Connect with us

Amreli

રાજુલા પોલીસ સ્ટેશનના ASIનું ચાલુ ફરજે હાર્ટએટેકથી મોત

Published

on

ડીવાયએસપી સહિતના સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવી

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મનુભાઈ સુરીગભાઈ મેંગળ ઉ.45 ને ચાલુ ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા તાત્કાલિક સ્થાનીક હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં તેમનું દુ:ખદ અવસાન થયાનું જાહેર થતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અધિકારીઓ દોડી ગયા અને શોકમય વાતાવરણ સર્જાયું હતું. અને ત્યારબાદ રાજુલા તાલુકાના વતન બાબરીયાધાર ખાતે તેમના પરિવાર અને પોલીસ સાથે મૃતદેહ લવાયો હતો. સમગ્ર બાબરીયાધાર ગામમાં શોક છવાય ગયેલ હતો.
ડીવાયએસપી હરેશ વોરા દ્વારા શહીદ પોલીસ એએસઆઈ મનુભાઈ મેંગળને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી આ સમાચાર બાદ સમગ્ર આહીર સમાજમાં પણ શોક છવાયો હતો અને અમરેલી જિલ્લા પોલીસ બેડામાં શોક છવાયો છે જ્યારે મનુભાઈ મેંગળ રાજુલા પી.આઈ.ના રાઈટર તરીકે ફરજ બજવતા હતા વર્ષોથી પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા હતા અને પોલીસ તંત્રમાં કાગળ પરની કાર્યવાહીમાં પણ મનુભાઈની કામગીરી ખૂબ સારી અને મહત્વપૂર્ણ હતી જેના કારણે પોલીસ તંત્રમાં આજે અવસાન બાદ પોલીસને પણ મોટી ખોટ પડી છે

Advertisement
Continue Reading
Advertisement

Amreli

પુત્રના લગ્નની કંકોત્રી આપી પરત ફરતા પિતાનું ખાનગી બસ અડફેટે મોત

Published

on

By

સાવરકુંડલાના બાઢડા નજીકનો બનાવ, પરિવારમાં માતમનો માહોલ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે એક ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં બાઈક ચાલક પોતાની પુત્ર ના લગ્ન ની કંકોત્રી દેવા જતાં સમયે ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.આ બનાવને પગલે પોલીસ તેમજ આગેવાનો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે,બાઢડા અને જાબાળ વચ્ચે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.આ ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મોડી રાત્રીના સમયે આ ઘટના બની હતી.પુત્રના લગ્નને 3 દિવસ જેવો સમય બાકી હતી.ત્યારે રમેશભાઈ બગડા તેમના પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરી રહ્યા હતા.જોકે ત્યારબાદ તે તેના ઘરે આંબરડી પરત ફરી રહ્યા હતા.તેવા સમયે અકસ્માત સર્જાયો હતો અને પિતાએ દીકરીના લગ્નના ત્રણ દિવસ પહેલા જ મોત નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં માતમ નો માહોલ છવાઈ ગયો હતો.આ બનાવને પગલે સ્થાનિક ડીવાયએસપી,ધારાસભ્ય સહિત નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને બનાવને લઈને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement
Continue Reading

Amreli

વડિયાથી ખાખરિયા બિસ્માર થયેલા રોડનું રિપેરિંગ કામ કરતું તંત્ર

Published

on

અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું

વડિયાથી ખાખરીયા રોડ પર આવેલ મસ મોટા ખાડાનો અહેવાલ થોડા દિવસ પહેલા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે તંત્ર એ તાબડતોબ હરકતમાં આવી રોડનું કામ શરૂૂ કર્યું
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાથી જીલ્લાને જોડતો મુખ્ય માર્ગ મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો

લોકોને વડિયા થી અમરેલી કુંકાવાવ અને બગસરા જવામા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ના છુટકે વાહન ચાલકો ને વાયા મોરવાડા ખાન ખીજડીયા કરવું પડતું હતું વડીયાથી ખાખરીયા 351 નેશનલ હાઇવે પર રોડ ઓછો અને ખાડા વધારે તેવો ધાટ સર્જાયો હતો જેને લઈને વાહન ચાલકો માટે અકસ્માત થતા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો છતા તંત્રના પેટનું પાણી હાલતું ન હતું જ્યારે આ અંગે અખબારમાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું અને વડિયાથી ખાખરીયા સુધીનો રસ્તો તાત્કાલિક બનાવવાનું શરૂૂ કર્યું છે છેલ્લા પાંચેક વર્ષથી વાહન ચાલકો અને સ્થાનિકો રોડની હાલતથી પરેશાન હતા અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી છતા તંત્રના બહેરા કાને સંભળાતી ન હતી ત્યારે થોડા દિવસ પહેલા આ રોડ અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સફાળું તંત્ર જાગ્યું અને રોડ પર ડામરની કામગીરી શરૂૂ કરવામાં આવી ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોને થશે હાશકારો.

Advertisement

Continue Reading

Amreli

સાવરકુંડલાના ધારાસભ્યએ ઘેટા ભરેલી ઈકો કારને ઝડપી લઇ પોલીસ હવાલે કરી

Published

on

પોલીસે ઘેટાને કતલખાને લઇ જવાતા હતા કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરી

સાવરકુંડલાના ધારાસભ્ય એક્શન મોડ માં આવ્યા સાવરકુંડલા થી સીમરન પ્રવાસમાં જતા સમયે સિમરન નજીક 11 ઘેટા ભરેલી એક જાણ કરી હતી. બપોરના ત્રણ કલાકના સમયની આસપાસ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ સાથે સીમરણના કાર્યક્રમમાં જઈ રહ્યા હોય રસ્તામાંથી શંકાસ્પદ એક ઇકોગાડી કે જે ગાડીને ફરતા પડદા રાખવામાં આવ્યા છે અને અંદર 11 જેટલા ઘેટાં ભરેલા છે તેમને ઉભી રાખી તપાસ કરી અને તાત્કાલિક સાવરકુંડલા પોલીસને જાણ કરી અને સાવરકુંડલા પીઆઇ સોની પહોંચી ગયા અને ઇકો ગાડી લષ 14 એકે 06 18 નંબરની તેમજ ડ્રાઇવર જુનેદ ભાઈ ઈશાકભાઈ માંડલિયા રહેવાથી અમરેલી અને ઘેટાં વેચાતા લઈ જનાર આમિરભાઈ અલીભાઈ માંડલિયા રહેવાથી અમરેલીને મુદા માલ સાથે સાવરકુંડલા રૂૂલર પોલીસમાં લાવવામાં આવ્યા પ્રાથમિક પૂછપરછમાં આ ઘેટા નટુભાઈ ભરવાડ નામની કોઈ વ્યક્તિ પાસેથી વેચાતા લીધા હોવા નું જણાવ્યું છે અને તેઓ ઘેટાનો જ વેપાર કરે છે તેવું પણ જણાવી રહ્યા હતા ત્યારે પોલીસે આ ઘેટા ખરેખર કતલખાને લઈ જવામાં આવતા હતા કે વેપાર કરે છે તેમજ નટુભાઈ ભરવાડ પાસેથી પણ કેટલીક માહિતી અને જવાબો લેવા ની તજવીજ અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે આ ઘટનાથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન થયું છે અને જીવ દયા પ્રેમીમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છેે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ