Sports
રોહિતની ‘મહાન’ સિક્સર એટલે શમીને ક્રેડિટ!
Published
4 years agoon
By
ગુજરાત મિરર
હેમિલ્ટન તા.30
ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં રમી ચૂકેલા તમામ બેટ્સમેનોમાં સૌથી વધુ 124 છગ્ગા ફટકારનાર રોહિત શર્માએ ગઈ કાલે અહીં ભારતને ન્યૂ ઝીલેન્ડ સામેની સિરીઝની ત્રીજી મેચમાં શાનદાર પર્ફોર્મન્સથી જિતાડ્યા હતા, પરંતુ તેણે જીતનો જશ પેસ બોલર મોહંમદ શમીને આપ્યો હતો. રોહિતે મેચ પછીની મુલાકાતમાં કહ્યું હતું કે ખરેખર તો આ રોમાંચક અને શાનદાર વિજય સુપર ઓવરની મારી બે સિક્સરને કારણે નહીં, પણ મોહંમદ શમીની છેલ્લી ઓવરની બે વિકેટને લીધે મળ્યો હતો.
દરમિયાન, રોહિત શર્માએ ગઈ કાલે મુખ્ય મેચમાં જે 40 બોલમાં 65 રન બનાવ્યા હતા એમાં 3 સિક્સર અને 6 ફોરનો સમાવેશ હતો. એક તબક્કે તેણે પેસ બોલર હેમિશ બેનેટની ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. એ ઓવરમાં કુલ 27 રન બન્યા હતા. એમાંથી 26 રન રોહિતના હતા. તેણે એ 26 રન ત્રણ સિક્સર અને બે ફોરનો સમાવેશ હતો. રોહિતે માત્ર 23 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને તે બાવીસ બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરવાના વિશ્ર્વવિક્રમની બરાબરી નહોતો કરી શક્યો.
રોહિતે ગઈ કાલની યાદગાર જીત પછી એવું પણ કહ્યું હતું કે નઆ રોમાંચક વિજય આ વર્ષના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ સંબંધમાં ભારત માટે બહુ સારો સંકેત કહી શકાય. અમે એ વિશ્ર્વકપ માટે આવી રોમાંચક તૈયારી જ કરવા માગીએ છીએ. હું ઇચ્છું છું કે દરેક પ્લેયર બહુ સારા ફોર્મમાં રહે. વર્લ્ડ કપ માટેની ટીમ નક્કી કરવામાં આવશે ત્યારે જે શ્રેષ્ઠ ફોર્મમાં હશે અને પૂરેપૂરા ફિટ હશે તેને રમવાનો મોકો મળશે.થ ઉ
ગઈ કાલના સુપરસ્ટાર રોહિત શર્માએ સુપર ઓવરમાં ભારતને જિતાડ્યા પછી પત્રકારોને કહ્યું હતું કે આ મેચ સુપર ઓવરમાં જશે એવું અમે કોઈએ ધાર્યું જ નહોતું. કિવી બેટ્સમેનો જે રીતે બેટિંગ કરતા હતા એના પરથી લાગતું હતું કે આ બાજી હાથમાંથી ગઈ. જોકે, મેચ સુપર ઓવરમાં જતાં હું થોડો મૂંઝાઈ ગયો હતો, કારણકે મેં મારો બધો સામાન બેગમાં ભરી લીધો હતો. ઍબ્ડોમન ગાર્ડ કાઢીને પહેરતાં મને પાંચ મિનિટ લાગી હતી જેને કારણે અમે બેટિંગમાં થોડા મોડા ઉતર્યા હતા.
રોહિતે એવું પણ કહ્યું હતું કે હું આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ક્યારેય બેટિંગ કરવા નહોતો ઉતર્યો એટલે સુપર ઓવરમાં શું કરવું એ વિશે હું થોડો ગડમથલમાં પડી ગયો હતો. ખરેખર તો સુપર ઓવરમાં રમવું મારા માટે સાવ નવું હતું એટલે એમાં શું કરવું એ જ મને નહોતું સમજાતું. મેં છેક સુધી ક્રીઝ પર ટકીને બોલર શું ભૂલ કરે છે એની રાહ જોવાનું નક્કી કર્યું હતું અને સાઉધીએ બે ભૂલભરેલા બોલ ફેંક્યા અને એમાં મેં બે છગ્ગા ફટકારી દીધા.
ટૂંકો સ્કોર: ભારત: 20 ઓવરમાં પાંચ વિકેટે 179 રન (રોહિત 65, વિરાટ 38, રાહુલ 27, શ્રેયસ 17, પાંડે અણનમ 14, જાડેજા અણનમ 10, શિવમ 3, બેનેટ 54 રનમાં ત્રણ, ગ્રેન્ડમ 13 રનમાં એક અને સેન્ટનર 37 રનમાં એક વિકેટ, સાઉધી 39 રનમાં તેમ જ કુગ્લેઇન 10 રનમાં અને સોઢી 23 રનમાં એકેય વિકેટ નહીં)
ન્યૂ ઝીલેન્ડ: 20 ઓવરમાં 6 વિકેટે 179 રન (વિલિયમસન 95, ગપ્ટિલ 31, ટેલર 17, મન્રો 14, સેન્ટનર 9, ગ્રેન્ડમ 5, સીફર્ટ 0 અણનમ, શાર્દુલ 21 રનમાં બે, શમી 32 રનમાં બે, ચહલ 36 રનમાં એક અને જાડેજા 23 રનમાં એક વિકેટ, બુમરાહ 45 રનમાં તથા શિવમ 14 રનમાં એકેય વિકેટ નહીં)
You may like
Sports
એશિયન ગેમ્સ 2023 સ્કવોશમાં ભારતે 3-0થી પાકિસ્તાન સામે મેળવી જીત
Published
5 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનની સાદિયા ગુલને 3-0થી હરાવ્યું હતું. અનાહતે આ મેચ 11-6, 11-6 અને 11-3થી જીતી હતી. બીજી મેચમાં જોશનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોશ્નાએ બીજી મેચમાં પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિકને હરાવ્યો હતો. તેણે આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી.તન્વી ખન્નાએ ભારતની ત્રીજી મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેપાળ સાથે થશે. આ મેચ બુધવારે સવારે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા બે ગ્રુપ મેચ રમશે.ત્રીજા દિવસે ભારતને સ્ક્વોશની સાથે અન્ય રમતોમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ હોકીમાં સિંગાપોર પર શાનદાર જીત નોંધાવી. ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માં જીત મેળવી હતી. આ સાથે અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની સ્વિમિંગ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતે મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા.
આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.
Sports
ભારતીય મેન્સ હોકી ટીમે સિંગાપોરને 16-1થી કચડ્યું
Published
9 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતે હોકીમાં સિંગાપોરને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા.
Sports
કપિલ દેવ થયા કિડનેપ? ગૌતમ ગંભીરનો વીડિયો થયો વાઇરલ
Published
9 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર કપિલ દેવનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ઉહાપોહ મચાવી દીધો છે. વીડિયોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવના બંને હાથ બાંધેલા છે, સાથે જ તેમના મોઢા પર કપડું બાંધેલું છે. કપિલ દેવને બે લોકો એક રુમ તરફ લઈ જઈ રહ્યાં છે. તો કપિલ પણ ઘણાં જ પરેશાન જોવા મળી રહ્યાં છે.
ગંભીરે વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. અનેક લોકો કપિલના વીડિયોને કોઈ જાહેરાતનો ભાગ બતાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાંક લોકોએ ગંભીરને આડે હાથ લેતા કહ્યું કે- લાગે છે કે તમે પણ આ વિજ્ઞાપન સાથે જોડાયેલા છો. અનેક યુઝર્સે કહ્યું કે જો કપિલની આટલી જ ચિંતા છે તો ફોન કરી લો. જો કે 1983 વિશ્વકપ વિજેતાના કેપ્ટન કપિલ દેવે હજુ સુધી આ વીડિયોને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપી.
જો કે કપિલના મેનેજર રાજેશ પુરીએ પૂર્વ ક્રિકેટરના કિડનેપ કરવાની વાતને ફગાવી છે. એક રિપોર્ટ મુજબ રાજેશને કહ્યું કે- કપિલ દેવનો જે વીડિયો શેર કરાયો છે તે એક જાહેરાતનો જ ભાગ છે. તેમણે કોઈએ કિડનેપ નથી કર્યા, તેઓ પૂરી રીતે સેફ છે.