Rajkot
વાંકાનેરના કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને આવકાર
Published
1 week agoon
By
ગુજરાત મિરર
કારોબારીમાં આગામી રણનીતિ અંગે ચર્ચા
પ્રદેશ ભાજપ તેમજ જિલ્લા ભાજપની સુચના મુજબ વાંકાનેર તાલુકા તેમજ શહેરની કારોબારી મિટિંગ ગાયત્રી મંદિર હોલ ખાતે યોજાયેલ, આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રભારી નિર્મલભાઈ જારિયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ લેવામા આવી હતી. આ મિટિંગમાં તાલુકા પ્રમુખ, તાલુકા મહામંત્રી, તાલુકા સંગઠનના હોદેદારો, પ્રદેશ ભાજપના હોદેદારોશ્રીઓ, જીલ્લા ભાજપના હોદેદારો, શહેર મહામંત્રી, શહેર સંગઠનના હોદેદારો, જિલ્લા કારોબારી સભ્યો, તમામ મોરચા-સેલના હોદેદારો, તાલુકા-શહેર કારોબારીના સભ્યો તથા તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
You may like
Rajkot
સંપર્કથી સમર્થન; લોકસભામાં ભાજપ ફેરવશે બુલડોઝર: રૂપાણી
Published
6 hours agoon
June 2, 2023By
Minal
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત રાજકોટને અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ આપનાર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નીતિનભાઇ ભારદ્વાજ આજે ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજય પટેલ સાથે મોદી સરકારે 9 વર્ષ દરમ્યાન લોકકલ્યાણ માટે આપેલી અસરકારક યોજનાઓ, વિકાસકામો તેમજ વિશ્વકક્ષાએ ભારતની ઉભી કરેલી પ્રતિભાનો ચિતાર રજુ કર્યો હતો.
સાથો સાથ 9 વર્ષની મોદી સરકારની ઉપલબ્ધીઓની પુસ્તિકા અર્પણ કરી હતી. આ પ્રસંગે ‘ગુજરાત મિરર’ પરિવાર વતી તંત્રી શ્રી સંજય પટેલે વિજયભાઇ રૂપાણીનું પુષ્પગુુચ્છ આપી સ્વાગત કર્યું હતું. વિજયભાઇએ પંજાબ અને દિલ્હીમાં પોતાને સોંપાયેલી જવાબદારી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે તોતિંગ બહુમતી મેળવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. (તસવીર: દિવ્યરાજ સરવૈયા- મુકેશ રાઠોડ)
Rajkot
રાજકોટમાં આંગડિયા પેઢી મારફતે જાલીનોટ ઘુસાડવાનું ષડયંત્ર
Published
6 hours agoon
June 2, 2023By
Minal
શહેરની બેંકમાં સતત બીજા દિવસે આંગડિયામાંથી આવેલી નકલી નોટો અંગે ગુનો નોંધાયો: નાગરિક બેંકની કેવડાવાડી શાખામાં 500ના દરની 29 નકલી નોટ જમા કરાવનાર બે સામે ફરિયાદ
ગુજરાત મિરર, રાજકોટ,તા.2
શહેરમાં સતત બીજા દિવસે બેંકના ભરણામાં 500ના દરની જાલી નોટ જમા કરાવવામાં આવી છે. ગઈકાલે કાલાવડ રોડ પર એકસીસ બેંકની કે.કે.વી.બ્રાંચમાં જાલી નોટ ભરણામાં આવ્યા બાદ બેંકમાં કાર લોનની રકમ જમા કરાવવા આવેલા બે વ્યક્તિઓની પુછપરછમાં પી.એમ. આંગડીયામાંથી આ જાલી નોટ બંડલમાં ઘુસાડવામાં આવ્યાનું ખુલ્યા બાદ આજે કેવડાવાડીની નાગરિક બેંકના ખાતામાં 500ના દરની 29 જાલી નોટ મળી આવી હતી. જેમાં ખાતેદારની પુછપરછમાં આ જાલી નોટનું પગેરૂ વી.કે.આંગડિયા અને ત્યારબાદ આર.કે.આંગડીયા સુધી પહોંચ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં આંગડીયા પેઢી મારફતે જાલી નોટ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની શંકાના પગલે એસઓજીએ તપાસમાં ઝંપલાવ્યું છે.
શહેરમાં આવેલી આંગડીયા પેઢી મારફતે જાલી નોટ શહેરમાં ફરતી થઈ ગઈ છે ત્યારે આ મામલે તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે ત્યારે શહેરના કાલાવડ રોડ પર એકસીસ બેંકના કે.કે.વી.ચોક બ્રાંચમાં કાર લોનની રકમ જમા કરાવવા આવેલા ચિરાગ ભરત પોપટ અને કેતન બારોટ પાસેથી રૂા.500ના દરની 13 હજારની 26 જાલી નોટ મળી આવી હતી. આ બાબતે કેતન અને ચિરાગની પુછપરછ કરતાં તેમણે આ રકમ પી.એમ.આંગડીયામાંથી મળી હોય જેમાં બંડલમાં આ 26 જાલી નોટ મળી હોવાનું જણાવ્યું હતું. પી.એમ.આંગડીયામાં તપાસ કરતાં આ રકમ મહેસાણાથી મોકલવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસ તપાસ કરી રહી છે ત્યારે ભક્તિનગર પોલીસમાં વધુ એક જાલી નોટનો ગુનો નોંધાયો છે.
કેવડાવાડીમાં આવેલ નાગરિક સહકારી બેંકમાં દેવાંગ જે.કામલીયા નામના વ્યક્તિએ નિલેશ મનસુખ ભાલારા જેનું પટેલ મેન્યુફેચરીંગ કંપનીના નામનું કરંટ એકાઉન્ટ હોય તેના ખાતામાં 500ના દરની 14500ની કુલ 29 જાલી નોટ મળી આવતાં આ બાબતે દેવાંગ અને નિલેશભાઈનો સંપર્ક કરી આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ભક્તિનગર પોલીસે આ બાબતે બેંકના ખાતેદાર નિલેશ ભાલારા અને દેવાંગ વિરૂધ્ધ ગુનો દાખલ કરી દીધો છે. પ્રાથમિક પુછપરછમાં દેવાંગ કામલીયાએ બેંકમાં જે રકમ જમા કરાવી તે રકમ વી.પટેલ આંગડિયામાંથી લાવી હોવાનું જણાવ્યું હતું.
વી.પટેલ આંગડીયામાં પુછપરછ કરતાં આ જાલી નોટ પ્રકરણમાં આર.કે. આંગડીયાનું નામ બહાર આવ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન 27 હજારની જાલી નોટ મળી આવ્યાના પ્રકરણમાં આંગડીયા પેઢીનું નામ તપાસ દરમિયાન બહાર આવ્યું હોય હાલ આંગડિયા પેઢી પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચે જાલી નોટ છાપવાનું મોટુ કારસ્તન ઝડપી પાડયું હતું જેમાં પોલીસે 23.44 લાખની જાલી નોટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સોએ જાલી નોટ છાપી હોય તે પ્રકરણની તપાસ ચાલી રહી છે ત્યાં છેલ્લા બે દિવસ દરમિયાન 500ના દરની 27 હજારની જાલી નોટ મળી આવવા અંગે પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ મામલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઈ જે.ડી.ઝાલા અને તેમની ટીમે તપાસ શરૂ કરી છે.
Rajkot
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી
Published
6 hours agoon
June 2, 2023By
Minal
પાસ વગર કાર ઘુસાડી, અટકાવવા ગયેલ પીએસઆઇના પગ ઉપર ચડાવી દીધી
ગુજરાત મિરર રાજકોટ તા.2
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગઇકાલે રાતે એન્ટ્રી ગેઇટ પર કોઇ પણ જાતના એન્ટ્રી પાસ વગર કાર લઇને ઘુસેલા શખ્સને પોલીસે અટકાવતા પોતાની ઓળખ કોર્પોરેશનના અધિકારી તરીકે આપી પોતાને કોઇ રોકી શકે નહીં તેમ કહી રોફ જમાવી ફરજ પરના પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી પીએસઆઇ પર કાર ચડાવી દઇ નાસી છુટયાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.બી. જાડેજાએ પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા કાર ચાલકનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી અન્ય પોલીસ સ્ટાફ અને પ્રાઇવેટ બાઉન્સર સાથે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં એન્ટ્રી ગેઇટ પર બંદોબસ્ત તરીકે ફરજ પર હાજર હતા.
રાત્રીના 8 વાગ્યાના અરસામાં આરોપી કોઇપણ જાતના પાસ વગર પોતાની કાર લઇ એન્ટ્રી ગેઇટમાં પ્રવેશ મેળવવા જતા બાઉન્સરે તેમને રોકયા હતા અને પાર્કિંગ ફુલ થઇ ગયુ છે ગાડી બહાર પાર્ક કરવા જણાવ્યું હતું.આ વખતે કાર ચાલકે પોતાની ઓળખ મહાનગર પાલિકાના અધિકારી તરીકે આપી બાઉન્સર સાથે માથાકુટ કરી રોફ જમાવ્યો હતો અને ફરજ પર હાજર પોલીસની ફરજમાં રૂકાવટ કરી ના પાડવા છતા કાર લઇ મેદાનમાં ઘુસી ગયા હતા. આ વખતે તેને રોકવા જતાં પીએસઆઇ એમ.બી. જાડેજાના પગ પર ગાડી ચડાવી ઇજા કરી નાસી છુટયા હતા.
આ ઘટનાની બંદોબસ્ત પૂર્ણ થયા બાદ પીએસઆઇ મહાનગરપાલિકાના અધિકારી તરીકેની ઓળખ આપનાર સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.
રોફ જમાવનાર મનપાનો અધિકારી કોણ? પોલીસ તપાસનો ધમધમાટ
રેસકોર્સ બાગેશ્ર્વર ધામમાં પોલીસ પાર્ટી પર રોફ જમાવનાર મનપાનો અધિકારી કોણ છે ? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કારચાલક નિવૃત મનપાના અધિકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સાચુ શું છે ?તે આરોપીની ધરપકડ થયા બાદ જ જાણી શકાશે. આ મુદ્દે કોર્પોરેશનનમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
એડિટર ની ચોઈસ
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી

બાલાજી મંદિરના વિવાદમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ

આજી-1 ડેમમાં કાલથી ઠલવાશે નર્મદાનીર

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
ગુજરાત

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી
સ્પોર્ટસ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી

માલ્યા, મોદી વિસાતમાં નહીં; 2600 નકલી કંપની, 15000 કરોડનું કૌભાંડ

ઈશ્ર્વરભાઈ ફરી ફેલ, 145 કિલો વાસી ઘૂઘરા-ચટણીનો નાશ
