Junagadh
વેરાવળની ડિજિટલ લાઈબ્રેરી ખાતે નેત્રહીનજનોને શ્રાવ્ય પુસ્તકો અપાયા
Published
4 months agoon
By
ગુજરાત મિરર
અંધ-અપંગ કલ્યાણ કેન્દ્ર સંસ્થામાં દાતાઓના સહયોગથી પુસ્તક ભેટ અપાયા
વેરાવળ ખાતે અંધ સર્વોદય મંડળ રાજકોટના નેજા હેઠળ કાર્યરત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ સંસ્થામાં દાતાઓના સહયોગથી ડીઝીટલ લાયબ્રેરીમાં નેત્રહીનજનો શ્રાવ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવનાર છે.
છેલ્લા ઘણા સમયથી વેરાવળમાં દિવ્યાંગજનોને વિનામૂલ્ય રહેવા તથા જમવાની વ્યવસ્થા સહીતની કામગીરી કરતી અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર સંસ્થા કાર્યરત હોય જે સંસ્થા પોતાની સેવાઓનો વ્યાપ વધારવા દાતાઓના સહયોગથી ડિજિટલ લાઇબ્રેરીમાં નેત્રહીનજનો શ્રાવ્ય પુસ્તકો વિનામૂલ્ય આપવામાં આવનાર છે. કોમ્પ્યુટર ટ્રેનીંગ ઇચ્છુક નેત્રહીનજનોને કોમ્પ્યુટર શિક્ષણની તાલીમ વિનામૂલ્ય આપવામાં આવશે તથા જીલ્લાભરના દરેક દીવ્યાગોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ પણ વિનામૂલ્યે ભરી આપવામા આવનાર છે તેમજ ગીર સોમનાથ જીલ્લાની આજુબાજુના અંધજનો, દીવ્યાગોને ઉપયોગી થવાના આશયથી આ સેવાઓ શરૂૂ કરવામાં આવેલ છે અને આ પ્રસંગે સરસ્વતી પ્રાર્થના માધવીબેન દીવેચાએ કરેલ તેમજ દીપ પ્રાગટ્ય સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસામા, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના કીરીટભાઇ ઉનડકટ, ડોંગેરેજી મહારાજ અન્નક્ષેત્રના હસમુખભાઈ અઢીયા, રામ ગો સેવા મંડળના મહેશભાઈ પોપટ, ગૌ સેવકો તેમજ દાતાઓ, રાજકીય આગેવાનો, સામાજીક કાર્યકરો, વેપારી આગેવાનો, સંસ્થાઓના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા. આ તકે સંસ્થાની માહીતી આપી ભીખુભાઈ સિસોદિયા એ આપેલ અને કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી નરેન્દ્રભાઇ મોરી, ઉપપ્રમુખ અમિતભાઈ વાઢેર તથા કારોબારી, કો ઓર્ડીનેટર અનિષ રાચ્છ સહીતનાએ ઉઠાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
You may like
Junagadh
સહકારી માળખાને મજબૂત કરી ખેડૂતોની આવક બમણી કરવાની નેમ: ગૃહમંત્રી
Published
15 hours agoon
March 20, 2023By
ગુજરાત મિરર
જૂનાગઢ યાર્ડના કિસાન ભવનનું લોકાર્પણ અને સહકારી બેન્કના નવા ભવનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
જૂનાગઢ ખાતે માર્કેટ યાર્ડના કિસાન ભવનનું લોકાર્પણ અને જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરની ત્રણ નવી મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તેમ આજે કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જૂનાગઢ ખાતે જણાવ્યું હતું.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂપિયા 8 કરોડના ખર્ચે કિસાન ભવન સહિત પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.9.85 કરોડના ખર્ચે જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન કરીને હજારો ખેડૂતોની સભાને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, એક મલ્ટી સ્ટેટ સોસાયટી ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનો લેશે અને ખેડૂતોને નફો આપશે. ઉપરાંત ખેડૂતો ઘર બેઠા પોતાના ઉત્પાદનો દેશ તથા વિદેશની બજારોમાં વેચી શકે, નિકાસ કરી શકે તે માટે પણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સોસાયટીની રચના કરી છે. આ સોસાયટી એકસપોર્ટ હાઉસ તરીકે સેવા આપશે અને ખેડૂતોને નફો મળશે. દેશની દરેક પંચાયતમાં કો-ઓપરેટિવ સેવા સહકારી મંડળી બનાવશે. જેમાં ખેત ઉત્પાદનો ઉપરાંત ડેરી અને મત્સ્ય ઉત્પાદનોનો પણ સમાવેશ કરાશે. આ માટે બાયલોઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મંડળીનું રજીસ્ટ્રેશન પંચાયત ખાતે થઈ શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલયની માગણી ઊઠી હતી. જો કે વર્ષો સુધી તેના પર ધ્યાન નહોતું અપાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ સહકારિતા વિભાગની રચના કરીને ખેડૂતોની વર્ષો જૂની માગણી સંતોષી છે. આ સાથે વડાપ્રધાનએ ખેડૂતોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા હોવાનો ઉલ્લેખ પણ તેમણે પોતાના વક્તવ્યમાં કર્યો હતો.
સહકારી માળખાને મજબૂત બનાવવા સાથે આગામી 10 વર્ષમાં ખેડૂતની આવક બે ગણી નહિ, પણ અનેકગણી કરવાના મોદી સરકારના લક્ષ્યનો ઉલ્લેખ પણ તેમણે પોતાના વક્તવ્યમાં કર્યો હતો.
વિદેશી ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને ચેતવતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ આવનારા દિવસોમાં ધરતીના જતનનો એકમાત્ર રસ્તો છે. યુરિયા અને ડી.એ.પી.થી ખેતી કરતા રહીશું તો આવનારા 25 વર્ષોમાં આપણી ધરતી સિમેન્ટ જેવી થઈ જશે.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માંગણી કરતા પણ વધુ બજેટ કૃષિ વિભાગને ફાળવ્યું છે. રાજ્ય સરકારે કૃષિ વિભાગ માટે વર્ષ 2023-24ના બજેટમાં રૂૂપિયા 21,604 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આમ, રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ કૃષિ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ઉપરાંત, ખેડૂતો પર વધારે આર્થિક બોજો ન પડે તે માટે છેલ્લા 20 વર્ષથી રાસાયણિક ખાતર પર માતબર સબસીડી આપવામાં આવી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રે જે વીજળી અંદાજે રૂૂપિયા 8ના દરે મળે છે, જે ખેડૂતોને માત્ર 64 પૈસામાં આપવામાં આવે છે. સાથે ખેડૂતોને વીજ જોડાણ આપવામાં પણ ખૂબ મોટી આર્થિક રાહત આપવામાં આવી રહી છે.
એપીએમસી જુનાગઢ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે સ્વાગત પ્રવચન કરતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના સાત વર્ષ બાદ જૂનાગઢમાં આગમનને વધાવતા જણાવ્યું કે, દેશના ગૃહમંત્રીના સબળ અને સફળ નેતૃત્વના પરિણામે અનુચ્છેદ 370 દૂર કરવામાં સફળતા મળી છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ફરી દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતું. અંતમાં તેમણે એપીએમસી-જુનાગઢના વિકાસ અને ખેડૂત કલ્યાણની પ્રવૃતિથી અવગત કરાવ્યા હતા. આ પ્રસંગે એપેક્સ બેંકના ડિરેક્ટર જશાભાઇ બારડે જુનાગઢ જિલ્લા સહકારી સંસ્થાની પૃષ્ઠભૂમિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, ખરીદ વેચાણ સંઘ, સહકાર સંઘ, ગ્ર્રોફેડ આ સહકારી સંસ્થા નબળી પડેલ હતી પરંતુ સમયની સાથે અને સરકારશ્રીની મદદથી આજે સહકારી ક્ષેત્ર વિકાસના પંથે છે.
Junagadh
જૂનાગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાં સાંસદની ગેરહાજરી
Published
16 hours agoon
March 20, 2023By
ગુજરાત મિરર
સોમનાથમાં પણ ચુડાસમા હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્ક
કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલેે જૂનાગઢ અને ગીરસોમનાથની મુલાકાતે હતા. બપોરે સૌપ્રથમ તેમણે જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અઙખઈમાં કિસાન ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. આ જાહેર કાર્યક્રમ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
જૂનાગઢથી ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. અહીં સોમનાથ ટ્રસ્ટના અનેક કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પણ સાંસદ રાજેશ ચુડાસમા ક્યાંય દેખાયા ન હતા.
સૌપ્રથમ અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ અને અર્બન હેલ્થ વિભાગ દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ અને સોમનાથ આરોગ્યધામ જેવા અદભુત પ્રકલ્પનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. આ દરેક કાર્યક્રમમાં પણ સાંસદ રાજેશ ચુડાસમાની ગેરહાજરી જોવા મળી હતી.
ગીરસોમનાથના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારે રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને આત્મહત્યાના 36 દિવસ બાદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો હતો. જેમાં ડો અતુલ ચગ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો. સાથે જ ચુડાસમાએ નાર્કો કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટની તૈયારી દર્શાવી તો બીજી તરફ અતુલ ચગના મિત્ર જલપન રૂૂપાપરાએ રાજેશ ચુડાસમાના પત્ર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે રાજેશ ચુડાસમાએ જે પીડીએફ બહાર પાડી તેમાં નારણ ચુડાસમાનો કેમ ઉલ્લેખ નથી. સાંસદ લાઈવ ડિટેક્ટ ટેસ્ટની વાત કરે છે પરંતુ હજી ઋઈંછ જ નથી થઈ તો લાઈવ ડિટેકટ ટેસ્ટ દૂરની વાત છે..સાથે જ દાવો કર્યો કે નારણ ચુડાસમાના જે બ્લેન્ક ચેક આપ્યા છે તે સાંસદના ઓફિશિયલ કવરમાં હતા.
Junagadh
જૂનાગઢમાં કાલે અમિત શાહની ઉપસ્થિતિમાં અગ્રણીઓ અને ખેડૂતોનું સહકારી સંમેલન
Published
3 days agoon
March 18, 2023By
ગુજરાત મિરર
તાલાલા યાર્ડના 45 ગામના અગ્રણીઓની સંમલેન અંગે બેઠક યોજાઇ
જુનાગઢ-ગીર સોમનાથ અને પોરબંદર સોરઠના ત્રણ જીલ્લાના ખેડુતો માટે આશીર્વાદરૂૂપ જુનાગઢ જીલ્લા સહકારી બેંકના નવનિર્મિત બહુમાળી બિલ્ડિંગના શિલાન્યાસ તથા જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં નિર્માણ થયેલ નવનિર્મિત કિસાન ભવનના લોકાર્પણ પ્રસંગે ભારત સરકાર નાં ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં તા.19 માર્ચ રવિવારે યોજાનાર સહકાર સંમેલનમાં તાલાલા પંથકના 45 ગામોનાં સહકારી અગ્રણીઓ તથા સહકારી સંસ્થાના પદાધિકારીઓ ભાગ લેવા જુનાગઢ જશે, આ માટે તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાનાં અધ્યક્ષ સ્થાને યાર્ડમાં મળેલ સહકારી અગ્રણીઓની બેઠકમાં આયોજન થયું હતું.
આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ તથા સહકારી બેંકના ડિરેક્ટર ભુપતભાઈ હિરપરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ડાયાભાઇ વઘાસિયા, નગર પાલિકાના ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ, તાલાલા પંથક વરીષ્ઠ સહકારી અગ્રણી છગનભાઈ કણસાગરા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સિદાભાઈ રાઠોડ,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો.ગોપાલભાઈ હડીયા સહિત તાલાલા પંથક વિવિધ ગામના સહકારી અગ્રણીઓ તથા સહકારી સંસ્થાના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ પ્રસંગિક પ્રવચન દરમિયાન જુનાગઢ યાર્ડના નવ નિર્મિત કિસાન ભવનથી સોરઠના કિસાનોને મળનાર લાભો તથા સોરઠના ત્રણ જિલ્લાના ખેડૂતોને બેંકના રોજિંદી વહીવટી કામગીરી માટે ઉપયોગી જિલ્લા સહકારી બેંકના સંપૂર્ણ સુવિધાથી સજ્જ નિર્માણ થયેલ બહુમાળી બિલ્ડીંગની વિસ્તૃત વિગતોથી સૌને અવગત કર્યા હતા,અંતમાં જુનાગઢ સહકારી સંમેલનમાં તાલાલા પંથકમાંથી બહોળી સંખ્યામાં અગ્રણીઓ, પદાધિકારીઓ તથા ખેડૂતો ભાગ લઈ જશે તેવો નિર્ણય કરી આ માટે સુચારૂૂ આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
એડિટર ની ચોઈસ

BJP સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

પેન્શનધારકો માટે મોટા સમાચાર,DA 38 થી વધીને 42 ટકા વધારા સાથે ચૂકવાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો,છેલ્લા નવા 118 કેસ નોંધાયા

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી
ગુજરાત

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો
સ્પોર્ટસ

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો

પાણી પ્રશ્ર્ને સોસાયટીનાં હોદ્દેદારોના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
રેસકોર્સ બગીચામાંથી કારખાનેદારના અઢી લાખની રોકડ ભરેલી બેગની ચોરી
