Connect with us

Sports

વિજયી ઉન્માદમાં બાંગ્લાના ક્રિકેટરોનું અણછાજતું વર્તન

Published

on

નવી દિલ્હી તા.10
ઓછા સ્કોર વાળી મેચમાં ટીમ ઈન્ડિયાની દિશાવિહીન બોલિંગ અને ધીમી બેટિંગથી બેટિંગે ભારતને 5મી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતતા રોકી દીધું. પરંતુ મેચ બાદ તરત મેદાનમાં જે બન્યું તે આશ્ચર્યજનક હતું. અહીંની જીતની સાથે બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.
ક્રિકેટને સૌમ્ય માણસની રમત માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તેનો ચેહરો બદલાઈ જાય છે અને તે નિંદનીય પણ બને છે. ઞ-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ક્રિકેટનો એક અણછાજતો ચહેરો પણ જોવા મળ્યો હતો. હકીકતમાં, ફાઈનલ મેચમાં ભારત પાર બાંગ્લાદેશની ઐતિહાસિક જીત બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.
જીત બાદ ખુશી મનાવતા મેદાન પર બાંગ્લાદેશી ખેલાડીઓમાંથી એક ખેલાડી મેદાન પર હાજર ભારતીય ખેલાડી પાસે પહોંચ્યો અને અડીને તેની સામે ઉભો રહી ગયો, એટલું જ નહીં બાંગ્લાદેશી ખેલાડીએ કંઇક ઉશ્કેરણીજનક વાત પણ કરી. જ્યાર બાદ સામે ઉભેલા ભારતીય ખેલાડીએ તેને તેના હાથથી દૂર હટાવ્યો.
ત્યારબાદ મેદાન પર હાજર અમ્પાયરે બંને ખેલાડીઓને એકબીજાથી દૂર લઈ ગયા. બાંગ્લાદેશી ખેલાડીઓ આ મેચમાં ઘણી વખત ભારતીય ખેલાડીઓની સામે સ્લેજિંગ કર્યું, એટલે કે અનિયંત્રિત વસ્તુઓ પણ. આ વાત સ્વીકારતા બાંગ્લાદેશી ટીમના કેપ્ટન અકબરે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું હતું કે મેચ દરમિયાન તેના કેટલાક ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ પ્રત્યે આક્રમક બોડી લેંગ્વેજ બતાવી.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જેપી ડ્યુમિનીએ વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોઇ શકાય છે.
બોલરોના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાદ અકબર અલીની કેપ્ટનશીપ ઈનિંગ બાદ બાંગ્લાદેશે લો-સ્કોર વાળા આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને 3 વિકેટે હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. ભારતે પહેલા બેટિંગ કરીને બાંગ્લાદેશને 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા જ્યારે બાંગ્લાદેશે જ્યારે 41 ઓવરમાં 7 વિકેટે પર 163 રન બનાવ્યા હતા ત્યારે વરસાદને કારણે રમત બંધ કરવી પડી હતી.
જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશે 46 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જે તેઓએ 42.1 ઓવરમાં સાત વિકેટે 170 રન બનાવીને હાંસલ કર્યો હતો. બાંગ્લાદેશના સુકાની અકબરે 77 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 43 રન બનાવ્યા. ભારતને પણ ઓછી સ્કોરની મેચમાં દિશાહીન બોલિંગનો ભોગ બનવું પડ્યું. ટીમ ઈન્ડિયાએ વધુ 33 રન આપ્યા હતા જેનાથી બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ વધુ સરળ બન્યો હતો.
ચાર વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા તરફથી લેગ સ્પિનર રવિ બિશ્નોઇએ 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. સુશાંત મિશ્રાએ પણ 25 રનમાં 2 વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેન જયસ્વાલે 121 બોલમાં 88 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તેની ઇનિંગ હાર સાથે બેકાર ચાલી ગઇ.

Continue Reading
Advertisement

Sports

એશિયન ગેમ્સ 2023 સ્કવોશમાં ભારતે 3-0થી પાકિસ્તાન સામે મેળવી જીત

Published

on

એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનની સાદિયા ગુલને 3-0થી હરાવ્યું હતું. અનાહતે આ મેચ 11-6, 11-6 અને 11-3થી જીતી હતી. બીજી મેચમાં જોશનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોશ્નાએ બીજી મેચમાં પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિકને હરાવ્યો હતો. તેણે આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી.તન્વી ખન્નાએ ભારતની ત્રીજી મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેપાળ સાથે થશે. આ મેચ બુધવારે સવારે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા બે ગ્રુપ મેચ રમશે.ત્રીજા દિવસે ભારતને સ્ક્વોશની સાથે અન્ય રમતોમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ હોકીમાં સિંગાપોર પર શાનદાર જીત નોંધાવી. ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માં જીત મેળવી હતી. આ સાથે અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની સ્વિમિંગ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતે મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા.
આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.

Continue Reading

Sports

ભારતીય મેન્સ હોકી ટીમે સિંગાપોરને 16-1થી કચડ્યું

Published

on

એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતે હોકીમાં સિંગાપોરને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા.

Continue Reading

Sports

કપિલ દેવ થયા કિડનેપ? ગૌતમ ગંભીરનો વીડિયો થયો વાઇરલ

Published

on

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર કપિલ દેવનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ઉહાપોહ મચાવી દીધો છે. વીડિયોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવના બંને હાથ બાંધેલા છે, સાથે જ તેમના મોઢા પર કપડું બાંધેલું છે. કપિલ દેવને બે લોકો એક રુમ તરફ લઈ જઈ રહ્યાં છે. તો કપિલ પણ ઘણાં જ પરેશાન જોવા મળી રહ્યાં છે.
ગંભીરે વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. અનેક લોકો કપિલના વીડિયોને કોઈ જાહેરાતનો ભાગ બતાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાંક લોકોએ ગંભીરને આડે હાથ લેતા કહ્યું કે- લાગે છે કે તમે પણ આ વિજ્ઞાપન સાથે જોડાયેલા છો. અનેક યુઝર્સે કહ્યું કે જો કપિલની આટલી જ ચિંતા છે તો ફોન કરી લો. જો કે 1983 વિશ્વકપ વિજેતાના કેપ્ટન કપિલ દેવે હજુ સુધી આ વીડિયોને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપી.
જો કે કપિલના મેનેજર રાજેશ પુરીએ પૂર્વ ક્રિકેટરના કિડનેપ કરવાની વાતને ફગાવી છે. એક રિપોર્ટ મુજબ રાજેશને કહ્યું કે- કપિલ દેવનો જે વીડિયો શેર કરાયો છે તે એક જાહેરાતનો જ ભાગ છે. તેમણે કોઈએ કિડનેપ નથી કર્યા, તેઓ પૂરી રીતે સેફ છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!