Connect with us

Sports

વિમેન્સ ઝ-20 વર્લ્ડ કપ માટે માત્ર મહિલા અમ્પાયર્સ રેફરી

Published

on

ભારતની જીએસ લક્ષ્મી, વૃંદા રાઠી અને જનની નારાયણનનો સમાવેશ

આઇસીસીએ આગામી મહિને સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાનારા વિમેન્સ ટી20 વર્લ્ડ કપના અમ્પાયર્સ તથા મેચ રેફરી માટે તમામ મહિલા અધિકારીઓની પસંદગી કરી છે. ક્રિકેટની કોઈ મેજર ઇવેન્ટમાં તમામ અધિકારીઓ મહિલાઓ હશે તેવો પ્રથમ બનાવ બનશે.

આઇસીસીએ જાહેર કરેલી ત્રણ મેચ રેફરી અને દસ અમ્પાયર્સમાં ભારતની ત્રણ અમ્પાયર્સનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ અમ્પાયરમાં જીએસ લક્ષ્મી, વૃંદા રાઠી તથા જનની નારાયણનનો સમાવેશ થાય છે. આઇસીસીએ પોતાના ઐતિહાસિક નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં મહિલાઓની ભાગીદારી તથા દૃશ્યતાને આગળ વધારવા માટે આ આઇસીસીની રણનીતિનો હિસ્સો છે. આઇસીસી પેનલમાં સાત મહિલા અધિકારીઓનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની રાઠી અને જનનીએ ચાલુ મહિનાની શરૂૂઆતમાં બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા અધિકારીઓ બની હતી. આ બંને પ્રથમ વખત કોઈ ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. આઇસીસીના જનરલ મેનેજર વસીમ ખાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષમાં વિમેન્સ ક્રિકેટ જલદીથી આગળ વધી રહ્યું છે. ક્લેયર પોલોસાક સૌથી અનુભવી અમ્પાયર છે અને તેણે 2016 બાદ પ્રત્યેક વિમેન્સ વર્લ્ડ કપ, ટી20 તથા વન-ડેમાં અમ્પાયરિંગ કરવાનો પોતાનો રેકોર્ડ અકબંધ રાખ્યો છે. 34 વર્ષીય ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોતાના ચોથા ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. ઇંગ્લેન્ડની રેડફર્ન, વેસ્ટ ઇન્ડિઝની જેકલીન વિલિયમ્સ તથા ન્યૂઝીલેન્ડની કમ કોટન પોતાના ત્રીજા વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં સામેલ થશે.

Advertisement

Continue Reading
Advertisement

Sports

‘જ્યાં પ્રતિભા અને અવસરનું મિલન થાય છે,’ ઈંઙક ટ્રોફી ઉપર પ્રેરણાદાયી લખાણ

Published

on

મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત અને ચેન્નાઈ સુપર લીગે ચાર વાર જીતી છે ટ્રોફી

ઈન્ડિયન પ્રીમિયર લીગ કાલે શરૂઆત થશે 16મી સિઝનની પહેલી મેચ 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. તમામ ટીમોની નજર ઈંઙકની ટ્રોફી પર છે. દરેક સિઝનમાં આ ટ્રોફીને મેળવવા માટે તમામ ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે.

પહેલી સિઝનમાં ટ્રોફીનો આકાર ભારતના નકશાના રૂૂપમાં હતો. થોડાં વર્ષો બાદ ટ્રોફી ઘણી બદલાઇ ગઈ. ત્યારબાદ સમય-સમય પર ટાઇટલ અને સ્પોન્સર્સ પણ બદલાતા રહ્યા. હાલના સમયમાં ટાટા ટાઇટલ સ્પોનર છે. નવી ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્ર્લોક લખેલો દેખાય છે જે યુવાનોને ખૂબ જ પ્રેરિત કરે છે. ટ્રોફી પર ‘યત્ર પ્રતિભા પ્રાપ્નોતિ’ સંસ્કૃત શ્ર્લોક લખેલો હોય છે. જેનો મતલબ છે કે, જ્યાં પ્રતિભા અને અવસરનું મિલન થાય છે. જોકે, ઈંઙક નો મોટો સંસ્કૃત ભાષામાં લખેલો હોય છે, આથી મોટાભાગના લોકોને તેના વિશે ખબર નથી હોતી.

Advertisement

ઈંઙકની ટ્રોફીને ઘણી ટીમોએ હજુ સુધી મેળવી નથી. આ ટ્રોફીને સૌથી વધુ વાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઉઠાવી છે. મુંબઈએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં તેને પાંચવાર હાંસલ કરી છે. તેમજ, ધોનીની ઈજઊંએ પણ ઈંઙકમાં ચારવાર ટાઇટલ જીત્યુ છે.

Continue Reading

Sports

CSKનો ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ કાલે બોલિંગ નહીં કરે

Published

on

શરૂઆતની મેચમાં સ્પેશિયાલિસ્ટ બેટસમેન તરીકે ટીમમાં રહેશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના પ્રારંભ પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ઈંગ્લેન્ડના ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સ સંપૂર્ણ ફિટ નહીં હોવાથી તે લીગની પ્રારંભિક મેચમાં બોલિંગ નહીં કરી શકે. એક અહેવાલ મુજબ આઈપીએલની શરૂૂઆતની મેચમાં બેન સ્ટોક્સ ફક્ત સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ટીમમાં રહેશે.જો તેની ફિટનેસમાં સુધારો થશે તો જ તે બાકીની મેચમાં બોલિંગ કરી શકશે. સ્ટોક્સ ગત સપ્તાહે ભારત આવી પહોંચ્યો હતો અને તે સીએસકેના કેમ્પમાં જોડાયો હતો. અગાઉ રાજસ્થાન રોયલ્સ અને રાઈઝિંગ પુણે તરફથી રમી ચૂકેલો ઈંગ્લેન્ડનો ઝડપી બોલર શરૂૂઆતની મેચમાં સીએસકે માટે વિશેષ બેટ્સમેનની ભૂમિકા નિભાવશે.સ્ટોક્સે ઘૂંટણની ઈજામાંથી સ્વસ્થ થવા બળતરા ઓછી કરવા કોર્ટિસોન ઈન્જેક્શન લીધું છે. સીએસકેના બેટિંગ કોચ માઈકલ હસીએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સ્ટોક્સ આઈપીએલમાં બોલિંગ ના કરે તેવી શક્યતા છે. જૂનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂૂ થનાર પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી પૂર્વે સ્ટોક્સના વર્કલોગ મેનેજ કરવા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડનો મેડિકલ સ્ટાફ ચેન્નાઈ સુપરકિંગ્સના મેડિકલ સ્ટાફ સાથે મળીને કામ કરી રહ્યું છે.

Advertisement
Continue Reading

Sports

ટાઇટલ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે હાર્દિક પંડ્યાની ટીમ

Published

on

ગુજરાતની ટીમે પ્રથમ સિઝનમાં સપાટો બોલાવ્યો હતો

ગુજરાત ટાઈટન્સની ટીમ ગત વર્ષે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ (ઈંઙક)માં ડેબ્યુ કર્યું હતું. ગુજરાતની ટીમે પ્રથમ સિઝનમાં જ સપાટો બોલાવ્યો હતો અને ચેમ્પિયન બની હતી. હવે આ વર્ષે હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.

ગત વર્ષે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ એમ બે ટીમોનો ઉમેર થતાં કુલ ટીમની સંખ્યા 10 થઈ ગઈ છે. ગુજરાતની ટીમ આઈપીએલ-2022માં સૌથી શ્રેષ્ઠ ટીમ રહી હતી. તેણે ટ્રોફી જીતી હતી એટલું જ નહીં પરંતુ તેનું પ્લાનિંગ અન્ય તમામ ટીમો કરતાં શાનદાર રહ્યું હતું. ટીમે લીગમાં 14માંથી 10 મેચ જીતી હતી અને 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહી હતી.

Advertisement

હાર્દિક પંડ્યાએ પોતાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું તે સાથે તેની કેપ્ટનસીની પ્રશંસા ચોમેર થઈ હતી. એટલું જ નહીં હવે તેને ભારતીય ટી20 અને વન-ડે ટીમના ભાવિ સુકાની તરીકે જોવામાં આવે છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવાન બેટર શુભમન ગિલે પણ પોતાની જાતને પ્રસ્થાપિત કરી દીધી છે. ગિલ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટનો મહત્વનો ખેલાડી બની ગયો છે. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમ માટે સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડી રહ્યા હતા. હાર્દિકે 487 અને ગિલે 483 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ શમી અને રાશિદ ખાનની હાજરીથી ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત રહ્યું હતું. શમીએ 20 અને રાશિદે 19 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટીમ પાસે લોકી ફર્ગ્યુસન, અલઝારી જોસેફ, શિવમ માવી અને યશ દયાલ જેવા અન્ય સ્ટાર ખેલાડીઓ પણ છે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરા ટીમનો મુખ્ય કોચ છે. નેહરાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી.

ટીમ પાસે ન્યૂઝીલેન્ડનો અનુભવી ખેલાડી કેન વિલિયમ્સન છે જે ત્રીજા ક્રમે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત તેની પાસે નેતૃત્વનો પણ બહોળો અનુભવ છે. આ ઉપરાંત ટીમ પાસે ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો આયર્લેન્ડનો બોલર જોશ લિટલ પણ છે. જ્યારે રાહુલ તેવાટિયા પણ ફોર્મમાં છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022-23માં આઠ મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ટીમ પાસે સૌથી મહત્વની સ્ટ્રેન્થ હાર્દિક પંડ્યા છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉદારહરણ રૂૂપ પ્રદર્શન કરે છે. આ ઉપરાંત તેની કેપ્ટનસી પ્રેરણાદાયક રહી છે. તે પ્રત્યેક ખેલાડી સાથે એક સમાન રીતે વર્તે છે અને ખેલાડીઓ સાથે કેપ્ટન કરતાં મિત્ર તરીકે વધારે વર્તે છે. તે ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાનું જાણે છે. આ જ રીતે કોચ આશિષ નેહરા પણ આવી જ ભૂમિકા ભવે છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ