Sports
વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
Published
2 months agoon
By
Minal
તા.28ના કવાર્ટર ફાઇનલ, 30મીએ સેમિફાઇનલ અને 2 ડિસેમ્બરે ફાઇનલ
બીસીસીઆઈ દ્વારા હાલમાં યોજાયેલી વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટરફાઈનલ સેમિફાઈનલ અને ફાઈનલ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગ્રાઉન્ડ તથા બી ગ્રાઉન્ડ ખાતે રમાશે તેમ ગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું હતું. આ ઉપરાંત નોકઆઉટ રાઉન્ડની પ્રી ક્વાર્ટરફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ મેચો પણ અમદાવાદ તથા નડિયાદ ખાતે રમાશે. 28મી નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગ્રાઉન્ડ, બી ગ્રાઉન્ડ, ગુજરાત કોલેજ એ- ગ્રાઉન્ડ તથા નડિયાદ ખાતે ચાર ક્વાર્ટરફાઈનલ મેચો રમાશે ત્યારબાદ 30મીએ બે સેમિફાઈનલ મેચ અને 2જી ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગ્રાઉન્ડ પર ફાઈનલ મેચ રમાશે.
You may like
Breaking News
IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11
Published
16 hours agoon
January 28, 2023
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે (રવિવારે) બીજી T20 મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરો હશે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સિરીઝ બચાવવા માટે ભારતે આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.
ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે. તમામ જીત એકતરફી રહી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે પ્રથમ બેટિંગ કરનાર ટીમને આ વિકેટ પર વધુ મદદ મળે છે. જો કે, ઓન્સ રાત્રે બોલરોને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં કેપ્ટને ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે.
લખનૌમાં તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.લખનૌના એકાના સ્ટેડિયમમાં ભારતનો T20 રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ બે મેચ રમી છે. વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝનો 71 રને પરાજય થયો હતો. ફેબ્રુઆરી 2022માં શ્રીલંકાનો 62 રને પરાજય થયો હતો.
બીજી T20માં ભારતનું સંભવિત પ્લેઇંગ-11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, દીપક હદ્દા, શિવમ માવી, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.
Sports
સરપ્રાઈઝ, ટૂર્નામેન્ટની વચ્ચે પાકિસ્તાની બોલર બન્યો મંત્રી
Published
23 hours agoon
January 28, 2023By
ગુજરાત મિરર
વહાબ રિયાઝને રમત-ગમત મંત્રી બનાવાયા
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બોલથી તબાહી મચાવી રહેલા પાકિસ્તાનના સ્ટાર બોલર વહાબ રિયાઝને ટૂર્નામેન્ટની વચ્ચે જ મોટા સમાચાર મળ્યા છે. તેમને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રખેવાળ સરકારના રમતગમત મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, તે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે તે હાલમાં બાંગ્લાદેશ લીગમાં વ્યસ્ત છે અને ત્યાંથી પરત આવ્યા બાદ જ શપથ લેશે. ડાબા હાથના બોલરે ત્રણેય ફોર્મેટને જોડીને પાકિસ્તાન માટે 156 મેચમાં કુલ 237 વિકેટ લીધી હતી. તે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પાકિસ્તાની ટીમનો પણ ભાગ હતો. વહાબ રિયાઝને 2020 થી પાકિસ્તાન તરફથી રમવાની તક મળી નથી, પરંતુ તે બાંગ્લાદેશ લીગમાં અજાયબીઓ કરી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં તેણે બાંગ્લાદેશ લીગમાં 9 વિકેટ લીધી હતી. ભૂતકાળમાં તેણે 400 ટી-20 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે પાકિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો છે. એટલું જ નહીં, તે ડ્વેન બ્રાવો, રાશિદ ખાન, સુનીલ નારાયણ, ઈમરાન તાહિર અને શાકિબ અલ હસન પછી આવું કરનાર વિશ્વનો છઠ્ઠો બોલર પણ બન્યો છે.
Sports
અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં
Published
23 hours agoon
January 28, 2023By
ગુજરાત મિરર
પાર્શવી ચોપડા પ્લેયર ઓફ ધ મેચ, કાલે ઇંગ્લેન્ડ સામે ટકરાશે
ભારતીય ટીમે શુક્રવારે અંડર-19 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને ફાઇનલ ફાઇનલમાં જગ્યા બનાવી ટીમ ઇન્ડિયાની કેપ્ટન શેફાલી વર્માએ પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં ટોસ જીતીને ન્યુ ઝીલેન્ડને પહેલાં બેટિંગ કરવાની તક આપી હતી. કિવી ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા.
ભારતે આ સરળ લક્ષ્યને માત્ર 14.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો, જેમાં આક્રમક બેટસમેન શ્વેતા સહરાવતે 61 રનની મેચ વિનિંગ ઇનિંગ જીતી હતી. અન્ય બેટ્સમેનો સૌમ્યા તિવારીએ 22 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ માટે એના બ્રાઉનિંગે બંને વિકેટ લીધી હતી. ભારતીય બોલરોએ મેચના પ્રારંભે જ ઓપનિંગ બેટ્સમેનોને સસ્તામાં ઘરભેગા કર્યા હતા. જ્યોર્જિયા પ્લિમર (35 રન) અને ઇસાબેલા ગેજ (26)ને ન્યુ ઝીલેન્ડને મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ બંને બેટ્સમેનો વધુ ક્રીઝ પર ટકી નહોતા શક્યા. ભારત માટે પાર્શવી ચોપડાએ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ચાર અન્ય બોલરોએ એક-એક વિકેટ લીધી હતી. પાર્શવીને તેના દેખાવ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ન્યુ ઝીલેન્ડના 108 રનના લક્ષ્યના જવાબમાં મહિલા ટીમને કેપ્ટન શૈફાલી વર્માએ નવ બોલ પર 10 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શ્વેતા શેહરાવતે 45 બોલમાં 61 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
