Connect with us

Rajkot

રામનવમીએ 5000 બાળકો-સિનિયર સિટિઝનોએ લીધી રામવનની મુલાકાત

Published

on

ગુજરાત મિરર, રાજકોટ તા. 31
ભગવાન શ્રી રામના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મૂકે, તે ઉમદા હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે રામવન ધ અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવેલ છે. તેમાં રામનવમીના દિવસે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ જેમાં નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો કુલ 5000થી વધુ અને પુખ્ત વયના કુલ 2500થી વધુ નાગરિકોએ મુલાકાત કરી, તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.
રામવન-ધ અર્બન ફોરેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂૂ. 13.77 કરોડના ખર્ચે મર્યાદા પુરૂૂષોત્તમ ભગવાન રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવેલ છે. રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે, તેમજ અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાન રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, 150ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. તેમજ ભગવાન રામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે.

Continue Reading
Advertisement

Rajkot

સાળીની છેડતી કરનારને ઠપકો આપતા યુવાનને રસ્તા વચ્ચે રોકી છરીના ઘા ઝીંક્યા

Published

on

By

શાપર- વેરાવળ, ઢોલરા રોડ પર સવારે બનેલી ઘટના: યુવાનને રાજકોટ ખસેડાયો

ગુજરાત મિરર, રાજકોટ,તા.6
રાજકોટ શહેરની ભાગોળે ઔદ્યોગીક વસાહત શાપર- વેરાવળ નજીક બાઇક પર જઇ રહેલા યુવાનને અગાઉ સાળીની છેડતી કરનાર નામચીન શખ્સ સહીત બે શખ્સોએ આંતરી ગાળો દઇ છરીના ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળ નજીક ઢોલરા રોડ પર આવેલ અવધ રેસીડેન્સીમાં રહેતા પરાક્રમસિંહ ખોડુભા જાડેજા (ઉ.26)ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પોલીસની પુછપરછમાં બોલેરો ચલાવતો યુવાન સવારે પોતાનું બાઇક લઇ શાપર- વેરાવળ જવા નિકળ્યો હતો ત્યારે ઢોલરા રોડ પર રસ્તામાં નામચીન કરણ આહીર અને એક અજાણ્યા શખ્સે રોકી ગાળો દઇ છરીના ઘા ઝીંકી દીધા હતા.
વધુમાં જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પહેલા નામચીન શખ્સે ફરીયાદીની સાળીની છેડતી કરી હતી જે બાબતે ઠપકો આપતા માથાકુટ થઇ હતી જેનો ખાર રાખીને આજે સવારે બન્ને શખ્સોએ રસ્તા વચ્ચે રોકી હુમલો કર્યો હોવાનું જણાવતા શાપર- વેરાવળ પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Rajkot

કેકેવી ઓવરબ્રિજનું 15થી 20 જૂન વચ્ચે લોકાર્પણ

Published

on

By

કોન્ટ્રાક્ટરે તા. 15ના રોજ બ્રિજ સોંપવાનું જણાવતા મુખ્યમંત્રી પાસે લોકાર્પણ માટે તારીખ મગાશે

ગુજરાત મિરર, રાજકોટ તા. 6
શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક ખાતે બ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલું છે. વારંવાર કોન્ટ્રાક્ટરને મુદત આપવા છતા આજ સુધી બ્રીજનું કામ પૂર્ણ થયેલ નથી. તયારે કોંન્ટ્રાક્ટરે તા. 15 જૂનના રોજ બ્રીજ સોંપવાની તારીખ જાહેરાત કરતા મહાનગરપાલિકાએ બ્રીજના લોકાર્પણની તૈયારીઓ આરંભી છે. 15 તારીખે બ્રીજનું કામ પૂર્ણ થતા બ્રીજના લોકાર્પણ માટે મુખ્યમંત્રી પાસે તારીખ માંવગામાં આવશે. જેના લીધે સંભવત તા. 15થી 20 જૂન સુધીમાં કે.કે.વી ચોક હાઈલેવલ ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામા આવશે.
રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા મુખ્ય સર્કલો ઉપર ઓવરબ્રીજ તેમજ અંડરબ્રીજ બનાવવાની કામગીરી મહાનગરપાલિકાએ આરંભી છે. 150 ફૂટ રીંગ રોડ ઉપર તાજેતરમાં બે બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ કાલાવડ રોડ ઉપર જડુસ સર્કલ બ્રીજ પણ તાજેતરમાં ખુલ્લો મુકવામા આવ્યો છે. પરંતુ કેકેવી ચોક ખાતે બનતા હાઈલેવલ ઓવરબ્રીજનું કામ ક્રીટીકલ હોવાના કારણે આજસુધી ખેંચાતું આવ્યું હતું. કોન્ટ્રાક્ટરને બ્રીજનું કામ પૂર્ણ કરવા માટે અનેક વખત મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો હતો. તેમજ પેન્લટી પણ ફટકારવામાં આવી છતા આજ સુધી બ્રીજ ખુલ્લો મુકાયો નથી. કોન્ટ્રાક્ટરે છેલલે 15 જૂનના રોજ તંત્રને સોંપી દેવામાં આવશ.ે તેમ જણાવેલ અને આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા 15 જૂને બ્રીજ સોંપવાની ફાઈનલ તારીખ આપી દીધેલ છે. બ્રીજનું 95% કામ પુર્ણ થયેલ છે. હવે ફક્ત રંગ રોગાન સહિતનું પરચુરણ કામ બાકી છે. તે તા. 15 જૂન પહેલા થઈ જશે જ્યારે રાજકોટ શહેરના સૌથી ઉંચા અને સૌથી લાંબા હાઈલેવલ ઓવરબ્રીજનું લોકાર્પણ મુખ્યમંત્રી કરે તેવું મહાનગરપાલિકા ઈચ્છી રહી હોવાથી તા. 15ના રોજ બ્રીજ કોન્ટ્રાક્ટર મનપાને સોંપે ત્યાર બાદ સીએમઓ ઓફિસ ખાતેથી મુખ્યમંત્રીનો સમય અને તારીખ લેવામા આવશે. તેથી 15થી 20 જૂન વચ્ચેના પાંચ દિવસ દરમિયાન કોઈપણ એક દિવસે કેકેવી ચોક હાઈલેવલ ઓવરબ્રીજનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામા આવશે.
કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે 150 ફૂટ રીંગ રોડ ઉપર હૈયાત ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ 129 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવ્યો છે. કાલાવડ તરફથી આવતા તેમજ રાજકોટ તરફથી કાલાવડ જતા ટ્રાફિકને સરળતા રહે તે માટે આ બ્રીજ બનાવવામાં આવ્યો છે. કોરોના તેમજ અન્ય કારણોસર બ્રીજની કામગીરીમાં ઢીલ વર્તાતા સમય મર્યાદામાં બ્રીજનું કામ પુર્ણ ન થતા હવે કોન્ટ્રાક્ટર દ્વારા 15 જૂન ફાઈનલ તારીખ આપવામાં આવી છે. ત્યાર બાદ બ્રીજ મુંખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

Advertisement
Continue Reading

Rajkot

સિટીબસના માસિક પાસ હવેથી વોર્ડ ઓફિસેથી પણ મળી શકશે

Published

on

By

જરૂરત પડ્યે શાળા-કોલેજોમાં કેમ્પ યોજી વિદ્યાર્થીઓને પાસ અપાશે: ડેપ્યુટી કમિશનર

ગુજરાત મિરર, રાજકોટ તા. 6
શાળા-કોલેજો ખુલતા ફરીવખત માર્ગો ઉપર વિદ્યાર્થીઓની ચહલ પહલ દેખાવા લાગી છે. તેમજ શાળા-કોલેજ જવા માટે સીટી બસનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માસિક પાસ માટે મનપાની ત્રિકોણબાગ કચેરી તેમજ સિવિક સેન્ટર ખાતે લાઈનો લગાવતા ટ્રાફિકને પહોંચી વળવા હવે વોર્ડ ઓફિસ તેમજ જરૂરત પડ્યે શાળા કોલેજોમાં કેમ્પ યોજી વિદ્યાર્થી સહિતનાઓને સીટી બસનો માસિક પાસ આપવાની વ્યવસ્થા ઉભી કરવામા આવશે. તેમ ડેપ્યુટી કમિશનર ધામેલિયાએ જણાવ્યું હતું.
વેકેશન પુરુ થતા મોટાભાગની શાળા કોલેજો ખુલી ગઈ છે. જૂના વિદ્યાર્થીઓની સાથો સાથ નવા વિદ્યાર્થીઓએ પણ શાળા-કોલેજમાં પ્રવેશ લીધો હોય દૂરથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મોટેભાગે બીઆરટીએસ અને સીટીબસનો ઉપયોગ વધુ કરે છે. તેવી જ રીતે ડેઈલી કામ ઉપર જતા નોકરિયાતો અને મજુર વર્ગ પણ મંથલી પાસ કઢાવતા હોય છે. જેમાં દર વર્ષે શાળા-કોલેજો ખુલે ત્યારે સીટીબસ પાસ કઢાવવા માટે વિદ્યાર્થી સહિતનાની લાઈનો લાગતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં ત્રિકોણબાગ સીટીબસસ્ટોપ તેમજ સીવીલ કેન્ટર ખાતે મંથલી પાસ માટે ફોર્મ ભરવાની સુવિધા શરૂ કરાઈ છે. જેની સામે મંથલી પાસ ફક્ત ત્રીકોણબાગ સીટીબસ્ટોપ પાસેથી ઈસ્યુ થઈ રહ્યા છે. જેના કારણે ઈસ્ટઝોન તેમજ છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ સહિતનાને ત્રિકોણબાગ ઓફિસ દૂર પડતી હોય આ બાબતે વોર્ડ ઓફિસ ખાતે સેવા કરવાની રજૂઆત કરવામાં આવેલ જેમાં ખાસ કરીને હાલમાં વિદ્યાર્થીઓનો પાસ માટે ભારે ધસારો હોવાના કારણે ડેપ્યુટી કમિશનર ધામેલિયાએ આજે ત્રિકોણબાગ સીટીબસ સ્ટોપ કચેરી તેમજ સીવીક સેન્ટર સિવાય તમામ વોર્ડ ઓફિસ ખાતે સીટીબસ મંથલી પાસ માટેના ફોર્મ ભરવા અને પાસ ઈસ્યુ કરવા સહિતની સેવા શરૂ કરવાના ઉચ્ચઅધિકારીને આદેશ આપ્યા છે. તેમજ જરૂરત પડ્યે વિદ્યયાર્થીઓનો સમુહ હોય તો શાળા કોલેજોમાં પણ કેમ્પ યોજી સીટીબસ મંથલી પાસ આપવાની વ્યવસ્થા ઉભી કરવામા આવે તેવી સુચના આપી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ