Connect with us

National

લડતે રહો! અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે

Published

on

પ્રથમ વખત એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ, ભારતના સમાધાનના પ્રયાસો સમયે જગત જમાદારની સૈન્ય સહાય!

યુક્રેન અને રશિયાનું યુદ્ધ નવ દસ મહિના બાદ પણ વિરામનું નામ લેતું નથી ત્યારે યુદ્ધને રોકવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવવા પ્રયત્ન કરે છે અને અમેરિકા રશિયા વિરુધનાં યુદ્ધમાં યુક્રેનને નાણાકીય સેન્ય સહાય મોકલીને મદદ કરે છે.
આ અંગે તાજેતરમાં કેટલાક અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેનને વધુ 400 મિલિયન ડોલર સૈન્ય સહાય મોકલશે. જોકે સાથે સાથે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે જો રિપબ્લિકન પાર્ટી સંસદ પર કબજો જમાવી લેશે તો રશિયા સામેના યુદ્ધ માટેના ભંડોળ આપવામાં થોડો ઘટાડો થઈ શકે છે. અધિકારીઓએ વધુ જણાવ્યા અનુસાર સહાય પેકેજમાં મોટી માત્રામાં દારૂૂગોળો અને પ્રથમ વખત એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે.
યુક્રેનને અમેરિકાની આ મદદ એવા સમયે મળી રહી છે જ્યારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેર ખેરસનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ઉપરાંત યુક્રેનમાં હવે ઠંડી શરુ થશે અને તે પણ યુક્રેન માટે એક મોટો પડકાર હોય છે. આથી આવા સમયે રશિયા સામે લડવા અને ટકી રહેવા માટે અમરિકાની આ સહાયને નિષ્ણાંતો યુક્રેન માટે ખૂબ મહત્વની ગણાવી રહ્યા છે. અમેરિકા યુક્રેનાને નાણાકીય સહાય કરે છે જ્યારે ભારત દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન કરાવી, યુદ્ધ વિરામ કરાવીને વૈશ્વિક શાંતિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

સામૂહિક બળાત્કાર, હત્યાના 11 દોષિતને છોડી મૂકવા સામે બિલ્કિસ સુપ્રીમમાં

Published

on

પીડિતા વતી દોષિતોને જેલમાં મોકલવા માંગ

બિલ્કીસ બાનોએ 2002ના ગુજરાત રમખાણોમાં તેના પરિવાર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિત 11 લોકોને નિર્દોષ છોડાવવાને પડકારતી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બિલ્કિસ બાનોએ દોષિતોની મુક્તિ વિરુદ્ધ બે અરજીઓ દાખલ કરી છે. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકારવામાં આવી છે અને તમામને તાત્કાલિક જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી છે. જ્યારે બીજી અરજી સુપ્રીમ કોર્ટના મેના આદેશ પર રિવ્યુ પિટિશન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે તે નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય આ માટે યોગ્ય સરકાર મહારાષ્ટ્ર સરકાર છે. કારણ કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી હતી. બિલ્કીસ વતી સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ પણ કરવામાં આવી છે. ઈઉંઈં ઉઢ ચંદ્રચુડે ખાતરી આપી હતી કે તેઓ જોશે કે આ મામલામાં સુનાવણી ક્યારે થઈ શકે છે. સીજેઆઈએ કહ્યું છે કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે. શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?

Advertisement
Continue Reading

Breaking News

પાક.માં મેચના આગલા દિવસે ઈંગ્લેન્ડની ટીમના 14 ખેલાડી અજ્ઞાત વાઈરસથી સંક્રમિત

Published

on

રાવલપિંડીમાં કાલથી પ્રથમ ટેસ્ટ શરૂ થાય એ પહેલા ગ્રહણ

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 1 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી પર મોટું સંકટ આવી ગયું છે. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સહિત ટીમના કુલ 14 સભ્યો વાયરસનો શિકાર બન્યા છે. આ સમાચાર રાવલપિંડીમાં રમાનારી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા સામે આવ્યા છે.એક મીડિયા અહેવાલ અનુસાર, ચેપગ્રસ્ત 14 સભ્યોમાંથી અડધા ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો છે. ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે 15 ખેલાડીઓને પાકિસ્તાન મોકલ્યા છે, આમાંથી લગભગ અડધા ખેલાડીઓ ચેપથી પીડિત છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચ કેવી રીતે થશે, તે હજુ સ્પષ્ટ નથી.
રિપોર્ટ પ્રમાણે, ઈંગ્લેન્ડ ટીમનો એટલો ખરાબ હાલ થયો છે કે મેચના એક દિવસ પહેલાના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે ફક્ત 5 ખેલાડીઓ જ પહોંચી શક્યા અને બાકી તમામ બીમાર જ રહ્યા. ઈંગ્લેન્ડના ખેલાડીઓને ક્યો વાયરસ થયો છે, હાલ તેની પુષ્ટિ પણ નથી થઈ શકી. આ કોરોના કે કોઈ અન્ય અજ્ઞાત વાયરસ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ છે, ઈંગ્લેન્ડ પણ ઘણા દાયકાઓ બાદ પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવા માટે પહોંચ્યું છે. આ કારણ છે કે પીસીબી દ્વારા આ સીરીઝને ઘણી હાઈલાઈટ કરવામાં આવી રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી પણ ઘણા મોટા પ્લેયર્સ, પૂર્વ ક્રિકેટર્સ અને કમેન્ટેટર્સ આ સીરીઝ માટે પાકિસ્તાન પહોંચ્યા છે.

Advertisement
Continue Reading

Gujarat

બિલ્કિસ બાનોએ ગેંગરેપ કેસમાં 11 દોષિતોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી

Published

on

By

બિલ્કિસ બાનોએ ગેંગરેપ કેસમાં 11 દોષિતોની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી

બિલકિસ બાનોએ 2002ના ગુજરાત રમખાણોમાં ગેંગરેપના દોષિત 11 લોકોને મુક્ત કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બાનો તરફથી રજૂ થયેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડી.વાય. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. ગુપ્તાએ દલીલ કરી હતી કે જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલાની સુનાવણી કરી શકે તેવી શક્યતા ઓછી છે કારણ કે તેઓ હવે બંધારણીય બેંચની સુનાવણીનો ભાગ છે.

બાનોએ સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે, જેમાં ગુજરાત સરકારને દોષિતોને સજાની માત્રા અંગે નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવી છે. સીજેઆઈએ કહ્યું કે સમીક્ષા પહેલા સાંભળવી પડશે અને તેને જસ્ટિસ રસ્તોગી સમક્ષ આવવા દેવી પડશે. ગુપ્તાએ કહ્યું કે આ કેસની સુનાવણી ખુલ્લી અદાલતમાં થવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે માત્ર કોર્ટ જ આ અંગે નિર્ણય લઈ શકે છે, અને ઉમેર્યું હતું કે તેઓ સાંજે આ મામલાની તપાસ કર્યા પછી લિસ્ટિંગ અંગે નિર્ણય લેશે.

Advertisement

આ વર્ષે મે મહિનામાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ગુજરાત સરકાર માફીની વિનંતી પર વિચાર કરી શકે છે કારણ કે આ ગુનો ગુજરાતમાં બન્યો હતો. આ ચુકાદાના આધારે ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે છૂટ પર વિચાર કરવો જોઈએ કારણ કે આ કેસની સુનાવણી ગુજરાતમાંથી સ્થાનાંતરિત થયા પછી ત્યાં કરવામાં આવી હતી.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ