી હતી. જિયોસિનેમા 2.5 કરોડથી વધુ ડાઉનલોડ રજિસ્ટર કરી ચૂક્યું છે. આ એક જ દિવસમાં સૌથી વધુ ઈન્સ્ટોલ કરવામાં આવેલી કોઈ પણ એપની વિક્રમજનક સંખ્યા છે. પહેલા ચાર સપ્તાહ દરમિયાન તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ત્યારબાદ, જિયોસિનેમાએ ફેન્સને રાજી-રાજી કરી દેતા 360-ડિગ્રી વ્યૂઈંગ ફીચર જારી કર્યું, જે ડિજિટલ પર ઈમર્સિવ ફેન એંગેજમેન્ટની તાકાતને દર્શાવે છે. જિયોસિનેમાએ જીતો ધન ધના ધન-ની શરુઆત કરીને તેમજ 30થી વધુ શહેરોમાં ફેન્સને ટાટા આઈપીએલ ફેન પાર્કમાં આમંત્રિત કરવાની પોતાની ડિજિટલ-ફર્સ્ટ ઓફરિંગનો વિસ્તાર કર્યો. ટાટા આઈપીએલ દરમિયાન તેનો વ્યાપ સિઝનના પહેલા પાંચ સપ્તાહની અંદર જ એચડી ટીવીની તુલનામાં બેગણો થઈ ગયો. જિયોસિનેમાના સીટીવી (ઈઝટ) પર વિશેષ રીતે 40થી વધુ એડવર્ટાઈઝર્સ હતા, જેમાં ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીઝ, ઈ-કોમર્સ, ઓટો, બી2સી, બી2બી બ્રાન્ડ્સ સામેલ હતી.

Advertisement
Continue Reading

Business

એલોન મસ્ક ફરી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણીએ પણ લગાવી મોટી છલાંગ

Published

on

By

અમેરિકન ઉદ્યોગપતિ અને ટેસ્લા અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. ટેસ્લાના શેર પરત આવવાની સાથે જ મસ્કને ફરી નંબર વનની ખુરશી પર કબજો જમાવવામાં સફળતા મળી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર એલન મસ્કની સંપત્તિ વધીને 192 અબજ ડોલર થઇ ગઇ છે. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલા ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ ઘટીને 187 અબજ ડોલર થઇ ગઇ છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના રેન્કિંગમાં સુધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં આ વર્ષે સૌથી ધનિક વ્યક્તિ બનવા માટે એલોન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચે ભીષણ જંગ જામ્યો છે અને બંનેની સંપત્તિમાં ખાસ ફરક નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ટેક ઇન્ડસ્ટ્રી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી હતી ત્યારે મસ્કની સંપત્તિમાં ઘટાડો થયો હતો. આર્નોલ્ટની કંપની એલવીએમએચને આનો લાભ મળ્યો હતો. એલવીએમએચ લક્ઝરી બ્રાન્ડ જેવી લુઇસ વીટન, ફેન્ડી અને હેનેસીની ઉત્પાદક કંપની છે.

વિશ્વના ટોચના 20 સૌથી ધનિક લોકોની યાદી

Advertisement

 

મુકેશ અંબાણી 13મા, અદાણી 19મા ક્રમે

ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી દુનિયાના ટોપ 20 અમીરોની યાદીમાં સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી 84.7 અબજ ડોલરની સંપત્તિ સાથે 13મા ક્રમે છે. ગૌતમ અદાણી 61.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 19મા ક્રમે છે. ગૌતમ અદાણીના રેન્કિંગમાં હાલના સમયમાં સુધારો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડેનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ કારણે ગૌતમ અદાણીને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેમની સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો, જેના કારણે તે ધનિક લોકોની યાદીમાં 30 માં સ્થાન સરકી ગયા હતા જોકે, ફરી એક વખત શેરોના ઉછાળામાં પાછા ફરવાની સાથે જ તેમના રેન્કિંગમાં સુધારો થયો છે અને તેઓ 19મા સ્થાને પહોંચી ગયા છે.

Advertisement
Continue Reading

Business

35 અને 55 મહિનાની ફિફસ્ડ ડીપોઝિટ સ્કીમ લોન્ચ કરતી એચ.ડી.એફ.સી બેન્ક

Published

on

By

બે વિશેષ મુદતની સ્કીમો અનુક્રમે 7.20 ટકા અને 7.25 ટકા વ્યાજ આપશે
ગુજરાત મિરર, મુંબઇ તા.31
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે બે વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેની એકંદર મુદત 35 અને 55 મહિનાની હશે.
આ વિશેષ મુદતની ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમોનો લાભ રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર મેળવી શકાશે. ગ્રાહકોને 35 મહિના (3 વર્ષ અને 11 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટો પર 7.20% વ્યાજ અને 55 મહિના (4 વર્ષ અને 7 મહિના) માટે મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડીપોઝિટ પર 7.25% વ્યાજ મળશે. વધુમાં, સીનિયર સિટીઝન ગ્રાહકો સ્વીકાર્ય વ્યાજદરથી 0.5% વધારે વ્યાજ માર્જિન મેળવી શકશે.
ડીપોઝિટના દરો તેમની ટોચની નજીક હોવાથી આ નવી સ્પેશિયલ એડિશન ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમથી એવા ગ્રાહકોને લાભ થશે, એચડીએફસી બેંકના સીએમઓ, હેડ-કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ, હેડ-લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સ રવિ સન્થાનમએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંક તેના ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અનુભવ પૂરો પાડે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ બેંકિંગ અને બચતના ઉકેલો પૂરાં પાડવા માટે સતત નવીનીકરણ કરતાં રહીએ છીએ.
ફિક્સ્ડ ડીપોઝિટમાં રોકાણ કરવું એ રોકાણ માટેના સૌથી સલામત ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાંથી એક છે, જે બાંયધરીપૂર્વકનું વળતર આપે છે. આ નવી સ્કીમો ઊંચા વળતરની સાથે લાંબા સમય સુધી પોતાના નાણાંને સલામત જાળવી રાખવા માંગતા અમારા ગ્રાહકો અને જેઓ અમારા ગ્રાહકો નથી તેમને પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક એ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે, જેની બેલેન્સ શીટનું કદ રૂ. 24 લાખ કરોડ છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ